Video: નીરજ ચોપરાએ જેવલિનને બદલે તેના ફ્રેન્ડને થ્રો કર્યો, જુઓ વીડિયો

નીરજ ચોપરાએ ગયા અઠવાડિયે ડાયમંડ લીગમાં ઐતિહાસિક ખિતાબ જીત્યો હતો અને આ સાથે તેણે સિઝનનો અંત કર્યો હતો.નીરજ ચોપરા હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં રજાઓનો આનંદ માણી રહ્યો છે. તેના શાનદાર વીડિયો અને ફોટો શેર કર્યા છે.

Video: નીરજ ચોપરાએ જેવલિનને બદલે તેના ફ્રેન્ડને થ્રો કર્યો, જુઓ વીડિયો
Video: નીરજ ચોપરાએ જેવલિનને બદલે તેના ફ્રેન્ડને થ્રો કર્યો, જુઓ વીડિયોImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 3:00 PM

Video: સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra)ને આજે સૌ કોઈ ઓળખે છે. ગત્ત વર્ષે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચનાર નીરજ ચોપરા સતત પોતાના ભાલાથી કમાલ કરે છે. આ સાથે ભારતના રમત પ્રેમીઓ વચ્ચે તેની લોકપ્રિયતા દિવસને દિવસે વધી રહી છે આ જ કારણ છે નીરજ વિશે લોકોને જાણવાની ઉત્સુક્તા વધતી રહે છે. નીરજ ચોપરાનો હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છેજેને જોઈ તમે હસીને લોથપોથ થઈ જશો.

સ્વિટ્ઝર્લૅન્ડમાં રજાઓ

ગત્ત અઠવાડિયે ઝ્યુરિખમાં ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ એથલીટ બન્યો છે. નીરજ ચોપરા હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં રજાઓનો આનંદ માણી રહ્યો છે. ડાયમંડ લીગમાં સફળતા મળ્યા બાદ નીરજ ચોપરાએ પોતાની સફળતાને પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે, વર્ષની અન્ય કોઈ પ્રતિસ્પર્ધામાં ભાગ લેશે નહીં, ફરી ટ્રેનિંગ શરુ કરતા પહેલા નીરજ ચોપરા રજાઓ માણવા ફરવા નીક્ળ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મિત્રો સાથે મસ્તી કરી

નીરજ ચોપરા ખુદ સ્વિટ્ઝર્લૅન્ડની સફળની મજા લઈ રહ્યો છે સાથે ચાહકો સાથે તેની સ્વિટ્ઝર્લૅન્ડની મસ્તીના વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે. આવો જ એક વીડિયો નીરજે 14 સપ્ટેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે તેના કેટલાક મિત્રો સાથે ફરી રહ્યો છે. નીરજના હાથમાં જેવલિનની જગ્યાએ કેમેરો હતો. તેના કેમેરાને ફેંકવાને બદલે નીરજે ભાલા ફેંકની સ્ટાઈલમાં દોડી તેના એક મિત્રને દિવાલ પર ફેંકે છે.

આટલું જ નહીં નીરજે આ દરમિયાન બરફીલા પહાડ પર સ્કીઈંગ કાર્ટમાં બેસીને મસ્તી પણ કરી હતી. આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલા નીરજે પોતાનો સ્કાયડાઈવિંગ કરતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, તે બરફીલા પહાડ પર તેના ભાલા સાથે દેખાતો પણ જોવા મળ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">