T-20 લીગ: મયંક અગ્રવાલની તોફાની સદી અને રાહુલની અડધી સદી, પંજાબનો 2 વિકેટે 223 રનનો સ્કોર

શારજાહના મેદાન પર રવિવારે ચાહકોને માટે મજા કરાવતી પહેલી ઈનીંગ્સની મેચ પંજાબ દ્વારા જોવા મળી. આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ યોજાઈ. ટી-20 લીગની નવમી મેચની આ રમતમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા પંજાબ સામે બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ પંજાબને પહેલા બેટીંગ કરવાનો મોકો મળતા જ પંજાબના […]

T-20 લીગ: મયંક અગ્રવાલની તોફાની સદી અને રાહુલની અડધી સદી, પંજાબનો 2 વિકેટે 223 રનનો સ્કોર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 27, 2020 | 9:31 PM

શારજાહના મેદાન પર રવિવારે ચાહકોને માટે મજા કરાવતી પહેલી ઈનીંગ્સની મેચ પંજાબ દ્વારા જોવા મળી. આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ યોજાઈ. ટી-20 લીગની નવમી મેચની આ રમતમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા પંજાબ સામે બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ પંજાબને પહેલા બેટીંગ કરવાનો મોકો મળતા જ પંજાબના બંને ખેલાડી કે એલ રાહુલ અને મયંક અગ્રવાલે બેટીંગ ઈનીંગ્સની શરુઆત કરી હતી. બંને ઓપનરોએ શરુઆત થી જ બેટીંગમાં ધમાકેદાર ચોગ્ગા અને છગ્ગા વરસાવવા શરુ કર્યા હતા અને એક મોટા સ્કોર તરફ ટીમને લઇ જવા માટેની યોજના પુર્વક રમત દાખવી હતી. મયંક અગ્રવાલે પોતાની પહેલી સદી માત્ર 45 બોલમાં જ ઝડી દીધી. મયંક અગ્રવાલની સાથે કેપ્ટન કેએલ રાહુલે પણ ઝડપથી રન બનાવવાની શરુઆત જાળવી રાખી હતી. પંજાબે પ્રથમ બેટીંગના અંતે 223 રનનો  વિશાળ સ્કોર 02 વિકેટે કર્યો હતો. આમ રાજસ્થાન રોયલ્સને 224 રનનું લક્ષ્ય આપ્યુ હતુ.

T20 League: Mayank agrawal ni tofani sadi ane rahul ni aaddhi sadi KXIP no 2 wicket e 223 run no score

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા માટે ઉતરેલી પંજાબની ટીમના ઓપનરે બેટીંંગ કરીને દર્શકોના મન મોહી લીધા હતા. રવિવાર હોવાને લઈને દર્શકોને પણ રવિવારના આનંદ રુપની રમત જોવા મળી હતી. શરુઆતની પ્રથમ ઓવરથી જ બંને ઓપનરોએ ચોગ્ગા અને છગ્ગા ભરી બેટીંગની શરુઆત કરી હતી. બંને બેટ્સમેનોએ પ્રતિ ઓવર  10 રનથી વધુ રન મેળવી લેવાનો સતત પ્રયાસ જાળવી રાખ્યો હતો. તોફાની બેટીંગ કરીને દર્શકોને મેચમાં ઉત્સાહ લાવી દેનારી ઈનીંગ્સમાં પહેલી છ ઓવરના પાવર પ્લેમાં જ ટીમનો સ્કોર 60 રન પહોંચાડી  દીધો હતો. કેએલ રાહુલે પણ પોતાની અડધી સદી ફટકારી અને 69 રન 54 બોલમાં કર્યા હતા. મયંક અગ્રવાલ અને રાહુલે ટીમને 183 રનની વિશાળ ભાગીદારી પુરી પાડી હતી. પ્રથમ વિકેટ 183 રનના સ્કોર પર અને રાહુલના સ્વરુપમાં બીજી વિકેટ 194 રન પર પડી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલ 13 રને અને નિકોલસ પુરન 25 રને નોટ આઉટ રહ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 League: Mayank agrawal ni tofani sadi ane rahul ni aaddhi sadi KXIP no 2 wicket e 223 run no score

અગ્રવાલની શાનદાર સદી

પંજાબના શાનદાર ઓપનર મયંક અગ્રવારે ફરી એકવાર સારી રમત દાખવી હતી. શરુઆતથી જ રાહુલના સથવારે તેણે ચોગ્ગા અને છગ્ગા ભરી ઈનીંગ્સ દાખવી હતી. કેએલ રાહુલે શતક પુર્ણ કરતા પહેલા તેના 50 રન માત્ર 19 બોલ પર પુરા કર્યા. આ અગાઉ પણ અગ્રવાલ એક અડધી સદી ટી20 લીગમાં કરી ચુક્યો છે. તેણે 45 બોલમાં જ સદી કરી દીધી હતી. પોતાની કારકીર્દીની પ્રથમ સદી પુર્ણ કરવા માટે નવ ચોગ્ગા અને સાત છગ્ગા પણ ફટકાર્યા હતા અને આમ મેદાનની ચારેબાજુ બોલને મોકલીને ફીલ્ડરોને દોડતા રાખ્યા હતા. તેણે 106 રનનો સ્કોર કરીને ટોમ કરનના બોલ પર આઉટ થયો હતો.

T20 League: Mayank agrawal ni tofani sadi ane rahul ni aaddhi sadi KXIP no 2 wicket e 223 run no score

નાકામ રહ્યા રાજસ્થાનના બોલર્સ

પંજાબ સામે બોલીંગ આક્રમણ લઈને મેદાનમાં આવેલા રાજસ્થાન રોયલ્સના બોલરો જાણે કે શરુઆતથી જ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. એક બાદ એક તમામ ઓવરોમાં 10થી વધુ રન ખર્ચાતા જતા હોવાને લઇને કેપ્ટન સ્મીથ અને બોલરો પણ મુંઝવણની સ્થિતીમાં મુકાઇ ગયા હતા કે બંને ઓપનરોને કાબુમાં લેવા માટે કઈ રણનીતી અપનાવે. અગાઉ સફળ નિવડેલ રાહુલ તેવટીયાએ એક ઓવરમાં 19 રન આપ્યા હતા અને ફરીથી ઓવરથી દુર રહ્યો હતો. જ્યારે ટોમ કરન અને અંકિત રાજપુતે એક એક વિકેટ મેળવી હતી. જો કે એકંદરે તમામ બોલરોએ સરેરાશ 11  રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">