AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ક્યારે થશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને BCCIએ તેના તમામ મુખ્ય ખેલાડીઓને તેનાથી દૂર રાખ્યા છે. ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે અને બે દિવસ પછી એશિયન ગેમ્સમાં ક્રિકેટની ફાઈનલ રમાશે. ઋતુરાજ ગાયકવાડને એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ક્યારે થશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 8:50 PM
Share

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં આ વખતે ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યા બાદ BCCI દ્વારા ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પુરુષ ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ને સોંપવામાં આવી હતી જ્યારે મહિલા ટીમ કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ટીમ ઈન્ડિયા (Team India) તમામ ટીમોમાં સૌથી વધુ અનુભવી અને મજબૂત ટીમ છે એવામાં દરેકને ટીમના સારા પ્રદર્શન અને ગોલ્ડની અપેક્ષા છે.

ભારતની પુરુષ અને મહિલા ટીમ લેશે ભાગ

ચીનના હાંગઝોઉમાં આ મહિને શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં આ વખતે ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભારતની મહિલા અને પુરૂષ ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે ભારતે પણ પોતાની ટીમોને આ ગેમ્સમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભારતે તેની પુરૂષ ટીમમાં કોઈ સિનિયર ખેલાડીની પસંદગી કરી નથી. બીસીસીઆઈ (BCCI) એ યુવા સ્ટાર્સથી ભરેલી એક ટીમની પસંદગી કરી છે જેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને નિયુક્ત કરવામાં આવ્યો છે. મહિલા ટીમ પૂરી તાકાત સાથે ઉતરી રહી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે.

શેડ્યૂલ બહાર પાડ્યું

એશિયન ગેમ્સમાં ક્રિકેટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતની પુરૂષ ટીમે પોતાની પ્રથમ મેચ 3 ઓક્ટોબરે રમવાની છે. રેન્કિંગ મુજબ ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશે સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્વાર્ટર ફાઈનલ પહેલા ગ્રુપ સ્ટેજ હશે. નવ ટીમોને ત્રણ-ત્રણ જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં નેપાળ, મંગોલિયા અને માલદીવ છે. ગ્રુપ Bમાં જાપાન, કંબોડિયા અને હોંગકોંગનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ Cમાં મલેશિયા, સિંગાપોર અને થાઈલેન્ડ છે. ટૂર્નામેન્ટની તમામ મેચો T20 ફોર્મેટમાં રમાશે.

આ પણ વાંચો : Asia Cup 2023: પોતાની જ ટીમના બે ખેલાડીઓના કારણે કેપ્ટન રોહિત શર્માના ફેન્સે લગાવ્યો ગંભીર આરોપ

હરમનપ્રીત કૌરની ટીમ પર રહેશે નજર

ભારતની મહિલા ટીમ પણ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. કેપ્ટન હરમનપ્રીત કૌર ઈચ્છે છે કે તેની ટીમ પ્રથમ વખત આ ગેમ્સમાં મેડલ જીતે. મહિલા ક્રિકેટ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. મહિલા ટીમ પણ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
આજનું રાશિફળ : અટકેલી ડીલ ફાઇનલ, વિદેશથી નફો કે નવી નોકરીની ઓફર?
આજનું રાશિફળ : અટકેલી ડીલ ફાઇનલ, વિદેશથી નફો કે નવી નોકરીની ઓફર?
g clip-path="url(#clip0_868_265)">