IND Vs Spain Live Streaming : હોકી વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ ક્યારે અને કેવી રીતે જોઈ શકશો
India Vs Spain Hockey World Cup 2023 Live Streaming: ભારતીય પુરૂષ હોકી ટીમ શુક્રવારે સ્પેન સામે વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ રમશે.
યજમાન ભારત શુક્રવારે હોકી વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગ્રુપ ડીમાં ભારતની પ્રથમ મેચ સ્પેન સામે છે. હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપવાળી ટીમ ટૂર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે. આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાશે. આઠ વખત ગોલ્ડ મેડલ જીતનાર ભારતે 41 વર્ષ બાદ ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, ત્યારબાદ તેની પાસેથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. તેમને ઘરઆંગણે રમવાનો પણ ફાયદો થશે.
ભારતે છેલ્લે 1975માં વર્લ્ડ કપ જીત્યો હતો. મલેશિયામાં આયોજિત આ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. તે સમયે અનુભવી ખેલાડી બલબીર સિંહ સિનિયર તેમના કોચ હતા. ત્યારપછી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ સુધી પણ પહોંચી શકી નથી. વર્ષ 2018માં આયોજિત છેલ્લા વિશ્વ કપમાં, ભારત છઠ્ઠા સ્થાને હતું.
ભારતની ટક્કર સ્પેન સામે
જો સ્પેનની વાત કરીએ તો આ ટીમે સૌથી પહેલા હોકી વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. જોકે અત્યાર સુધી તે એક પણ વાર જીતી શકી નથી. આ ટીમ બે વખત વર્લ્ડ કપ ફાઇનલમાં રમી ચૂકી છે પરંતુ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી છે. આ ટીમને પૂલ ડીમાં છુપા રુસ્તમ માનવામાં આવી રહી છે. ભારત અને સ્પેનની ટીમો વચ્ચે અત્યાર સુધીમાં છ મેચ રમાઈ છે. ભારતે 2 મેચ જીતી છે જ્યારે સ્પેને ત્રણ મેચ જીતી છે.
We are excited to see the packed crowd at the Birsa Munda Stadium, Rourkela! 🤩#HockeyIndia #IndiaKaGame #HWC2023 #StarsBecomeLegends @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/kiXPmrH2R8
— Hockey India (@TheHockeyIndia) January 12, 2023
ભારત અને સ્પેન વચ્ચે હોકી વર્લ્ડ કપ 2023ની મેચ ક્યારે રમાશે?
ભારત અને સ્પેન વચ્ચે હોકી વર્લ્ડ કપ 2023ની મેચ શુક્રવાર, 13 જાન્યુઆરીએ રમાશે.
ભારત અને સ્પેન વચ્ચે હોકી વર્લ્ડ કપ 2023 ની મેચ ક્યાં રમાશે?
ભારત અને સ્પેન વચ્ચે હોકી વર્લ્ડ કપ 2023ની મેચ રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને સ્પેન વચ્ચે હોકી વર્લ્ડ કપ 2023ની મેચ કયા સમયે શરૂ થશે?
ભારત અને સ્પેન વચ્ચે હોકી વર્લ્ડ કપ 2023ની મેચ સાંજે 07:00 વાગ્યે શરૂ થશે.
હોકી વર્લ્ડ કપ 2023 ભારત અને સ્પેન વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?
હોકી વર્લ્ડ કપ 2023ની તમામ મેચોનું લાઈવ પ્રસારણ Star Sports 2 SD/HD, Star Sports Select 2, Star Sports First પર થશે.
ભારત અને સ્પેન વચ્ચે હોકી વર્લ્ડ કપ 2023ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે થશે?
હોકી વર્લ્ડ કપ 2023ની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર થશે. તમે tv9gujarati.com પર મેચ સંબંધિત તમામ લાઇવ અપડેટ્સ પણ વાંચી શકો છો.