SPL: કચ્છ વોરિયર્સેની સામે 5 વિકેટે વિજય થતાં ઝાલાવાડ રોયલ્સ ફાઈનલમાં ટકરાશે સોરઠ લાયન્સ સામે
સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં ગઈકાલે ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સની વચ્ચે મેચનો મુકાબલો થયો હતો. જેમાં ઝાલાવાડ રોયલ્સનો 5 વિકેટે વિજય થયો છે. ઝાલાવાડ રોયલ્સનો આ ત્રીજો વિજય છે. કચ્છ વોરિયર્સે પ્રથમ બેટિંગ લઈને ઝાલાવાડ રોયલ્સને 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં કચ્છ વોરિયર્સે 4 મેચ રમી હતી જેમાં 2 મેચમાં વિજય થયો હતો અને […]
સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં ગઈકાલે ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સની વચ્ચે મેચનો મુકાબલો થયો હતો. જેમાં ઝાલાવાડ રોયલ્સનો 5 વિકેટે વિજય થયો છે. ઝાલાવાડ રોયલ્સનો આ ત્રીજો વિજય છે.
કચ્છ વોરિયર્સે પ્રથમ બેટિંગ લઈને ઝાલાવાડ રોયલ્સને 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં કચ્છ વોરિયર્સે 4 મેચ રમી હતી જેમાં 2 મેચમાં વિજય થયો હતો અને 2 મેચમાં પરાજય થયો હતો. જ્યારે ઝાલાવાડ રોયલ્સે 4 મેચમાંથી 3 મેચમાં વિજય મેળવી ફાઈલન મેચમાં સ્થાન મેળવ્યું છે.
આ ટૂર્નામેન્ટ દરમિયાન ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમ 4 મેચમાંથી 1 પણ મેચમાં વિજયનું ખાતું ખોલાવી શકી નહોતી. આ ટીમનો 4 મેચમાં પરાજય થયો હતો. ઝાલાવાડ રોયલ્સની ઓપનિંગ જોડી આ મેચમાં સફળ રહી હતી. ઓપનર શેલ્ડન જેકસને 35 બોલમાં 6 ફોરની મદદથી 42 રન ફટકાર્યા હતા. જ્યારે ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારાએ 4 ફોરની મદદથી 36 રન કર્યા હતા અને ટીમને ટાર્ગેટ સુધી સરળતાથી પહોંચાડી હતી.
આ પણ વાંચો: જાણો મતની ગણતરી સુધી કયા અને કેટલી સુરક્ષાની વચ્ચે રાખવામાં આવે છે EVM
આજે સાંજે 7.30 વાગ્યે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની ફાઈનલ મેચમાં ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ એકબીજાની સામે ટકરાશે. જેનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોટર્સ પર બતાવવમાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]