AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wimbledon 2022: 10મી વાર ચોથા રાઉન્ડમાં પહોંચ્યો રાફેલ નડાલ, ત્રીજા રાઉન્ડમાં લોરેંજોને માત આપી

Wimbledon 2022: વિમ્બલ્ડન 2022ના ત્રીજા રાઉન્ડની મેચમાં રાફેલ નડાલે લોરેન્ઝો સોનેગોને 6-1, 6-2, 6-4થી હરાવ્યો હતો.

Wimbledon 2022: 10મી વાર ચોથા રાઉન્ડમાં પહોંચ્યો રાફેલ નડાલ, ત્રીજા રાઉન્ડમાં લોરેંજોને માત આપી
Rafael Nadal (PC: ATP Tour)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 2:13 PM
Share

વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડન ઓપન 2022 તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પુરુષ અને મહિલા કેટેગરીમાં અનેક અપટેસ સર્જાતા જોવા મળ્યા છે. ત્યારે આ વચ્ચે ટેનિસ જગતના સ્ટાર ગણાતા રાફેલ નડાલ (Rafael Nadal) શાનદાર પ્રદર્શન કરતા ફરી એકવાર વિમ્બલ્ડન 2022 (Wimbledon 2022) ના અંતિમ-16 માં પહોંચી ગયો છે. વિમ્બલડન 2022 ના ત્રીજા રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરતા રાફેલ નડાલે ઇટાલીના લોરેન્ઝો સોનેગો (Lorenzo Sonego) ને સીધા સેટમાં માત આપી હતી અને ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો હતો.

આ 10મી વખત છે જ્યારે તે વિમ્બલ્ડનના અંતિમ-16 માં પહોંચ્યો છે. મહત્વનું છે કે રાફેલ નડાલ પણ બે વખત વિમ્બલ્ડન ટાઈટલ જીતી ચૂક્યો છે. તે 2008 અને 2010 માં વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો હતો. આ વખતે પણ તે અહીં જીતવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યો છે.

બીજા ક્રમાંકિત રાફેલ નડાલે ત્રીજા રાઉન્ડની મેચમાં લોરેન્ઝો સોનેગોને 6-2, 6-1, 6-4 થી હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડની આ મેચમાં લોરેન્ઝો સોનેગો કોઈ સ્પર્ધા આપી શક્યો ન હતો. ત્રીજા સેટ દરમિયાન તે સેન્ટર કોર્ટની છતને ઢાંકવા માટે રોકાઈ ગયો અને મેચ પછી પુનરાગમનના સંકેતો આપ્યા હતા. પરંતુ રાફેલ નડાલે તરત જ બેક ટુ બેક પોઈન્ટ સાથે મેચ જીતી લીધી હતી. લોરેન્ઝો ગત વખતે વિમ્બલ્ડનના ચોથા રાઉન્ડમાં પહોંચી શક્યો હતો.

રાફેલ નડાલ ચોથા રાઉન્ડમાં ડચ ખેલાડી સામે ટકરાશે

વિમ્બલડન 2022 ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં ટેનિસ સ્ટાર એવા રાફેલ નડાલ (Rafael Nadal) નો મુકાબલો 21મી ક્રમાંકિત ડચ ખેલાડી બોટિક વાન ડી ગેન્ડસ્ચલ્પ સામે થશે. 26 વર્ષીય બોટિક પ્રથમ વખત વિમ્બલ્ડન ના અંતિમ-16 માં પહોંચ્યો છે. તેણે ત્રીજા રાઉન્ડ માં ફ્રેન્ચ અનુભવી ખેલાડી રિચાર્ડ ગાસ્કેટને 7-5, 2-6, 7-6 (9/7), 6-1 થી માત આપી હતી. ટેનિસ સ્ટાર રાફેલ નડાલ અને બોટિક ગયા મહિને ફ્રેન્ચ ઓપન માં પણ સામ સામે ટકરાયા હતા. અહીં રાફેલ નડાલે બોટિકને સરળતાથી હરાવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">