Japan vs Croatia : પેનલટી શૂટઆઉટમાં જાપાનને હરાવી ક્રોએશિયા કવાર્ટર ફાઈનલમાં પહોંચી, ક્રોએશિયાનો ગોલકીપર બન્યો મેચનો હીરો

FIFA World cup 2022 Japan vs Croatia match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો જાપાનની ટીમ આ યાદીમાં 7માં સ્થાને છે, જ્યારે ક્રોએશિયાની ટીમ આ યાદીમાં 12માં સ્થાને છે.

Japan vs Croatia : પેનલટી શૂટઆઉટમાં જાપાનને હરાવી ક્રોએશિયા કવાર્ટર ફાઈનલમાં પહોંચી, ક્રોએશિયાનો ગોલકીપર બન્યો મેચનો હીરો
FIFA World cup 2022 Japan vs Croatia match ResultImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 11:56 PM

આજે કતારના અલ જાનુબ સ્ટેડિયમમાં આજે જાપાન અને ક્રોએશિયા ની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી.ફિફા વર્લ્ડકપ 2022ની પાંચમી પ્રી કવાર્ટરફાઈનલ મેચ હતી. ફિફા વર્લ્ડકપ 2022ના 16માં દિવસે આ 53મી મેચ રમાઈ હતી. આ રસાકસીવાળી મેચમાં પ્રથમ હાફમાં જાપાન ની ટીમ 1-0થી આગળ હતી. બીજા હાફમાં ક્રોએશિયાની ટીમે 1 ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. અંતે મેચ ડ્રો થતા મેચના એક્સ્ટ્રા ટાઈમમાં બને ટીમો વચ્ચે 30 મિનિટની મેચ રમાઈ હતી. પણ 120 મિનિટથી વધારેની રમત પછી પણ મેચમાં પરિણામ ડ્રો રહ્યુ હતુ. અંતે Penalty Shoot પરથી મેચના વિજેતાનો નિર્ણય કરવામાં આવ્યો.

ફિફા વર્લ્ડકપ 2022માં આ પહેલુ Penalty Shootથી પરિણામ મેળવનારી મેચ હતી. Penalty Shootમાં ક્રોએશિયાની ટીમે 4 ગોલ કરીને મેચ જીતી હતી. આ સાથે ક્રોએશિયાની ટીમ કવાર્ટરફાઈનલમાં પહોંચી છે. ક્રોએશિયાનો ગોલકીપર ડોમિનિક લીવાકોવિચ મેચનો હીરો રહ્યો હતો. ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં 2 Penalty Shoot રમીને ક્રોએશિયાની ટીમ બંને મેચ જીતી છે. જ્યારે જાપાનની ટીમ એક Penalty Shoot રમીને હાર્યુ હતુ.ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બે એવા એશિયન દેશ છે જે વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. એશિયન દેશ જાપાનની ટીમ આ મામલે ચૂકી ગઈ છે અને વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

જાપાનની ટીમ સાત વર્લ્ડકપ બેમાંથી એક રીતે બહાર થયુ ગયા છે – 1 . ગ્રુપના છેલ્લા સ્થાને રહીને (1998, 2006, 2014) 2. છેલ્લા 16 (2002, 2010, 2018, 2018, 2022) માં પ્રી કવાર્ટર ફાઈનલમાં હારીને

ગોલકીપર ડોમિનિક લીવાકોવિચ મેચનો હીરો

ક્રોએશિયાનો ગોલકીપર ડોમિનિક લીવાકોવિચ આ મેચ ત્રણ પેનલટી બચાવનાર ત્રીજો ગોલકીપર બન્યો છે. તેણે ક્રોએશિયાને કવાર્ટર ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ફ્રાન્સની ટીમ આ યાદીમાં ચોથા સ્થાને છે, જ્યારે પોલેન્ડની ટીમ આ યાદીમાં 26માં સ્થાને છે.ફિફા વર્લ્ડકપ 2022ની 3 ગ્રુપ સ્ટેજમાંથી ક્રોએશિયાની ટીમ 1 મેચ જીતી અને 2 મેચ ડ્રો રહી હતી. જાપાનની ટીમે ગ્રુપ સ્ટેજની 3 મેચોમાં 2 મેચમાં જીત અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

જાપાનની ટીમના શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ ફિફા વર્લ્ડકપમાં વર્ષ 2002, 2010 અને 2018માં પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. આ ટીમ 7 વાર વર્લ્ડકપ માટે કવોલિફાય થઈ છે. ક્રોએશિયાની ટીમ વર્ષ 2018માં રનર અપ ટીમ રહી છે. આ ટીમ 6 વાર વર્લ્ડકપ માટે કવોલિફાય થઈ છે. બંને ટીમો પહેલીવાર વર્ષ 1998માં વર્લ્ડકપ માટે કવોલિફાય થઈ હતી. જાપાન અને ક્રોએશિયા વચ્ચે રમાયેલી 3 મેચમાંથી 1 મેચમાં જાપાન , 1 મેચમાં ક્રોએશિયાની જીત થઈ હતી. જ્યારે 1 મેચ ડ્રો રહી હતી. બંને ટીમો એ આ મેચ દરમિયાન 4-4 ગોલ કર્યા હતા.

1-1ના સ્કોરથી ડ્રો રહી હતી મેચ

આખી મેચનો ઘટનાક્રમ

આ હતી બંને ટીમો

પ્રી કવાર્ટર ફાઈનલની મેચો

દરેક ગ્રુપની ટોપ 2 ટીમો

48 ગ્રુપ સ્ટેજ મેચ પછી આ તમામ ટીમો ગ્રુપમાં ટોપ-2માં પહોંચી હતી. આ તમામ ટીમો 3 ગ્રુપ સ્ટેજ મેચમાં સારુ પ્રદર્શન કરીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. 32માંથી કુલ 16 ટીમો પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. આ તમામ ટીમોમાંથી કોઈ પણ ટીમો તેની તમામ 3 ગ્રુપ સ્ટેજ મેચો જીતી નથી.

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

g clip-path="url(#clip0_868_265)">