Paris Olympics 2024, Day 8, Live: દીપિકા કુમારી-અનંતજીત સિંહ બહાર, હવે નિશાંત દેવ પર નજર

|

Aug 04, 2024 | 9:18 AM

Paris Olympics 2024 : ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ગેમ્સના 8મા દિવસે મનુ ભાકર 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ચોથા ક્રમે રહી. મનુ ભાકર માત્ર એક પોઈન્ટથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ.

Paris Olympics 2024, Day 8, Live: દીપિકા કુમારી-અનંતજીત સિંહ બહાર, હવે નિશાંત દેવ પર નજર

Follow us on

Paris Olympics 2024 Live : ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ગેમ્સના 8મા દિવસે મનુ ભાકર 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ચોથા ક્રમે રહી. મનુ ભાકર માત્ર એક પોઈન્ટથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ. તો કોરિયાની યાંગ જિને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફ્રેન્ચ શૂટરે સિલ્વર મેડલ જીત્યો અને હંગેરિયન ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. આ ઉપરાંત ભારતીય તીરંદાજ દીપિકા કુમારી અને ભજન કૌર મેડલની રેસમાં છે. આ બંને ખેલાડીઓ તીરંદાજીમાં ભારત માટે મેડલ અપાવવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, બોક્સર નિશાંત દેવ પણ એક્શનમાં જોવા મળશે, જેની આજે ક્વાર્ટર ફાઈનલ મેચ છે.

Published On - 12:23 pm, Sat, 3 August 24

Next Article