Shanky Dance In WWE: વર્તમાન WWE ચેમ્પિયનની ગર્લફ્રેન્ડ ભારતીય સુપરસ્ટારની દિવાની બની, સાથે ડાન્સ કર્યો, વીડિયો થયો વાયરલ

|

Jun 05, 2022 | 4:28 PM

WWE : શૈંકીના ડાન્સ (Shanky Dance) વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સામંથા ઈરવિન પણ શૈંકી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Shanky Dance In WWE: વર્તમાન WWE ચેમ્પિયનની ગર્લફ્રેન્ડ ભારતીય સુપરસ્ટારની દિવાની બની, સાથે ડાન્સ કર્યો, વીડિયો થયો વાયરલ
Shanky Dance (PC: Twitter)

Follow us on

ભારતીય રેસલર્સ ફરી એકવાર WWE માં જોવા મળી રહ્યા છે. શૈંકી (Dilsher Shanky) એ ઘણા દિગ્ગજોને હરાવીને ચેમ્પિયનશિપ જીતી છે. રિંગની અંદર મેચ જીતવાની સાથે તે રિંગની બહાર પોતાના ડાન્સથી ચાહકોનું દિલ જીતી રહ્યો છે. આ અઠવાડિયે પણ તેણે પોતાના ડાન્સથી બધાના દિલ જીતી લીધા હતા. વર્તમાન આઈસી ચેમ્પિયનની ગર્લફ્રેન્ડ સામંતા ઈરવિન (Samantha Irvin) પણ તેના પ્રેમમાં પડી ગઈ છે અને આ વખતે તેણે શૈંકી સાથે શાનદાર ડાન્સ કર્યો હતો. બંનેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ અઠવાડિયે જિન્દર મહેલની મેચ દરમિયાન શૈંકીએ તેના ડાન્સ મૂવ્સને ફ્લોન્ટ કર્યા હતા અને આ વખતે તેની સાથે સામંથા ઇરવિન જોડાઇ હતી. જોકે જિન્દર મહેલને આ પસંદ ન આવ્યું અને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો હતો.

પહેલા સેક્સ, પછી લગ્ન ! ભારતના આ ગામમાં અજીબો-ગરીબ પરંપરા
ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી

શૈંકીના કારણે જિન્દર મહલ મેચ હારતા બચી ગયો હતો

જિન્દર મહેલ (Jinder Mahal) એ આ અઠવાડિયે સ્મેકડાઉન (Smack Down) પર મેચ પહેલા શૈંકીને ડાન્સ (Shanky Dance) કરવાની મનાઈ કરી હતી. પરંતુ શૈંકી પોતાની જાતને રોકી શક્યો ન હતો અને મૅચ દરમિયાન ઘણી વખત ડાન્સ કર્યો હતો. તેના ડાન્સને કારણે મહલનું ધ્યાન ભટકાઈ ગયું હતું અને તે મેચ હારવાની અણી પર હતો. ત્યારબાદ શૈંકીએ તેની મદદ કરી રેફરીને તેની વાતમાં ફસાવી દીધો અને મહેલને પરત ફરવાની તક આપી હતી. ત્યારબાદ જિન્દર મહલે હમ્બર્ટોને હરાવી મેચ જીતી લીધી હતી.

 

મેચ પૂરી થયા બાદ શૈંકીએ ભાંગડા કરવાનું શરૂ કર્યું અને જિન્દર મહલને પણ સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહલ ગુસ્સે થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ શૈંકીએ રિંગ ઇન્યુનન્સ સામંથા ઇર્વિન (Samantha Irvin) ની સામે ડાન્સ કરવાનું શરૂ કર્યું અને સામંથા પણ તેમાં જોડાઈ હતી. શૈંકીએ ગયા અઠવાડિયે પણ ઇરવિનની સામે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

ચાહકોને પંસદ આવી રહ્યો છે શૈંકીનો નવો રુપ

શૈંકી(Dilsher Shanky) નો અત્યાર સુધી WWE માં માત્ર કિલર તરીકે ઉપયોગ થતો હતો. પરંતુ હવે તે ચાહકોને જોરદાર મજા આપી રહ્યો છે. તેની ફની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. વીર મહાન RAW માં અદ્ભુત કામ કરી રહ્યો છે અને શૈંકી તેના ડાન્સથી ચાહકોના દિલ જીતી રહ્યો છે. તેની લોકપ્રિયતા વધી રહી છે અને તે આવનારા સમયમાં એક મોટો સુપરસ્ટાર બની શકે છે.

Next Article