Tokyo paralympics 2020 :પીએમ મોદી આજે ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ સાથે વાતચીત કરશે

ટોક્યો પેરાલિમ્પિક્સ 2020: પીએમ નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેરા-એથ્લેટ ટીમ સાથે વાતચીત કરશે. આ પેરાલિમ્પિક ગેમ ટોક્યોમાં 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે.

Tokyo paralympics 2020 :પીએમ મોદી આજે ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ સાથે વાતચીત કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 9:34 AM

tokyo paralympics 2020 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટોક્યો 2020 પેરાલિમ્પિક (tokyo paralympics 2020) ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય પેરા-એથ્લેટ ટીમ સાથે વાતચીત કરશે.

આ રમતોમાં આ વખતે ભારતમાંથી 54 પેરા-રમતવીરો 9 અલગ-અલગ રમત સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જઈ રહ્યા છે. પ્રધાનમંત્રીની સાથે રમત મંત્રી અનુરાગ ઠાકુર પણ આ કાર્યક્રમમાં જોડાશે.

આ પેરાલિમ્પિક ગેમ્સ (paralympics 2020)ટોક્યોમાં 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે. આ વખતે ભારત તરફથી સૌથી મોટી ટુકડી આ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી ટોક્યો ઓલિમ્પિક રમતોમાં ભારતના રમતવીરોએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ભારતે આ રમતોમાં એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા. હવે દેશને પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય રમતવીરો પાસેથી મેડલ જીતવાની આશા છે.

પીએમ મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને મળ્યા હતા. આ દરમિયાન તેણે સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને ટોક્યો બ્રોન્ઝ મેડલ વિજેતા પીવી સિંધુને આઈસ્ક્રીમ પાર્ટી પણ આપી હતી. ટોક્યો જતા પહેલા પીએમ મોદીએ સિંધુ સાથે વાત કરતા કહ્યું હતું કે, ટોક્યોમાં તમારી સફળતા બાદ હું તમારી સાથે આઈસ્ક્રીમ ખાઈશ.

ગઈકાલે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics)ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ પોતાના મનપસંદ ચુરમાન ખવડાવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ભારતીય પુરુષ હોકી ટીમે (Men’s hockey team)પીએમ મોદીને ઓટોગ્રાફવાળી હોકી પણ રજૂ કરી હતી. તમને જણાવી દઈએ કે, ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીત્યો છે.

આ પણ વાંચો : pv sindhuનો ક્યો લુક પસંદ છે તમને ? સાડી કે પછી અનારકલી ડ્રેસ

આ પણ વાંચો : Favourite cricketer : શેન વોર્નને આ ભારતીય ખેલાડી પસંદ છે, વિરાટ કોહલી પર નિશાન સાધ્યું

g clip-path="url(#clip0_868_265)">