Super League Kerala: કોચીમાં સુપર લીગ કેરાલાની શાનદાર શરૂઆત, ફૂટબોલના નવા યુગની શરૂઆત

|

Sep 10, 2024 | 10:32 PM

કોચીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે સુપર લીગ કેરાલા (SLK) ની પ્રથમ સિઝનનું શાનદાર શરૂઆત થઈ હતી. પહેલી જ મેચમાં મોટી સંખ્યામાં ફેન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. કેરળમાં ફૂટબોલના નવા યુગની શરૂઆત છે.

Super League Kerala: કોચીમાં સુપર લીગ કેરાલાની શાનદાર શરૂઆત, ફૂટબોલના નવા યુગની શરૂઆત
Super League Kerala

Follow us on

શનિવાર, 7 સપ્ટેમ્બર, 2024ના રોજ કોચીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે સુપર લીગ કેરાલા (SLK) ની પ્રથમ સિઝનનું શાનદાર ઉદ્ઘાટન થયું હતી. પ્રથમ સિઝનની પહેલી મેચમાં ફોર્કા કોચી એફસી અને મલપ્પુરમ એફસી વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો. આ પ્રસંગે સુપર લીગ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ફિલ્મ કલાકારો અને ક્લબના માલિકો પૃથ્વીરાજ અને આસિફ અલી તેમજ પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. પહેલી મેચ રોમાંચ અને ઉત્સાહથી ભરપૂર રહી હતી. આ ટુર્નામેન્ટની સૌપ્રથમ મેચમાં મલપ્પુરમ એફસીએ ફોર્કા કોચી એફસીને 2-0થી હરાવી શાનદાર જીત હાંસલ કરી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કોચી અને મલપ્પુરમ બંને ટીમના સમર્થકોએ તેમની મનપસંદ ટીમના ખેલાડીઓનું જોરદાર સ્વાગત કર્યું હતું. મેચ દરમિયાન ફેન્સનો ઉત્સાહ જોરદાર હતો. ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ, સ્ટીફન દેવસી, શિવમણી, ડબ્ઝી, ડીજે સવ્યો અને ડીજે શેખરના પર્ફોમન્સથી પ્રેક્ષકો મોહિત થઈ ગયા હતા.

સુપર લીગ કેરાલામાં રાજ્યના વિવિધ પ્રદેશોમાંથી છ ફ્રેન્ચાઈઝીઓ ભાગ લઈ રહી છે, જે કેરળમાં ફૂટબોલ પ્રત્યેના જુસ્સાને ફરીથી પ્રજ્વલિત કરશે. આ લીગનો હેતુ સ્થાનિક પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટાર્સની સાથે તેમનું કૌશલ્ય દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને આ પ્રદેશમાં રમતના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સુપર લીગ કેરાલાની મેચો ચાર સ્થળો કોચી, કોઝિકોડ, મલપ્પુરમ અને તિરુવનંતપુરમમાં યોજવામાં આવશે.

 

મહિન્દ્રા સુપર લીગ કેરાલાનું ટાઈટલ સ્પોન્સર છે. SLK પુરુષોની ફૂટબોલ લીગ છે, જે ભારતીય ફૂટબોલ લીગ સિસ્ટમથી અલગ છે, અને પ્રમોશન અથવા રેલિગેશન નીતિઓનું પાલન કરતી નથી. લીગનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ફૂટબોલ અંગે ક્રાંતિ લાવવાનો છે. જે અંતર્ગત કેરળના 100 થી વધુ આશાસ્પદ યુવા ફૂટબોલરોને SLK ટીમના માલિકો દ્વારા વિશ્વ-કક્ષાની તાલીમ અને સ્પર્ધાત્મક ગેમનો અનુભવ પ્રાપ્ત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે, જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ બંનેમાં તેમની કારકિર્દીના દરવાજા ખોલશે.

સુપર લીગ કેરાલા રમતગમત, મનોરંજન, બિઝનેસ, પ્રવાસન સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર તકો ઊભી કરવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટથી માત્ર છ ફ્રેન્ચાઈઝીના  પ્રદેશોને જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોને પણ ફાયદો થશે. આ ટુર્નામેન્ટના આયોજનથી કેરળના સામાજિક-આર્થિક માળખાને મજબૂતી મળશે.

SLKનું મિશન સ્પષ્ટ છે, કેરળની ફૂટબોલ સંસ્કૃતિને પુનઃવ્યાખ્યાયિત કરવી, રાજ્યમાંથી ઉભરતી પ્રતિભાઓ માટે પ્લેટફોર્મ પ્રદાન કરવું, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના ફૂટબોલ-પ્રેમી દેશોના ખેલાડીઓ, ફેન્સ અને ટીમોને આકર્ષિત કરવા. આવા મહત્વાકાંક્ષી ધ્યેયો સાથે, સુપર લીગ કેરાલા ફૂટબોલના નવા યુગની કેરળમાં શરૂઆત કરશે.

Next Article