ભારત માટે સૌથી વધુ 151 મેચ અને રેકોર્ડ 94 ગોલ કરનાર સુનીલ છેત્રીની શાનદાર કારકિર્દીનો અંત

કોલકાતાનું સોલ્ટ લેક સ્ટેડિયમ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીની છેલ્લી મેચ માટે સંપૂર્ણ રીતે ભરાઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા લગભગ 100 મિનિટ સુધી ચાલેલી મેચમાં એક પણ ગોલ કરવામાં સફળ રહી ન હતી અને છેત્રી અંતિમ મેચમાં ટીમને જીત ન અપાવી શક્યો. કોલકાતામાં ભારતના આ કરિશ્માઈ કેપ્ટનને દર્શકોને આંખોમાં આંસુ અને દિલમાં સન્માન સાથે યાદગાર વિદાઈ આપી હતી.

ભારત માટે સૌથી વધુ 151 મેચ અને રેકોર્ડ 94 ગોલ કરનાર સુનીલ છેત્રીની શાનદાર કારકિર્દીનો અંત
Sunil Chhetri
Follow Us:
| Updated on: Jun 06, 2024 | 10:27 PM

અનુભવી ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે થોડા દિવસ પહેલા તેની છેલ્લી મેચમાં હાર બાદ કહ્યું હતું કે – ‘દરેક પરીકથાનો અંત નથી હોતો’. તેનો અર્થ એ કે દરેક વાર્તાનો અંત સુખદ નથી હોતો. ભારતીય ફૂટબોલની સૌથી સુંદર કહાનીમાંની એક, ભારતીય ફૂટબોલના સૌથી તેજસ્વી સ્ટાર અને દિગ્ગજ કેપ્ટન સુનીલ છેત્રીની કારકિર્દી પણ આવી જ રીતે તેના અંત સુધી પહોંચી, જ્યાં તેને તે વિદાય મળી શકી ન હતી જેનો તે હકદાર હતો. ટીમ ઈન્ડિયા કુવૈત સાથે વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર મેચમાં જીત નોંધાવવામાં નિષ્ફળ રહી અને મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ.

સુનીલ છેત્રીની કારકિર્દીની છેલ્લી મેચ

છેલ્લા 19 વર્ષથી બ્લુ જર્સીમાં ટીમ ઈન્ડિયા માટે મેદાન પર પોતાનું લોહી અને પરસેવો આપી રહેલા સુનીલ છેત્રીએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે 6 જૂન પછી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર કાયમ માટે બ્રેક લગાવી દેશે. આવી સ્થિતિમાં, આ મેચ પ્રશંસકો અને ટીમ ઈન્ડિયા માટે પહેલાથી જ ભાવુક બની ગઈ હતી, પરંતુ વર્લ્ડ કપ ક્વોલિફિકેશનના આગલા રાઉન્ડમાં પહોંચવા માટે જીતવું પણ મહત્વપૂર્ણ હતું.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

છેલ્લી મેચમાં નિરાશા

ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીની આ મેચ માટે કોલકાતાનું આખું સોલ્ટ લેક સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું હતું, જેણે લગભગ 5 વર્ષ પહેલા એક વીડિયો બનાવી ચાહકોને ટીમ ઈન્ડિયાની મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાની અપીલ કરી હતી. છેત્રીના દરેક ટચ, પાસ અને શોટ સાથે ચાહકોનો ઘોંઘાટ વધી રહ્યો હતો. તેમજ ટીમ ઈન્ડિયાના ગોલ કરવાના દરેક પ્રયાસને સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કમનસીબે ટીમ ઈન્ડિયા લગભગ 100 મિનિટ સુધી ચાલેલી મેચમાં એક પણ ગોલ કરવામાં સફળ રહી ન હતી. ઘણી વખત પોતાના ગોલથી ટીમને જીત અપાવનાર કેપ્ટન છેત્રી પણ આ વખતે મદદ કરી શક્યો નહીં.

મેચ 0-0થી ડ્રો

કુવૈતે પણ ઘણા પ્રયાસો કર્યા હતા, જેને ઘણી વખત મજબૂત ડિફેન્સ દ્વારા અને ક્યારેક ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુએ પોતાના દમ પર નિષ્ફળ બનાવ્યા હતા. આખરે મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ અને રેફરીની અંતિમ વ્હિસલ સાથે છેત્રી સહિત તમામ ભારતીય ખેલાડીઓના ચહેરા નિરાશાથી ભરાઈ ગયા.

ભારતીય પ્રશંસકો ભાવુક થયા

મેચ સમાપ્ત થઈ ગઈ પરંતુ આ પછી સૌથી મુશ્કેલ સમય શરૂ થયો કારણ કે સ્ટેડિયમમાં હાજર દરેક ભારતીય પ્રશંસક ભાવુક હતા. તેની સામે સ્ટાર ખેલાડી અને કરિશ્માઈ કેપ્ટન છેત્રી છેલ્લી વખત મેદાન પર જોવા મળ્યો હતો. છેત્રીએ પણ પોતાના આંસુ પર કાબૂ રાખ્યો અને હાથ મિલાવીને તમામ ખેલાડીઓને ગળે લગાડ્યા પછી તે આખા મેદાનની આસપાસ ફર્યો અને તેની કારકિર્દીની આ અંતિમ યાત્રામાં તેની સાથે જોડાવા બદલ તમામ ચાહકોનો આભાર માન્યો. ઘણા ચાહકોની આંખોમાં આંસુ દેખાતા હતા.

ફૂટબોલ ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો

આ પછી લગભગ 19 વર્ષ સુધી રાષ્ટ્રીય ટીમ માટે રમનાર 39 વર્ષીય છેત્રીને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ઈસ્ટ બંગાળ અને મોહન બાગાન જેવી પ્રખ્યાત ફૂટબોલ ક્લબ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. છેત્રીએ કોલકાતાની આ બંને દિગ્ગજ ક્લબ સાથે તેની લાંબી કારકિર્દીમાં ઘણા વર્ષો વિતાવ્યા હતા. છેલ્લા 12 વર્ષથી ભારતીય ટીમના કેપ્ટન રહેલા છેત્રીએ દેશ માટે સૌથી વધુ 151 મેચ રમી હતી અને રેકોર્ડ 94 ગોલ કર્યા હતા.

આ પણ વાંચો : જે IPL 2024ની કુલ 74 મેચોમાં જોવા મળ્યું એ T20 વર્લ્ડ કપની માત્ર 8 મેચમાં જ થઈ ગયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
વઢવાણનો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ થયો ધબાય નમ: -VIDEO
વઢવાણનો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ થયો ધબાય નમ: -VIDEO
શું તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? ખરાબ થઈ જશે રેફ્રિજરેટર
શું તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? ખરાબ થઈ જશે રેફ્રિજરેટર
ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો
ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો
રાજકોટની કસ્તુરબાધામના વિદ્યાર્થીઓ બે વર્ષથી ખુલ્લી લોબીમાં ભણવા મજબુર
રાજકોટની કસ્તુરબાધામના વિદ્યાર્થીઓ બે વર્ષથી ખુલ્લી લોબીમાં ભણવા મજબુર
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
રથયાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા- Video
રથયાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા- Video
કોંગ્રેસની ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃગોહીલ
કોંગ્રેસની ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃગોહીલ
અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 24 થી 28 કલાક ગુજરાત માટે અતિ ભારે
અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 24 થી 28 કલાક ગુજરાત માટે અતિ ભારે
g clip-path="url(#clip0_868_265)">