AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics: ભાવિના પટેલની ઐતિહાસીક સિધ્ધિ, ટેબલ ટેનિસની ફાઈનલમાં મેળવ્યો પ્રવેશ

ભાવિના પટેલની ઐતિહાસીક સિધ્ધિ, ટેબલ ટેનિસની ફાઈનલમાં મેળવ્યો પ્રવેશ, આગામી 29મી ઓગસ્ટે ગોલ્ડ મેડલ માટે ચીનની ખેલાડી સાથે લેશે ટક્કર

Tokyo Paralympics: ભાવિના પટેલની ઐતિહાસીક સિધ્ધિ, ટેબલ ટેનિસની ફાઈનલમાં મેળવ્યો પ્રવેશ
ભાવિના પટેલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 8:17 AM
Share

Tokyo Paralympics 2020:ભારતની મહિલા ટેબલ ટેનિસ (Table Tennis) ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ક્લાસ 4 ટેબલ ટેનિસની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવનાર તે પ્રથમ ભારતીય છે.

તેમણે સેમિફાઇનલમાં ચીની પેડલર ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવીને આ સફળતા હાંસલ કરી હતી. ભાવિના પટેલ (bhavina patel)ની ફાઇનલમાં પહોંચવાની સાથે, ભારત માટે ગોલ્ડ મેડલ કન્ફર્મ છે. અને, જો સુપર ફોર્મમાં ચાલી રહેલી ભાવિના પણ ફાઇનલ જીતી જાય, તો તે ભારતને ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics 2020) ગેમ્સના ઇતિહાસમાં 5મો ગોલ્ડ મેડલ પણ અપાવશે.

Our champ @BhavinaPatel6 makes it to the final and we could not be happier!!

Bhavina will take on #CHN Ying Zhou in the Gold medal match tomorrow, 29 August at 7:15 AM (IST)

Stay tuned & continue to cheer her on with #Cheer4India messages#Praise4Para #Paralympics pic.twitter.com/6nzYRQUiSX

— SAI Media (@Media_SAI) August 28, 2021

ભાવિના પટેલ ( (bhavina patel))ની આ પ્રથમ પેરાલિમ્પિક્સ (Paralympics) છે અને તેના પ્રથમ પ્રયાસમાં જ તેણે રમતના સૌથી મોટા મંચ પર શાનદાર કામ કર્યું છે. અમદાવાદની 34 વર્ષીય ભાવિનાએ અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર બે અને 2016 ના રિયો પેરાલિમ્પિક (Rio Paralympics)ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાના બોરીસ્લાવા પેરીચ રાન્કોવી (Borislava Perich Rankovy)ને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતુ.

ગોલ્ડ મેડલથી માત્ર એક ડગલું દૂર

ભાવિનાનું લક્ષ્ય હવે ગોલ્ડ મેડલ છે, જેને જીતવા માટે તેને સંપૂર્ણ વિશ્વાસ છે. પોતાની પહેલી પેરાલિમ્પિક્સ (Paralympics )રમી રહેલી ભાવિનાએ કહ્યું કે, ફાઇનલમાં પણ તે તેને 100 ટકા આપશે અને મેચ જીતશે. તેમણે કહ્યું કે, જ્યારે તે અહીં રમવા આવી ત્યારે પણ તે વિચારતી હતી કે માત્ર રમત પર ધ્યાન આપો અને તેને શ્રેષ્ઠ આપો. અને તે આજ સુધી તે જ કરી રહી છે.

ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics )માં ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિનાએ ફાઇનલમાં પહોંચીને ગોલ્ડ મેડલ (Gold medal)પાક્કો કર્યો છે. તેમનો ઈરાદો પણ ગોલ્ડ મેડલ જીતવાનો છે.

આ પણ વાંચો : Tokyo paralympics 2020 :પીએમ મોદી આજે ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ સાથે વાતચીત કરશે

Follow Us
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
g clip-path="url(#clip0_868_265)">