IND vs ENG: ભારતીય દિગ્ગજો માટે ‘મિશન લીડ્સ’ શરૂ, શું ટીમ ઇન્ડિયા 19 વર્ષ પછી હેડિંગ્લેમાં ઈતિહાસ રચશે ?

ભારતે 5 મેચની સારિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે અને લીડ્સ ટેસ્ટમાં જીત સાથે ટીમ ઈન્ડિયા સીરિઝ હારના ખતરાને દૂર કરશે.

IND vs ENG: ભારતીય દિગ્ગજો માટે 'મિશન લીડ્સ' શરૂ, શું ટીમ ઇન્ડિયા 19 વર્ષ પછી હેડિંગ્લેમાં ઈતિહાસ રચશે ?
ભારતીય દિગ્ગજો માટે 'મિશન લીડ્સ' શરૂ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 8:57 AM

IND vs ENG:ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ (Indian cricket)ટીમ ઉંચાઈ પર છે. સીરિઝ (Series)માં બે મેચ પૂર્ણ થઈ છે અને બંનેમાં ટીમ ઈન્ડિયાએ મોટા ભાગનો સમય પ્રભુત્વ જાળવી રાખ્યું છે. નોટિંગહામ (Nottingham)માં વરસાદે વિજયની તક છીનવી લીધી,

ત્યારબાદ લોર્ડ્સ ટેસ્ટ (Lords Test)માં ટીમ ઈન્ડિયાએ હારની પરિસ્થિતિમાંથી જીતનો માર્ગ શોધી કાઢ્યો અને સફળતા હાંસલ કરી. હવે ટીમ સીરિઝમાં તેની લીડ બમણી કરવા માંગે છે અને આ હેતુ અને ધ્યેય માટે વિરાટ કોહલી (Virat Kohli)ના નેતૃત્વમાં ભારતીય ટીમ લીડ્સ પહોંચી છે, જ્યાં ત્રીજી ટેસ્ટ મેચ બુધવાર 25 ઓગસ્ટથી શરૂ થશે. ટીમ ઇન્ડિયાએ રવિવારે હેડિંગ્લે (headingley)મેદાન પર પ્રેક્ટિસ પણ કરી હતી.

લોર્ડ્સ ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમે થોડા દિવસો માટે બ્રેક લીધો અને શનિવારે લીડ્સમાં પગ મૂક્યો. રવિવારથી ટીમે હેડિંગ્લે મેદાનમાં પણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli), વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને સિનિયર ઓપનર (Senior opener) રોહિત શર્માથી લઈને જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીની ઝડપી બોલિંગ જોડી ઉપરાંત રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ નેટ્સમાં પરસેવો પાડ્યો હતો. વિકેટકીપર ઋષભ પંતે પણ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મિડલ ઓર્ડરથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા

આ ટેસ્ટ ભારતીય ટીમ (Indian team)ની બેટિંગ માટે ખૂબ મહત્વની છે, કારણ કે ટીમનો મિડલ ઓર્ડર અત્યાર સુધી ઉપયોગી યોગદાન આપી શક્યો નથી. જો કે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદીની ભાગીદારી સાથે ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં લઇ લીધી હતી

પરંતુ કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ સાથે મોટી ઇનિંગ્સ મેળવવામાં નિષ્ફળતાને કારણે ચિંતા યથાવત છે. પૂજારા અને રહાણે લીડ્સમાં બીજી ઇનિંગ્સથી મેળવેલા આત્મવિશ્વાસને ચાલુ રાખવા માંગે છે, જ્યારે કોહલી તેમની શરૂઆતને મોટા સ્કોરમાં બદલવા માંગે છે.

2002 પછી પ્રથમ વખત ટીમ ઇન્ડિયા હેડિંગલી ખાતે

ટીમ ઈન્ડિયા અત્યારે સીરિઝમાં અગ્રેસર છે અને કેપ્ટન કોહલીની નજર લીડ્સ ટેસ્ટમાં જીત સાથે સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવવા પર છે. ભારતે છેલ્લે 2002 માં હેડિંગ્લે ખાતે ટેસ્ટ રમી હતી. ત્યારબાદ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ ભારત માટે સદી ફટકારી હતી. જોકે, ત્યાર બાદ ભારતને આ મેદાન પર કોઈ મેચ રમવાની તક મળી નથી અને વર્તમાન ટીમના કોઈ ખેલાડીને આ ગ્રાઉન્ડ પર ટેસ્ટ રમવાનો અનુભવ નથી.

આ પણ વાંચો : BCCI નો આ નિર્ણય ટીમ ઇન્ડિયાને વિશ્વની સૌથી મજબૂત ટીમ તરીકે રાખવા માટે યોગ્ય છે, આ અનુભવી ક્રિકેટરે કરી પ્રશંસા

g clip-path="url(#clip0_868_265)">