AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: વિરાટ કોહલીનો ‘લીડર’ અવતાર ફરી જોવા મળ્યો, કેપ્ટન બુમરાહ સાથે કર્યું મેદાનમાં ‘પ્લાનિંગ’

Cricket : પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર મેદાન પર એક્શન મોડમાં જોવા મળ્યો. વિરાટ કોહલી આ મેચમાં કેપ્ટન જસપ્રિત બુમરાહની સાથે મેદાનમાં સતત વાતો કરતો જોવા મળ્યો હતો અને સતત પોતાના ઇનપુટ્સ આપતો રહ્યો હતો.

Virat Kohli: વિરાટ કોહલીનો 'લીડર' અવતાર ફરી જોવા મળ્યો, કેપ્ટન બુમરાહ સાથે કર્યું મેદાનમાં 'પ્લાનિંગ'
Virat Kohli and Jasprit Bumrah (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 12:48 PM
Share

ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ડ્રાઈવિંગ સીટ પર છે. બેટિંગથી પહેલા રિષભ પંત (Rishabh Pant) અને રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ કમાલ કરી દીધી હતી. તો ત્યાર બાદ સુકાની જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) તેની ઘાતક બોલિંગ વડે ઇંગ્લિશ ટોપ ઓર્ડરનો નાશ કર્યો હતો. જસપ્રીત બુમરાહ પહેલીવાર ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. આ દરમિયાન ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) પણ મેદાન પર તેની મદદ કરતા જોવા મળ્યા હતા.

વિરાટ કોહલી (Virat Kohli) એ આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ તે ટીમનો સિનિયર ખેલાડી છે. નવા નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને આ મેચની કમાન સોંપવામાં આવી છે.

ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી ટીમના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહની મદદ માટે આગળ આવ્યો હતો. જ્યારે ભારતીય ટીમની ફિલ્ડિંગ ચાલી રહી હતી. તે સમયે વિરાટ કોહલી સુકાની જસપ્રીત બુમરાહ સાથે વારંવાર ચર્ચા કરતો જોવા મળ્યો હતો. ફિલ્ડ સેટિંગ હોય કે બોલિંગ ચેન્જ, વિરાટ કોહલી સતત તેના વતી ઇનપુટ્સ આપતો હતો.

વિરાટ કોહલી હંમેશા ટીમનો લીડર રહેશેઃ રાહુલ દ્રવિડ

તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડે પણ સ્પષ્ટ કર્યું હતું કે વિરાટ કોહલી હંમેશા ટીમનો લીડર રહેશે. રાહુલ દ્રવિડે કહ્યું હતું કે વિરાટનો રેકોર્ડ શાનદાર છે. તે લાખો લોકોને પ્રોત્સાહિત કરે છે. ટીમના વરિષ્ઠ ખેલાડી હોવાને કારણે તે નેતૃત્વ જૂથનો ભાગ છે.

તમને જણાવી દઇએ કે ભારતના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) માટે આ સિરીઝ ખાસ રહી છે. કારણ કે ગયા વર્ષે જ્યારે આ સિરીઝ થઈ હતી અને ભારતીય ટીમે 2-1 થી લીડ મેળવી હતી. ત્યારે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો. પરંતુ હવે જ્યારે સિરીઝની છેલ્લી મેચ થઈ રહી છે ત્યારે વિરાટ કોહલી કોઈપણ ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન નથી.

g clip-path="url(#clip0_868_265)">