Paris Paralympics 2024: પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ, ભારતનો 26મો મેડલ

|

Sep 06, 2024 | 5:34 PM

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના રહેવાસી પેરા એથલીટ પ્રવીણ કુમારે સતત બીજી પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. અગાઉ તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં આ જ ઈવેન્ટનો સિલ્વર મેડલ જીત્યો હતો અને આ વખતે તેણે પોતાના મેડલનો રંગ પણ બદલી નાખ્યો હતો.

Paris Paralympics 2024: પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ, ભારતનો 26મો મેડલ
Praveen Kumar won gold medal (Photo ANI)

Follow us on

ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય એથ્લેટ પ્રવીણ કુમારે પુરૂષોની ઉંચી કૂદ T64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. પ્રવીણે આ ઈવેન્ટની ફાઈનલમાં 2.08 મીટરના જમ્પ સાથે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે પ્રવીણે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સના પોતાના મેડલનો રંગ બદલવામાં પણ સફળતા મેળવી હતી. તેણે ગત પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રવીણના આ મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા 26 પર પહોંચી ગઈ છે અને મેડલ ટેલીમાં ભારત ફરી 14માં સ્થાને પહોંચી ગયું છે.

પ્રવીણે 2.08 મીટરની છલાંગ લગાવી જીત્યો ગોલ્ડ

શુક્રવાર, 6 સપ્ટેમ્બરે, ભારતે પ્રવીણ કુમારના શાનદાર જમ્પના આધારે પેરાલિમ્પિક ગેમ્સમાં તેનો પ્રથમ મેડલ જીત્યો. પ્રવીણે 2.08 મીટરની છલાંગ લગાવી, જેના આધારે તેણે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ પણ જીત્યો. પ્રવીણે આ ઈવેન્ટમાં અન્ય 5 ખેલાડીઓને પાછળ છોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમેરિકાના ડેરેક લોકિડેન્ટ (2.06 મીટર) એ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે બે ખેલાડીઓએ બ્રોન્ઝ જીત્યો. ઉઝબેકિસ્તાનના તૈમુરબેક ગિયાઝોવ અને પોલેન્ડના મેસીજ લેપિયાટોવ સંયુક્ત રીતે 2.03 મીટરના જમ્પ સાથે ત્રીજા સ્થાને રહ્યા અને બ્રોન્ઝ જીત્યો.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

 

ટોક્યો અને હાંગઝોઉ પછી પેરિસમાં પણ સફળ

પગની સમસ્યાથી પીડાતા પ્રવીણ કુમારે ઉંચી કૂદમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષ તેના માટે ખૂબ જ શાનદાર રહ્યા છે. 2021માં તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2023માં તેણે હાંગઝોઉ પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે પ્રવીણે પેરિસમાં પણ હાંગઝોઉના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું અને પેરાલિમ્પિક ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી. આ સાથે તે આ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો છઠ્ઠો એથ્લેટ બન્યો છે.

 

મેડલ ટેલીમાં મજબૂત પકડ

પ્રવીણના આ ગોલ્ડ સાથે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. ભારતીય ખેલાડીઓએ ટોક્યો પેરાલિમ્પિકમાં 19 મેડલના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને પહેલા જ પાછળ છોડી દીધું હતું. અત્યાર સુધીમાં ભારતે 6 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત હાલમાં 14માં સ્થાને મજબૂત રીતે સ્થાપિત છે. ગેમ્સમાં હજુ 2 દિવસ બાકી છે અને આવી સ્થિતિમાં મેડલ ટેલીમાં ભારતના નામની સંખ્યા વધે તેવી પૂરી સંભાવના છે.

આ પણ વાંચો: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ, ફૂટબોલમાં આવો કમાલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:15 pm, Fri, 6 September 24

Next Article