ગુજરાત સરકારે હાલમાં જ વર્ષ 2022થી વર્ષ 2027 માટે નવી રમતગમત નીતિ (Sports Policy) જાહેર કરી છે, જેણે ગુજરાતમાં ભવિષ્યની સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ (Sports Ecosystme) માટેનો માર્ગ મોકળો કર્યો છે. આ નીતિનો ઉદ્દેશ ભારતમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમને વિકસાવવાનો અને પ્રોત્સાહન આપવાનો, રાજ્યમાંથી રમતવીરોની ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવાનો તથા ગુજરાતમાં સ્પોર્ટ્સ ટૂરિઝમને વિકસાવવાનો છે. જ્યારે આ નીતિ તમામ રમતપ્રેમીઓ અને રોકાણકારો માટે આશાસ્પદ છે, ત્યારે આ સ્પોર્ટ્સ ટેકનોલોજીના વિકાસ અને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સના પ્રોત્સાહનને બહાર પણ લાવશે.
હાલના બજેટમાં PM નરેન્દ્ર મોદીએ ભારતમાં ટેકનોલોજીની વૃદ્ધિનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સના વિકાસ માટે ટાસ્ક ફોર્સ બનાવવાની ખાતરી આપી હતી. જેથી ટેકનોલોજીની વૃદ્ધિ અને પ્રગતિ સાથે તાલમેળ સ્થાપિત થાય. ગુજરાતની નવી રમતગમત નીતિ એ દિશામાં વધુ એક પગલું છે, જેમાં સ્પોર્ટ્સ ટેકનોલોજી માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. વેબ2માંથી વેબ3, મેટાવર્સ, વિકસતી બ્લોકચેઈન ટેક અને NFTs તરફ આગેકૂચ તમામ આશાસ્પદ પાસાં છે, જે રમતગમત સહિત વિવિધ ક્ષેત્રો સાથે પોતાને જોડે છે. નીતિ આને માન્યતા આપે છે અને ગુજરાતમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમને વધુ આગળ વધારવા એનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
ઉપરાંત આ નીતિ રમતગમત પર કેન્દ્રીત અદ્યતન સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેટર સ્થાપિત કરવાની ખાતરી આપે છે. સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ ઝડપથી આગેકૂચ કરી રહી છે અને ઈન્ક્યુબેટર એને વધારે અદ્યતન બનવામાં અને વધારે કાર્યદક્ષ સ્વરૂપો હાંસલ કરવામાં મદદરૂપ થશે. આ રમતપ્રેમીઓ, ઉદ્યોગસાહસિકો અને રમતવીરોને તેમના વિચારોને વેગ આપવા માર્ગદર્શન, ફંડ અને ઉચિત માળખું પ્રદાન કરશે.
સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સ આ પરિવર્તનમાં મોખરે છે અને સતત ઝડપથી આગેકૂચ કરી રહ્યા છે. સ્પોર્ટ્સ ટેક ઉદ્યોગનો મહત્વપૂર્ણ ભાગ ફેન્ટસી પ્લેટફોર્મ્સ રમતગમત સાથે જોડાણ વધારવામાં તેમજ રમત ગમતની જાણકારી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે એવી જાણકારી એફઆઈએફએસ – ડેલોઈટ્ટના 2022ના રિપોર્ટમાં આપવામાં આવી છે. એફએસ ઉદ્યોગ રૂ. 34,000 કરોડનું બજાર ધરાવે છે.
ગુજરાત સરકારની નવી નીતિ ગુજરાતમાં રમતગમત સાથે સંબંધિત માળખું વિકસાવવાની તરફેણમાં છે અને એના સકારાત્મક પરિણામો મળશે. આ નીતિ રગ્બી, બોલ હોકી, ઈસ્પોર્ટ્સ વગેરે જેવી ઓલિમ્પિક-સ્તરની વધારે રમતોને પ્રોત્સાહન આપીને રાજ્યમાં વધારે રમતગમતોને પ્રોત્સાહન આપવાની દિશામાં ઉચિત પગલું છે, જેથી અહીં ભવિષ્ય માટે સજ્જ રમતગમત યોજનાને વેગ મળશે.
સ્પોર્જોના સીઈઓ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટના પીઢ શ્રીનિવાસનનાં જણાવ્યા મુજબ “ગુજરાત સરકારની રમતગમત નીતિ આ દિશામાં એક ઉચિત પગલું છે. ગુજરાતની ભવિષ્ય માટે સજ્જ રમતગમત નીતિનો ઉદ્દેશ રગ્બી અને ઈસ્પોર્ટ્સ જેવી ભાગ્યે જ રમાતી રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે રમતગમતના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ રમતો આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે એવા રમતવીરો પેદા કરવાની સંભવિતતા ધરાવવાની સાથે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વ્યવસાયિકો માટે રોજગારીની બહોળી તકો પણ પ્રદાન કરશે.”
સ્ટાર્ટઅપ્સ માટે પ્રથમ પ્રકારનું સ્પોર્ટ્સ ઇન્ક્યુબેટરની જાહેરાત અને પ્રયાસો પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રવક્તાએ કહ્યું હતું કે, “અત્યારે રમત ગમતમાં રોકાણમાં અનેકગણો વધારો થયો છે. ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ્સ અને સ્પોર્ટ્સ ઇકોનોમીમાં તેમનું પ્રદાન ચોક્કસ અવગણી ન શકાય. ગુજરાત રાજ્ય સરકારનો સ્ટાર્ટઅપ્સ માટે પ્રેરક વાતાવરણ ઊભું કરવા માટેના નિર્ણયની પ્રશંસા કરવી જોઈએ, કારણ કે એનાથી રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન મળવાની સાથે રમતગમતના સર્વાંગી વિકાસને પણ મદદ કરવાની તક મળશે.”
આ પણ વાંચો : IPL 2022: રિષભ પંત અને અક્ષર પટેલ દિલ્હી ટીમ સાથે જોડાયા, 27 માર્ચે પહેલી મેચ
આ પણ વાંચો : IPL 2022: હાર્દિક પંડ્યા આઈપીએલમાં બોલિંગ કરશે કે નહીં, જાણો TV9 ગુજરાતીનો ખાસ અહેવાલ