Paris Olympics 2024: રાત્રે બોયફ્રેન્ડ સાથે બહાર જવું આ ખેલાડીને ભારે પડ્યું, પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરવામાં આવી
પેરિસમાં ચાલી રહેલ ઓલિમ્પિક ગેમ્સમાં એક મહિલા એથ્લેટને તેના બોયફ્રેન્ડ સાથે પરવાનગી વિના બહાર જવું ભારે પડ્યું હતી. આ હરકત બદલ પેરિસ તેને ઓલિમ્પિકમાંથી જ બહાર કરી દેવામાં આવી છે. તેને બાકાત રાખવાનો નિર્ણય ઓલિમ્પિક સમિતિએ લીધો છે.
એક મહિલા એથ્લેટને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર ફેંકી દેવામાં આવી કારણ કે તે રાત્રે ઓલિમ્પિક વિલેજની બહાર તેના બોયફ્રેન્ડ સાથે ગઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ બ્રાઝિલની મહિલા સ્વિમર એના કેરોલિના વિએરાની, જેની પેરિસ ઓલિમ્પિકમાં સફરનો અંત આવી ગયો છે. બ્રાઝિલની ઓલિમ્પિક સમિતિ દ્વારા અના કેરોલિના વિયેરાને ઓલિમ્પિક 2024માંથી બાકાત રાખવામાં આવી છે.
બ્રાઝિલની સ્વિમર બોયફ્રેન્ડ સાથે બહાર ફરતી ઝડપાઈ
જો એના કેરોલિના વિએરા પરવાનગી લઈ ઓલિમ્પિક વિલેજની બહાર ગઈ હોત તો તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી ન હોત. પરંતુ, તેણે તેમ ન કર્યું. ઉલટું, જ્યારે તે ઓલિમ્પિક્સ વિલેજમાં પરત ફરી, ત્યારે તે કોચ પર ગુસ્સે થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં મામલો બ્રાઝિલની ઓલિમ્પિક સમિતિ સુધી પહોંચ્યો હતો. જેમણે તુરંત જ કેરોલિનાને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો.
બ્રાઝિલની ઓલિમ્પિક સમિતિએ કરી બહાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાઝિલની મહિલા સ્વિમર સાથે જોડાયેલી આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. બીજા જ દિવસે, અન્ના કેરોલિનાએ 4×400 મીટર ફ્રી સ્ટાઇલ રિલે ઈવેન્ટમાં ભાગ લેવાનો હતો. તેણે મેચમાં ભાગ લીધો હતો, જ્યાં તેનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. તે 12મા સ્થાને રહી હતી.
બોયફ્રેન્ડ સામે કોઈ કાર્યવાહી નહીં
એના કેરોલિનાની જેમ તેનો બોયફ્રેન્ડ ગેબ્રિયલ સાન્તોસ પણ પેરિસ ઓલિમ્પિકમાં બ્રાઝિલનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તે મેન્સ ટીમની 4×100 ફ્રીસ્ટાઈલ ઈવેન્ટ પણ જીતી શક્યો ન હતો. જોકે, કેરોલિનાની જેમ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી કારણ કે તેણે માફી માંગી લીધી હતી. સ્વિમિંગ ટીમના વડા ગુસ્તાવો ઓત્સુકાએ એના કેરોલિનાને લઈને બ્રાઝિલની ઓલિમ્પિક સમિતિનો સંપર્ક કર્યો હતો. ગુસ્તાવો ઓત્સુકાએ કહ્યું કે કેરોલિનાએ ટીમ લીડના ટેકનિકલ નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
બ્રાઝિલ સ્વિમિંગ ટીમના વડાની સ્પષ્ટ વાત
કેરોલિના સામેની કાર્યવાહી બાદ બ્રાઝિલની સ્વિમિંગ ટીમના વડા ગુસ્તાવો ઓત્સુકાએ એક અલગ નિવેદન જારી કરીને કહ્યું કે અમે બ્રાઝિલના 20 કરોડ કરદાતાઓ વતી રમવા આવ્યા છીએ. અમે અહીં રજા માણવા આવ્યા નથી. તે સ્પષ્ટ છે કે ટીમ માટે, રમત અને શિસ્ત પહેલા અને અન્ય વસ્તુઓ પછી આવે છે.
આ પણ વાંચો: Paris Olympics 2024 : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી