રાહુલ દ્રવિડની IPLમાં એન્ટ્રી, રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ બન્યા

રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા છોડીને IPLમાં એન્ટ્રી કરી છે. રાજસ્થાન રોયલ્સે તેમને તેમનો નવો મુખ્ય કોચ બનાવ્યો છે. રાહુલ દ્રવિડે તાજેતરમાં રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી સાથે આ ડીલ સાઈન કરી છે.

રાહુલ દ્રવિડની IPLમાં એન્ટ્રી, રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ બન્યા
Follow Us:
| Updated on: Sep 04, 2024 | 3:34 PM

રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા છોડીને IPLમાં એન્ટ્રી કરી છે. રાજસ્થાન રોયલ્સે તેમને તેમનો નવો મુખ્ય કોચ બનાવ્યો છે. તેમનો કાર્યકાળ જૂનમાં ભારતીય ટીમના T20 વર્લ્ડ કપ જીતવાની સાથે સમાપ્ત થયો હતો. તેમના કોચિંગ હેઠળ ટીમને મળેલી આ મોટી સફળતા બાદ હવે રાજસ્થાને તેમને મુખ્ય કોચ બનાવ્યા છે.

કોચ બનતાની સાથે જ આ કામ કર્યું

રાહુલ દ્રવિડે તાજેતરમાં રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી સાથે આ ડીલ સાઈન કરી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, તેણે ફ્રેન્ચાઈઝી સાથે જોડાતાની સાથે જ પોતાનું કામ શરૂ કરી દીધું છે. મેગા ઓક્શન પહેલા ટીમના નવા કોચે ખેલાડીઓને જાળવી રાખવા અંગે ચર્ચા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

વિક્રમ રાઠોડ આસિસ્ટન્ટ કોચ બની શકે છે

રિપોર્ટ અનુસાર રાજસ્થાન રોયલ્સ ભૂતપૂર્વ ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડને સહાયક કોચ તરીકે સાઈન કરી શકે છે. તમને જણાવી દઈએ કે તે ભારતીય ટીમના સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફનો એક ભાગ હતો. ત્યારબાદ 2019માં BCCIએ તેમને બેટિંગ કોચ બનાવ્યા. તેણે T20 વર્લ્ડ કપ 2024 સુધી આ જવાબદારી નિભાવી.

રાજસ્થાન રોયલ્સ સાથે જૂનો સંબંધ

રાહુલ દ્રવિડનો રાજસ્થાન રોયલ્સ સાથે જૂનો સંબંધ છે. તે 2012 અને 2013ની સિઝનમાં ટીમનો કેપ્ટન હતો. 2014 અને 2015 સિઝનમાં તેણે ટીમ ડિરેક્ટર અને મેન્ટરની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં તેની પાસે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે કામ કરવાનો લાંબો અનુભવ પણ છે. તે અંડર-19 દિવસથી દ્રવિડની આગેવાનીમાં રમ્યો છે. 2019માં તેને NCAમાં મોકલવામાં આવ્યો, ત્યારબાદ 2021માં તેને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો.

દ્રવિડના આગમન બાદ ટ્રોફી જીતવાની આશા

IPLની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે ટ્રોફી જીતી હતી. ત્યાર બાદ ટીમ એક વખત પણ આ ખિતાબ જીતી શકી નથી. ટીમ 2022માં ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે છેલ્લી સિઝનમાં તેને ક્વોલિફાયર 2માં હાર્યા બાદ બહાર થવું પડ્યું હતું. હવે દ્રવિડના આગમન બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ ઈન્ડિયાની જેમ ટ્રોફી જીતવાની આશા રાખશે.

આ પણ વાંચો: Paris Paralympics 2024: ભારતે પેરાલિમ્પિકમાં તોડ્યો 64 વર્ષનો રેકોર્ડ પિકચર અભી બાકી હૈ, જુઓ 7માં દિવસનું શેડ્યુલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
g clip-path="url(#clip0_868_265)">