Cochin Shipyard Share Price: કોચીન શિપયાર્ડમાં શેરના ભાવમાં 20 ટકાનો ઉછાળો, ભાવ 52 વીકના ઉંચા સ્તરે પહોંચ્યા, જાણો કારણ
કંપનીનો મુખ્ય આવકનો હિસ્સો નૌકાદળમાંથી આવે છે, જેમાં નૌકાદળના શિપબિલ્ડિંગ, કોમર્શિયલ શિપબિલ્ડિંગ, કોસ્ટ ગાર્ડ પ્રોજેક્ટ્સ અને શિપ રિપેર સેવાઓનો સમાવેશ થાય છે. તેના શેર બુધવારે 955.15 રૂપિયા પર બંધ થયા હતા. શેરના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 193 ટકાનો વધારો થયો છે. કંપની શેર 7 સપ્ટેમ્બર 2022 ના રોજ 388.35 પર હતા અને આજે એટલે કે એક વર્ષ બાદ તે 1,146.15 ની સપાટી સુધી પહોંચ્યા હતા.
મજબૂત બિઝનેસ આઉટલૂકને કારણે કોચીન શિપયાર્ડનો શેર (Cochin Shipyard Share Price) 7 સપ્ટેમ્બરે રૂ. 1,146.15 ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેની સરખામણીમાં S&P BSE સેન્સેક્સ (Sensex) 0.11% નીચે રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં સરકારી માલિકીની કંપનીના શેરમાં 98%થી વધુનો વધારો થયો છે. આ કંપની દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની શિપયાર્ડ છે. કોચીન શિપયાર્ડ એક સરકારી ડિફેંસ કંપની છે.
શેર બુધવારે 955.15 રૂપિયા પર બંધ થયા હતા
કંપનીનો મુખ્ય આવકનો હિસ્સો નૌકાદળમાંથી આવે છે, જેમાં નૌકાદળના શિપબિલ્ડિંગ, કોમર્શિયલ શિપબિલ્ડિંગ, કોસ્ટ ગાર્ડ પ્રોજેક્ટ્સ અને શિપ રિપેર સેવાઓનો સમાવેશ થાય છે. તેના શેર બુધવારે 955.15 રૂપિયા પર બંધ થયા હતા. શેરના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 193 ટકાનો વધારો થયો છે. કંપની શેર 7 સપ્ટેમ્બર 2022 ના રોજ 388.35 પર હતા અને આજે એટલે કે એક વર્ષ બાદ તે 1,146.15 ની સપાટી સુધી પહોંચ્યા હતા. શેરનું 52 વીક લો લેવલ 372.30 રૂપિયા છે.
હોપર ડ્રેજર બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
કંપનીએ જણાવ્યું હતું કે સરકાર મુખ્યત્વે બંદર અને આંતરદેશીય જળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ભારતીય યાર્ડ માટે સુધરેલી માગ સાથે બજારમાં ભાગ લેવાની તકો વધારશે. કંપનીએ માર્કેટ લીડર IHC, નેધરલેન્ડ સાથે ભાગીદારીમાં ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માટે 12,000 ક્યુબિક મીટરનું દેશનું સૌથી મોટું ટ્રેલર સક્શન હોપર ડ્રેજર બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે આ માર્કેટમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે અને ભવિષ્યમાં વધુ સંભવિત પ્રોજેક્ટ્સ લાવી શકે છે.
આ પણ વાંચો : G20 Summit: અદાણી-અંબાણી સહિત દેશના લગભગ 500 મોટા ઉદ્યોગપતિઓ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે કરશે ડિનર, જાણો શું છે પ્લાન
શેર NSE પર 20 ટકા વધીને રૂ. 1,146.15 પર ટ્રેડ થયા
પશ્ચિમ બંગાળમાં કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, હુગલી કોચીન શિપયાર્ડ લિમિટેડ, સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે અને તેમણે ટૂંકા દરિયાઈ અને અંતરિયાળ સેગમેન્ટમાં ઓર્ડર મેળવ્યા છે. બપોરે 1:45 વાગ્યે, કોચીન શિપયાર્ડના શેર NSE પર તેના અગાઉના રૂ. 955.15ના બંધ ભાવથી 20% વધીને રૂ. 1,146.15 પર ટ્રેડ થઈ રહ્યા હતા.