Asian Games 2023 : એશિયન ગેમ્સની શાનદાર શરૂઆત, ચીનની ધરતી પર ખેલાડીઓનો મેળાવડો

ભારતે આ ગેમ્સમાં કુલ 655 ખેલાડીઓ મોકલ્યા છે અને આશા છે કે આ વખતે ભારત આ ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. ગત વખતે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને કુલ 70 મેડલ જીત્યા હતા. આ વર્ષે ચીનમાં યોજાઇ રહેલ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરી વધુ મેડલ મેળવવા પ્રયાસ કરશે.

Asian Games 2023 : એશિયન ગેમ્સની શાનદાર શરૂઆત, ચીનની ધરતી પર ખેલાડીઓનો મેળાવડો
Asian Games 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 7:43 PM

ચીન શનિવારથી હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) શરૂ કરી રહ્યું છે. આ ગેમ્સમાં ભારત પણ ભાગ લઈ રહ્યું છે. ભારતે આ ગેમ્સમાં કુલ 655 ખેલાડીઓ મોકલ્યા છે અને આશા છે કે આ વખતે ભારત (Team India) આ ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. ગત વખતે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને કુલ 70 મેડલ જીત્યા હતા. આ વખતે આ સંખ્યા વધી જવાની ધારણા છે. આ વખતે ભારત પણ ક્રિકેટ (Cricket) માં આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે.

ભારતની પુરુષ-મહિલા ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે

એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. આ સિવાય ભારતના ઘણા મહાન ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષા છે જેમાં નીરજ ચોપરા, નિખત ઝરીન, લવલીના બોર્ગોહેનનો સમાવેશ થાય છે. આ એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમની શનિવારે છે જેમાં બોક્સર લોવલિના અને હોકી પ્લેયર હરમનપ્રીત સિંહ ભારત તરફથી ધ્વજવાહક હશે. અમે તમને આ ઉદઘાટન સમારોહ વિશે દરેક બાબતથી વાકેફ કરીશું.

આ પણ વાંચો : મુંબઈથી 4 ક્રિકેટર્સ એકસાથે વારાણસી પહોંચ્યા, રવિ શાસ્ત્રીએ શેર કર્યો ફોટો

લોવલિના-હરમનપ્રીત સિંહે ટીમનું નેતૃત્વ કર્યું

દરેક દેશના શબ્દના પહેલા અંગ્રેજી અક્ષર મુજબ ટીમો મેદાનમાં પ્રવેશે છે. ભારતીય ટીમ પણ ઓપનિંગ સેરેમનીમાં મેદાનમાં પહોંચી હતી. ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલિના અને હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ ભારતીય ધ્વજ લઈને ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય મહિલા ખેલાડીઓએ ગોલ્ડન કલરની સાડી પહેરી હતી જ્યારે પુરૂષ ખેલાડીઓએ ગોલ્ડન કલરના કુર્તા અને બ્લુ કલરનું ટ્રાઉઝર પહેર્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેનાર દેશોની કૂચ (Walk) હવે સમાપ્ત થઈ ગઈ છે. સૌથી છેલ્લે યજમાન ટીમ ચીનના ખેલાડીઓએ મેદાનમાં આવીને માર્ચ કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">