French Open 2022: જોકોવિચનો ફ્રેન્ચ ઓપનમાં રમવાનો રસ્તો થયો સાફ, સામે આવી મોટી માહિતી

French Open 2022: ડેનિલ મેદવેદેવ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે, પરંતુ તેને તટસ્થ ખેલાડી તરીકે ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

French Open 2022: જોકોવિચનો ફ્રેન્ચ ઓપનમાં રમવાનો રસ્તો થયો સાફ, સામે આવી મોટી માહિતી
Novak DJokovic (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 6:13 PM

સર્બિયનના ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) આ વર્ષે ફ્રેન્ચ ઓપન (French Open 2022) 2022 માં રમતા જોવા મળી શકે છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના આયોજકો દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જો ફ્રાન્સમાં કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય રહે છે તો સર્બિયના ટેનિસ દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચ કોરોના સામે રસી ન લીધા પછી પણ ફ્રેન્ચ ઓપન 2022 ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે.

ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવ પણ ભાગ લઇ શકે છે

આ સિવાય વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવ (Daniil Medvedev) પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે. પરંતુ તેને તટસ્થ ખેલાડી તરીકે ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ અંગે હજુ સુધી ડેનિલ મેદવેદેવ તરફથી ઓફિશિયલ નિવેદન નથી મળ્યું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ફ્રેન્ચ ટેનિસ મહાસંઘના અધ્યક્ષ જાઇલ્સ મોરેટને જાહેર કર્યું નિવેદન

આ અંગે ફ્રેંચ ટેનિસ ફેડરેશનના પ્રમુખ જાઈલ્સ મોરેટને પોતાના નિવેદનમાં કહ્યું છે કે નોવાક જોકોવિચ (Novak DJokovic) ફ્રેન્ચ ઓપન (French Open 2022) 2022 રમવા માટે સ્વતંત્ર છે. પરંતુ જો આવનારા સમયમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ વધુ વણસે તો ફ્રેન્ચ ટેનિસ ફેડરેશનના સત્તાવાળાઓ નવા નિયંત્રણો લાગુ કરી શકે છે.

નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લઇ શક્યો ન હતો

તમને જણાવી દઇએ કે નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) ને વેક્સીન ન લેવા બદલ કાનૂની લાંબી લડાઈ લડ્યા બાદ જાન્યુઆરી 2022 માં ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. જેના કારણે તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી શક્યો ન હતો. મહત્વનું છે કે કોરોના વાયરસના કારણે નોવાક જોકોવિચનું ફ્રેન્ચ ઓપન 2022 માં રમવાનું મુશ્કેલ જણાઇ રહ્યું હતું. ફ્રેન્ચ ઓપન 2022 ની શરૂઆત 22 મેચ 2022 થી થઇ રહી છે. જ્યારે 5 જુન 2022 ના રોજ ટુર્નામેન્ટની અંતિમ મેચ રમાશે.

આ પણ વાંચો : IPL 2022 CSK vs RCB Live Streaming: ચેન્નાઈ Vs બેંગ્લોર, ધોની-વિરાટના અવાજો ગુંજશે, ક્યાં જોવા મળશે મેચ, જાણો અહીં

આ પણ વાંચો : IPL 2022 : ગુજરાત ટાઇટન્સ આજે ફટકારશે 2 સદી, જાણો SRH સામે કેવો બની રહ્યો છે આ સંયોગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">