Kheda : ગુજરાતની વોટરપોલો ટીમ નેશનલ ગેમ્સમાં પ્રથમ વખત લેશે ભાગ, નડિયાદ સ્પોર્ટ્સ સંકુલમાં ખેલાડીઓ લઇ રહ્યા છે તાલીમ

|

Sep 19, 2022 | 2:29 PM

ગુજરાતની (Gujarat) વોટરપોલો ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં (National Games) ભાગ લેશે. જેને લઇને ગુજરાતની વોટર પોલો ટીમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Kheda : ગુજરાતની વોટરપોલો ટીમ નેશનલ ગેમ્સમાં પ્રથમ વખત લેશે ભાગ, નડિયાદ સ્પોર્ટ્સ સંકુલમાં ખેલાડીઓ લઇ રહ્યા છે તાલીમ
ગુજરાતની વોટર પોલો ટીમમાં નેશનલ ગેમ્સમાં ભાગ લેવાને લઇને ઉત્સાહ

Follow us on

ગુજરાતમાં (Gujarat) 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર-2022 દરમિયાન પ્રથમ વખત યોજાનારી નેશનલ ગેમ્સનું (National Games) કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. નેશનલ ગેમ્સના પ્રારંભ પૂર્વે સમગ્ર રાજ્યમાં સ્થાનિક કક્ષાએ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 36મી નેશનલ ગેમ્સનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે આ નેશનલ ગેમ્સમાં ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમવાર ભાગ લેશે. ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ નગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલમાં ટ્રેનિંગ લઇ રહેલા 21 ખેલાડી નેશનલ ગેમ્સમાં ભાગ લેવાના છે.

ઓલમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલમાં ખેલાડીઓની તાલીમ

આગામી 36મી નેશનલ ગેમ્સનું આયોજન રાજકોટ ખાતે થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લેશે. જેને લઇને ગુજરાતની વોટર પોલો ટીમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  નડિયાદ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પુલ ૫૨ ચાલી રહેલા કેમ્પમાં 21 ખેલાડીને ભારતીય વોટરપોલો ટીમના પૂર્વ ખેલાડી કોચ મયંક પટેલ, અલ્પેશ પટેલ, સ્નેહલ શાહ સહિતના સઘન તાલીમ આપી રહ્યાં છે. 25×50 મીટરનો આ સ્વિમિંગ પુલ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટેની ક્ષમતા ધરાવે છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા કટિબદ્ધતા

નડિયાદ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પુલની વિશેષતા જણાવતા કોચ મયંક પટેલે કહ્યુ હતુ કે, ફિલ્ટર પ્લાન્ટ, મસાજ સેન્ટર, હેલ્થ અને ન્યુટ્રીશન ગાઈડન્સની સુવિધાઓથી સજ્જ આ સંકુલ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા કટિબદ્ધ છે. વોટરપોલો રમત ફુટબોલની જેમ રમાતી હોય છે પરંતુ તફાવત એટલો છે કે આ રમત પાણીમાં રમાય છે. વોટરપોલોમાં બોલથી પ્લેયર ગોલ કરે છે. રમતમાં એક ટીમમાં કુલ 13 ખેલાડીઓ હોય છે જેમાંથી 7 ખેલાડી રમત રમે છે જ્યારે અન્ય ખેલાડી અવેજ રહે છે. રમતમાં આઠ-આઠ મિનિટના ચાર રાઉન્ડ રમાડવામાં આવે છે અને જે ટીમ વધારે ગોલ કરે ટીમ વિજેતા બને છે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

25 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ટીમની થશે જાહેરાત

ઉલ્લેખનીય છે કે ઘરઆંગણે યોજાઇ રહેલી આગામી નેશનલ ગેમ્સમાં વોટરપોલોમાં શાનદાર પ્રદર્શન કરવા ખેલાડીઓએ પણ સઘન પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. રાજ્યના વોટરપોલો ખેલાડીઓ માટે નડિયાદ નગરપાલિકાનું સ્પોર્ટ્સ સંકુલ બન્યું ટ્રેનિંગ સેન્ટર બન્યુ છે. 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમ વખત ભાગ લેશે. આગામી 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના 13 ખેલાડીની વોટરપોલો ટીમ જાહેર કરવામાં આવશે.

Published On - 7:24 am, Fri, 16 September 22

Next Article