AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: રિષભ પંત અને અક્ષર પટેલ દિલ્હી ટીમ સાથે જોડાયા, 27 માર્ચે પહેલી મેચ

IPLની 14મી સિઝન 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. રિષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ફ્રેન્ચાઇઝીએ અક્ષર પટેલને પણ જાળવી રાખ્યો છે.

IPL 2022: રિષભ પંત અને અક્ષર પટેલ દિલ્હી ટીમ સાથે જોડાયા, 27 માર્ચે પહેલી મેચ
Rishabh Pant and Akshar Patel (PC: Delhi Capitals)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 11:00 PM
Share

IPL 2022ની શરૂઆત 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તમામ મેચ મહારાષ્ટ્રમાં રમાશે. જેને પગલે નાના-મોટા તમામ ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઈઝી સાથે જોડાવા લાગ્યા છે. દિલ્હી કેપિટલ્સના સુકાની રિષભ પંત તથા ઓલરાઉન્ડર અક્ષર પટેલ બુધવારે તેની ફ્રેન્ચાઈઝી સાથે જોડાય ગયા છે. લીગમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાશે. ગયા વર્ષની ટાઈટલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ધોની એન્ડ કંપનીનો વિજય થયો હતો.

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, “રિષભ પંત, અક્ષર પટેલ, કેએસ ભરત, પૃથ્વી શો, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ મુંબઈની ટીમ હોટલમાં ટીમ સાથે જોડાઈ ગયા છે.”

મળતી માહિતી પ્રમાણે બેટ્સમેન પૃથ્વી શો, ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવને ત્રણ દિવસ માટે હોટલના તેમના રૂમમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. રિષભ પંત, અક્ષર પટેલ અને કે.એસ. ભરત એક બાયો બબલમાંથી બીજા બાયો બબલ તરફ આગળ વધી રહ્યા છે. તે અગાઉ શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમના બાયો બબલમાં હતો.

દિલ્હી કેપિટલ્સ ટીમ IPLમાં પોતાની પ્રથમ મેચમાં 27 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. ટીમના પૂર્વ સભ્ય શ્રેયસ અય્યર હવે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયા છે. તે આગામી સિઝનમાં આ ફ્રેન્ચાઈઝીની જવાબદારી સંભાળતો જોવા મળશે. રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ છે. આવી સ્થિતિમાં તે ફ્રેન્ચાઈઝીને પ્રથમ ટાઈટલ જીતવામાં મદદ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવશે. જ્યારે દિલ્હી ટીમમાં સહાયક કોચ તરીકે અજીત અગારકરની સાથે હવે શેન વોટસન પણ ટીમ સાથે જોડાય ગયા છે. ત્યારે ટીમને લીગમાં પહેલું ટાઇટલ જીતવા માટે વધુ અપેક્ષા છે.

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સના ચાહકો માટે સારા સમાચાર, હાર્દિક પંડ્યા આઈપીએલમાં રમશે અને બોલિંગ પણ કરી શકશે

આ પણ વાંચો : IPL 2022 માટે દક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે! બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં છૂટ મળી શકે છે

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">