Tokyo Olympics 2020: કેમેરાનો તિરંદાજીમાં કરાશે અનોખો ઉપયોગ, ખેલાડીઓ પર રાખશે ખાસ પ્રકારે નજર

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઉપયોગમાં લેનારી ખાસ ટેકનિકનો વિશ્વ તિરંદાજી (World Archery)એ અગાઉ ટ્રાયલ કર્યો હતો. જોકે સ્ક્રિન પર તેને ક્યારેય દર્શાવવામાં આવ્યુ નહોતુ.

Tokyo Olympics 2020: કેમેરાનો તિરંદાજીમાં કરાશે અનોખો ઉપયોગ, ખેલાડીઓ પર રાખશે ખાસ પ્રકારે નજર
Deepika Kumari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:18 PM

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics) પહેલા ભારતની દિગ્ગજ મહિલા તિરંદાજ દિપીકા કુમારીથી આશાઓ બંધાયેલી છે. જેને લઈ દિપીકા કુમારી (Deepika Kumari) પર પણ દેશને સફળતા અપાવવાનું દબાણ હશે, જેને હળવુ રાખવા માટે પણ અનેક પ્રયાસો વિવિધ રીતે સ્વાભાવિક જ થતા હશે. ઓલિમ્પિકમાં ખેલાડી પર દબાણ કેટલુ છે, તેને નોકઆઉટ દરમ્યાન ટીવી પર લાઈવ નિહાળી શકાશે.

જાપાનની રાજધાનીમાં આગામી શુક્રવારથી આ ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. જેનો ઉપયોગ પ્રથમ વખત કરવામાં આવશે. વિશ્વ તિરંદાજીના અધિકારીએ બતાવ્યુ હતુ કે એક કેમેરા કંપનીની હ્રદયના ધબકારા માપવાની ટેકનીકને લાગુ કરાઈ છે. જે ટેકનીક આધારે પ્રથમ વખત કેમેરા દ્વારા તિરંદાજના હ્રદયની ધડકનોને માપવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જે ધબકારાઓને દર્શકોને સીધા પ્રસારણ મારફતે દર્શાવવામાં આવશે. સતત ત્રીજા ઓલિમ્પિકમાં દિપીકા ભાગ લઈ રહી છે અને મેડલ માટે પ્રબળ દાવેદાર મનાય છે. લંડન ઓલિમ્પિક દરમ્યાન દિપીકા નોકઆઉટના પ્રથમ તબક્કામાં જ બહાર થઈ ગઈ હતી. જ્યારે પાંચ વર્ષ પહેલા રિયો ઓલિમ્પિકમાં તે એક વખત ફરીથી દબાણને લઈ ત્રીજા તબક્કામાં સીધા સેટથી હારી ગઈ હતી.

ફક્ત દર્શક જોઈ શકશે

તીરંદાજોને જોકે આ આંકડા જોવા નહીં મળે કારણ કે આ ફક્ત ટીવીના દર્શકો માટે જ છે. મીડિયા રિપોર્ટનુસાર એક અધિકારીએ આ અંગે જાણકારી હતી. જે મુજબ કેમેરા રક્ત પ્રવાહમાં બદલાવથી ચહેરાની ત્વચાનો રંગ અને આકારના બદલાવ પર નજર રાખશે. જેના દ્વારા હ્રદયના ધબકારાને જાણી શકાશે અને તેનાથી તણાવનું સ્તર પણ જાણી શકાશે. જે ટેકનીક દર્શકોને દબાણનું સ્તર દર્શાવશે. જેમાં એ જાણવા મળશે કે નિર્ણાયક શોટ પહેલા તિરંદાજના તણાવનું લેવલ અને ધબકારા વધ્યા છે કે નહીં.

ટ્રાયલ કરવામાં આવી ચુક્યુ છે

વિશ્વ તિરંદાજીએ વ્યક્તિગત રુપે આ ટેકનીકનો ટ્રાયલ કર્યો હતો. જોકે સ્ક્રિન પર તેને ક્યારેય દર્શાવ્યુ નહોતુ. સાથે જ પ્રથમ વખત ક્વોલિફિકેશન દરમ્યાન સામાજીક અંતર બનાવવા માટે તમામ 64 તિરંદાજોને માટે અલગ અલગ લક્ષ્ય બનાવવામાં આવશે. અધિકારીએ બતાવ્યુ હતુ કે તિરંદાજી ઓલિમ્પિકમાં આ વખતે પ્રથમ રમત હશે કે જેમાં બાયોમેટ્રીક આંકડાનું સીધુ પ્રસારણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Cricket: આ અંગ્રેજ ખેલાડીએ ભારતને પ્રથમ વિશ્વકપ અપાવવા સૌથી વધારે વિકેટ ઝડપી રેકોર્ડ સર્જ્યો હતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">