AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડ સામે આજે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે ભારત, જાણો ક્યાં જોઈ શકો છો મેચનું લાઈવ સ્ટ્રીમિંગ

ટોક્યો ઓલિમ્પિકમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતનું સપનું તોડી નાખ્યું હતું. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા ટીમને (Indian Women Hockey Team) ઈંગ્લિશ ટીમે હાર આપી હતી.

ઈંગ્લેન્ડ સામે આજે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે ભારત, જાણો ક્યાં જોઈ શકો છો મેચનું લાઈવ સ્ટ્રીમિંગ
HockeyImage Credit source: Hockey India Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 4:56 PM
Share

ભારતીય મહિલા ટીમ (Indian Women Hockey Team) રવિવારે ઈંગ્લેન્ડ સામે વિમેન્સ હોકી વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. વર્લ્ડ કપ માટે 16 ટીમો ક્વોલિફાય થઈ છે અને 4-4 ટીમોના 4 ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ભારતીય ટીમ પૂલ બીમાં છે જેમાં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ચીન પણ સામેલ છે. ભારતીય ટીમ રાની રામપાલ વિના મેદાનમાં ઉતરશે, જેણે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. રામપાલની ગેરહાજરીમાં ગોલકીપર સવિતા પુનિયાના હાથમાં ટીમની જવાબદારી આપવામાં આવી છે.

હિસાબ પૂરો કરવા માટે ઉતરશે ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયા 3 જૂને ઈંગ્લેન્ડ સામે તેની ઓપનિંગ મેચ રમશે. ટીમની કોશિશ ઈંગ્લેન્ડ સામેની ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં મળેલી હારનો હિસાબ પૂરો કરવાનો પણ છે. ઈંગ્લેન્ડ પછી ભારતીય ટીમ 5 જુલાઈએ ચીન સામે રમશે અને ત્યારબાદ તેની છેલ્લી ગ્રુપ મેચમાં 7 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો

India vs England વચ્ચે વિમેન્સ હોકી વર્લ્ડ કપની મેચ ક્યારે રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 જુલાઈ રવિવારે નેધરલેન્ડ્સના વેગનર સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે.

FIH Women’s World Cup મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

વિમેન્સ હોકી વર્લ્ડ કપ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.

FIH Women’s World Cup ની મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

વિમેન્સ હોકી વર્લ્ડ કપ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotsar પર થશે.

વર્લ્ડ કપ માટે ભારતીય સ્ક્વોડ

ગોલકીપર: સવિતા પુનિયા, બિચુ દેવી ખરીબામ

ડિફેન્ડર: દીપ ઈક્કા, ગુરજીત કૌર, નિક્કી પ્રધાન, ઉદીતા

મિડફિલ્ડર્સ: નિશા, સુશીલ ચાનુ, મોનિકા, નેહા, જ્યોતિ, નવજોત કૌર, સોનિકા, સલીમા ટેટે

ફોરવર્ડઃ વંદના કટારિયા, લાલરેમસિયામી, નવનીત કૌર, શર્મિલા દેવી

g clip-path="url(#clip0_868_265)">