AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાંથી રજા મળી, પરંતુ લગ્ન ક્યારે થશે તે હજુ પણ રહસ્યમય

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન 23 નવેમ્બરે સાંગલીમાં થવાના હતા, પરંતુ તે જ દિવસે ભારતીય ક્રિકેટરના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડી, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Breaking News : સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાંથી રજા મળી, પરંતુ લગ્ન ક્યારે થશે તે હજુ પણ રહસ્યમય
| Updated on: Nov 26, 2025 | 10:08 AM
Share

સ્ટાર ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાના પોતાના લગ્ન મૂલતવી રાખવાના કારણે ચર્ચામાં છે. તેના લગ્ન મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ સાથે થવાના હતા પરંતુ 23 નવેમ્બરના રોજ લગ્નના દિવસે જ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે 3 દિવસ બાદ સ્મૃતિ મંધાના અને તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે કારણ કે, તેના પિતા હવે સ્વસ્થ છે. તેમજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

પિતાને હોસ્પિટલમાંથી રજા મળી

જાણકારી મુજબ શ્રીનિવાસ મંધાનાને મંગળવાર મોડી રાત્રે સાંગલી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ હોસ્પિટલ સાંગલીમાં સ્મૃતિ મંધાનાના ઘરની ખુબ નજીક છે. અહિ છેલ્લા 3 દિવસથી સ્મૃતિ મંદાનાના પિતા દાખલ હતા.

પલાશની તબિયત ખરાબ

સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસની તબિયત ખરાબ થયા બાદ પલાશની તબિયત પણ ખરાબ થઈ હતી. તેને વાયરલ ઈન્ફેક્શન અને એસિડિટીના કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હવે પલાશ મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે અહી તેની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના બાદ સ્મૃતિ મંધાનાએ પોતાના લગ્ન પહેલાના ફંક્શનની પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી હતી. તેમજ તેની ફ્રેન્ડ તેમજ ભારતીય ક્રિકેટર જેમિમાએ પણ આ ઈવેન્ટના તમામ ફોટો ડિલીટ કર્યા હતા. હાલ પલાશ અને સ્મૃતિના લગ્ન સ્થગિત થયા છે. હવે જોવાનું રહેશે કે, લગ્નની નવી તારીખ ક્યારે આવે.

સ્મૃતિ મંધાનાએ લગ્ન પહેલાની સોશિયલ મીડિયા પોસ્ટ દુર કર્યા બાદ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. આ સિવાય કેટલાક સ્ક્રિન શોર્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, પલાશ મૈરી ડી કોસ્ટા નામની મહિલા સાથે મેસેજમાં વાત કરતો હતો.સ્મૃતિ મંધાનાના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યા પછી ઘણા પ્રશ્નો ઉભા થયા, અને થોડા સમય પછી, પલાશની તબિયત પણ બગડવા લાગી. જેને લઈ ચર્ચાઓ વધુ થઈ છે.

પિતાની તબિયત બગડતા સ્મૃતિ મંધાનાએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">