Tokyo Olympics: કોરોના સંક્રમણને લઈ ઓલિમ્પિકમાંથી આ દેશ થયો બહાર, ટોક્યોમાં 2000 નવા કેસ સામે આવ્યા

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભાગ લેવા માટે ટોક્યો પહોંચેલા કેટલાક ખેલાડીઓ પહેલા જ સંક્રમિત થઈ ચુક્યા હતા. જેને લઈને તેઓએ રમતોમાંથી પોતાનું નામ પરત લેવુ પડ્યુ હતુ.

Tokyo Olympics: કોરોના સંક્રમણને લઈ ઓલિમ્પિકમાંથી આ દેશ થયો બહાર, ટોક્યોમાં 2000 નવા કેસ સામે આવ્યા
Tokyo Olympics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 11:08 PM

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં કોરોના વાયરસના ખતરા વચ્ચે સ્પર્ધાઓ શરૂ થઈ ચૂકી છે. સૌથી મોટા રમતગમત કાર્યક્રમનું ઉદ્ઘાટન શુક્રવારે 23 જુલાઈએ થનાર છે. આમ હોવા છતાં રમત પર મહામારીનો પડછાયો ફરતો રહે છે. અત્યાર સુધી કેટલાક ખેલાડીઓ સંક્રમિત થવાના કિસ્સા બન્યા છે. તેઓએ રમતોમાંથી હટી જવુ પડ્યુ હતુ. પરંતુ હવે ઉદ્ઘાટન કાર્યક્રમના એક દિવસ પહેલા આફ્રિકન દેશ ગિની (Guinea)એ ઓલિમ્પિકમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગિનીએ એથ્લેટ્સના સ્વાસ્થ્યને ટાંકીને આ નિર્ણય લીધો છે. આ દરમિયાન 22 જુલાઈએ જાપાનની રાજધાનીમાં કોરોનાના 2000 જેટલા નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ છે. આ રોગચાળાને કારણે જાપાનની અંદરથી જ રમતોને રદ કરવા કે સ્થગિત કરવાની સતત માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ એમ છતાં, જાપાન સરકાર અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ રમતોત્સવનું આયોજન કરવાનું નક્કી કર્યું હતુ. જો કે, કોરોના મહામારીનો ખતરો માથે તોળાઈ રહ્યો છે. તેની કેટલીક અસર હજુ પણ દેખાય છે.

ગિનીના રમતગમત પ્રધાન સાનોયૂસી બંટામાએ રમતોથી હટી જવા માટે જણાવ્યુ હતુ. તેઓએ દેશના ઓલિમ્પિક સમિતિના પ્રમુખને સંબોધી પત્ર લખ્યો, જેમાં ઓલિમ્પિક રમતોથી હટી જવા માટે ઘોષણા કરી હતી. આ માટે તેઓએ કોરોના અને તેના ગંભીર વેરિએન્ટને જવાબદાર ઠેરવ્યો હતો. ગિની સરકારે કહ્યું કે તેમને તેના ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ગિનીના પાંચ ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર હતા.

જેમાંથી ફ્રી સ્ટાઈલ રેસલર ફાતોયૂમાટા યારી કામરા આ નિર્ણયથી નિરાશ થયો છે. ગિનીએ 11 વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. પરંતુ તે ક્યારેય મેડલ જીતી શક્યો નથી. ગિની પહેલા ઉત્તર કોરિયા પણ કોરોના વાયરસને કારણે ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર નીકળી ચુક્યુ હતુ.

ટોક્યોમાં કોરોના સંક્રમણનો વધારો

રમતોના યજમાન શહેર અને જાપાનની રાજધાની, ટોક્યોમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતા થઈ છે. ગુરુવારે, રાજધાનીમાં કોરોના વાયરસના 1,979 નવા કેસ નોંધાયા છે, જે 15 જાન્યુઆરીએ 2,044 નોંધાયા બાદ સૌથી વધુ કેસ છે. હાલના સમય માટે ટોક્યોમાં કટોકટીની સ્થિતિ લાદવામાં આવી છે, જે ઓલિમ્પિકના અંત પછી પણ ચાલુ રહેશે. કોરોના ચેપને રોકવા માટે ઓલિમ્પિકમાં દર્શકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ રમતો ખાલી સ્ટેડિયમમાં યોજાશે.

આ પણ વાંચો: Cricket: MS ધોની પોતાના કરિયરનો દુશ્મન હતો કે બીજુ કોઈ? પાર્થિવ પટેલે કર્યો ખુલાસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">