AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA 2022માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યુ ભારતનું પ્રતિનિધત્વ, કતારમાં ફિફા વર્લ્ડકપની સેરેમનીમાં આપી હાજરી

ભારતની ફૂટબોલ ટીમ ક્યારેય ફિફા વર્લ્ડકપ માટે ક્વોલિફાઈ નથી કરી શકી પણ ફિફા વર્લ્ડકપ 2022માં આ વખતે ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા ભારતના ઉપરાષ્ટ્રપિત પહોંચ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કતારની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે 2 દિવસીય પ્રવાસે ગયા હતા.

FIFA 2022માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યુ ભારતનું પ્રતિનિધત્વ, કતારમાં ફિફા વર્લ્ડકપની સેરેમનીમાં આપી હાજરી
Vice President Jagdeep Dhankhad represented India in FIFA 2022Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 4:46 PM
Share

ફિફા વર્લ્ડકપ 2022ની કતારના અલ બાયત સ્ટેડિયમમાં કાલે ધમાકેદાર શરુઆત થઈ હતી. 20 નવેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે ઓપનિંગ સેરેમની સાથે જ ફૂટબોલના મહાકુંભનો પ્રારંભ થયો હતો. આ ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમનીમાં ભારતને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. ભારતની ફૂટબોલ ટીમ ક્યારેય ફિફા વર્લ્ડકપ માટે ક્વોલિફાઈ નથી કરી શકી પણ ફિફા વર્લ્ડકપ 2022માં આ વખતે ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા ભારતના ઉપરાષ્ટ્રપિત પહોંચ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કતારની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે 2 દિવસીય પ્રવાસે ગયા હતા.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઓપનિંગ સેરેમનીમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યુ હતુ. કતારમાં અમિર શેખ તમિમ બિન હમાદ અલ થાની એ તેમને આમંત્રણ આપ્યુ હતુ. ઓપનિંગ સેરેમની દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, અમિર શેખ તમિમ બિન હમાદ અલ થાની સહિતના અનેક દેશોના ગણમાન્ય લોકો સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યુ ભારતનું પ્રતિનિધત્વ

દોહાના અલ બાયત સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની દરમિયાન ઉપરાષ્ટ્રપતિ એ અનેક નેતાઓ સાથે બેઠક પણ કરી હતી. કતાર અને ભારતના વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે, ઉર્જા, વેપાર, સુરક્ષા, રક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષા સહિતના ક્ષેત્રોમાં બંને દેશો મૈત્રીપૂર્ણ સંબંધમાં વધારો કરશે.

ફિફા વર્લ્ડકપ 2022ની ધમાકેદાર ઓપનિંગ સેરેમની

ઓપનિંગ સેરેમની દરમિયાન રંગારંગ કાર્યક્રમ, ડાન્સ અને આતશબાજી જોવા મળી હતી. હજારો લોકો વચ્ચે ઘણા સ્ટાર કલાકારોએ પરર્ફોમન્સ પણ આપ્યુ હતુ. સેરેમનીના અંતમાં કતારના એક મહત્વના અધિકારી એ ફિફા અધ્યક્ષ જિયાની ઈન્ફેન્ટિનો સાથે એક પત્ર પણ હસ્તાક્ષર કર્યા અને અરબી ભાષામાં લોકોનું સ્વાગત કરીને ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆત કરાવી હતી.

g clip-path="url(#clip0_868_265)">