FIFA WC : લિયોનેલ મેસ્સી સેમી ફાઈનલ મેચ નહીં રમી શકે? FIFA પ્રતિબંધની તૈયારી કરી રહ્યું છે

TV9 GUJARATI

|

Updated on: Dec 11, 2022 | 1:45 PM

આર્જેન્ટિના (Argentina)ની ટીમ માટે કેપ્ટન લિયોનેલ મેસ્સી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આખી ટીમ મેસ્સીની આસપાસ ફરે છે. આવી સ્થિતિમાં તેની ગેરહાજરી આર્જેન્ટીનાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી શકે છે.

FIFA WC : લિયોનેલ મેસ્સી સેમી ફાઈનલ મેચ નહીં રમી શકે? FIFA પ્રતિબંધની તૈયારી કરી રહ્યું છે
લિયોનેલ મેસ્સી સેમી ફાઈનલ મેચ નહીં રમી શકશે?

વિશ્વના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ તેની કારકિર્દીમાં દરેક મોટી સફળતા હાંસલ કરી છે, પરંતુ તેની બે દાયકા લાંબી કારકિર્દીમાં તે પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીતી શક્યો નથી. આ વર્ષે તેની પાસે આ સપનું પૂરું કરવાની મોટી તક છે કારણ કે તેની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી છે. જોકે, મેસ્સી વિના આર્જેન્ટિના માટે સેમિફાઇનલનો પડકાર આસાન નહીં હોય. મેસ્સીનું સેમિફાઇનલ મેચ રમવું નક્કી નથી.

 

આર્જેન્ટિનાએ 2 ગોલ કરી  બરાબરી કરી શુકવારે નેધરલેન્ડને પેનલ્ટી શુટઆઉટમાં 4-3થી હાર આપી વર્લ્ડકપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. સેમીફાઈનલમાં તેની ટક્કર ક્રોએશિયા સામે છે ક્રોએશિયા જેમણે ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝીલને હરાવી મોટો અપસેટ સર્જોયો હતો. આ મહત્વની મેચમાં મેસ્સી ઉતરશે કે, નહિ એ નક્કી નથી કારણ કે, ફિફા તેની પર પ્રતિબંધ લગાવી શકે છે.

આર્જેન્ટિના પર શિસ્તભંગનો આરોપ

ફિફાએ આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન વિરુદ્ધ આરોપ લગાવવા માટે તેના પર શિસ્તભંગનો આરોપ લગાવ્યો છે. આર્જેન્ટિનાના અવેજી ખેલાડીઓ અને કોચ મેદાનમાં આવ્યા, જેણે અંતિમ ક્ષણોમાં મેચને ફેરવી દીધી. આર્જેન્ટિનાએ નિયમિત સમયમાં મેચ 2-2થી ડ્રો કર્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી હતી. ત્યારબાદ ધમાલ મચી હતી. ફિફાએ કહ્યું કે, એક મેચમાં 5 પીળા કાર્ડ મળ્યા બાદ ટીમ પર શિસ્તભંગનો આરોપ છે. માટે ફિફા તેના વિરુદ્ધ પ્રતિબંધ લગાવી શકે છે.

મેસી પર લાગી શકે છે આરોપ

જો આર્જેન્ટિના દોષી સાબિત થશે તો તેના કેપ્ટન એટલે કે લિયોનેલ મેસ્સી પર પ્રતિબંધ લાગી શકે છે. જેના કારણે તેમની સેમીફાઈનલમાં રમવાની આશા ખતમ થઈ જશે. લિયોનેલ મેસ્સી તેની ટીમનો સ્ટાર છે. એક રીતે આ આખી ટીમ તેની આસપાસ જ ફરે છે. તેમના માટે મેસ્સી વિના સેમિફાઇનલનો અડચણ પાર કરવી આસાન નહીં હોય. મેસ્સીનો આ પાંચમો વર્લ્ડ કપ છે અને છેલ્લો પણ. આવી સ્થિતિમાં તે નથી ઈચ્છતો કે તેનું 20 વર્ષનું સપનું અધૂરું રહે.

વર્લ્ડ રેંકિગની વાત કરીએ તો આર્જેન્ટિનાની ટીમ 1773.88 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે.આર્જેન્ટિના ટીમ ફિફા વર્લ્ડકપમાં 2 વાર ચેમ્પિયન રહી છે. આર્જેન્ટિના ટીમે ફિફા વર્લ્ડકપમાં કુલ 25 નોકઆઉટ મેચ રમી છે. જેમાંથી તેને 15 મેચમાં જીત, જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડયો છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati