Punjab Government: પંજાબ સરકારે ઘોષણા કરી છે કે ઓલિમ્પિક મેડલ વિજેતા (Olympic medalist) હોકી ખેલાડીઓના પ્રદેશોમાં શાળાઓ તેમના નામ પર રાખવામાં આવશે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનાર ભારતીય હોકી ટીમના 11 પંજાબી ખેલાડીઓના નામે શાળાઓના નામ રાખવાની મંજૂરી આપી છે.
શાળા શિક્ષણ અને જાહેર બાંધકામ મંત્રી વિજય ઈન્દર સિંગલાએ કહ્યું કે પંજાબ (punjab)નું ભારતીય રમતના ક્ષેત્રમાં સુવર્ણ યોગદાન છે. રાજ્યએ ઓલિમ્પિક માટે દેશની બીજી સૌથી મોટી ટીમ મોકલી હતી. કુલ 124 ખેલાડીઓમાંથી 20 ખેલાડીઓ પંજાબના હતા. તેમણે કહ્યું કે મેડલ વિજેતા વિસ્તારમાં રસ્તાઓનું નામ પણ તેમના નામ પર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રયાસ વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનોને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે.
સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળા, મીઠાપુર, જલંધરનું નામ હોકી ટીમના કેપ્ટન (hockey team Captain )મનપ્રીત સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. જીએસએસએસ ટિમોવલ અમૃતસરનું નામ વાઈસ કેપ્ટન હરમનપ્રીત સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે ભારત માટે ઓલિમ્પિક (Olympic)માં છ ગોલ સાથે ટોપ સ્કોરર હતા.
ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ત્રીજા સ્થાને પ્લેઓફમાં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો, જે ઓલિમ્પિકમાં 41 વર્ષ પછી હોકીમાં દેશનો પ્રથમ મેડલ છે. ભારતે ઓલિમ્પિકમાં કુલ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે.
ભારતે સૌપ્રથમ 1928 ઓલિમ્પિક રમતોમાં હોકીમાં ભાગ લીધો હતો. નેધરલેન્ડમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં આ દેશને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ભારતે 1932માં અમેરિકામાં અને 1936માં જર્મનીના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આઝાદી પછી ભારતે ઈંગ્લેન્ડમાં 1948 ઓલિમ્પિક, 1952માં ફિનલેન્ડ ઓલિમ્પિક અને પછી ઓસ્ટ્રેલિયામાં 1957 ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ જીતીને હેટ્રિક નોંધાવી હતી. આ પછી ભારતે 1964 અને 1980માં પણ ગોલ્ડ જીત્યો હતો.
આ પણ વાંચો : IND vs ENG: ભારતીય દિગ્ગજો માટે ‘મિશન લીડ્સ’ શરૂ, શું ટીમ ઇન્ડિયા 19 વર્ષ પછી હેડિંગ્લેમાં ઈતિહાસ રચશે ?
આ પણ વાંચો : Indian Cricketers : પોતાના દેશમાં તક ન મળી તો નિવૃત્તિ લીધી, હવે આ ભારતીય ક્રિકેટરો વિદેશ જઈને પોતાની તાકાત બતાવશે