AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈથી 4 ક્રિકેટર્સ એકસાથે વારાણસી પહોંચ્યા, રવિ શાસ્ત્રીએ શેર કર્યો ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બરે વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ ખાસ પ્રસંગના સાક્ષી બનવા માટે ઘણા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ માટે 10 ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ 10 ક્રિકેટરોમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર જેવા મોટા નામ સામેલ છે. મુંબઈથી સચિન, ગાવસ્કર, રવિ શાસ્ત્રી, વેંગસરકર એક જ ફ્લાઈટમાં વારાણસી પહોંચ્યા હતા.

મુંબઈથી 4 ક્રિકેટર્સ એકસાથે વારાણસી પહોંચ્યા, રવિ શાસ્ત્રીએ શેર કર્યો ફોટો
Sachin, Shastri, Gavaskar, Vengsarkar
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 7:15 PM
Share

વારાણસી (Varanasi) માટે આજનો દિવસ ઐતિહાસિક છે. 23મી સપ્ટેમ્બરની તારીખ ખૂબ જ ખાસ છે. ત્યાંના લોકો અને ક્રિકેટ ચાહકો આ દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. તેનું કારણ છે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ 23 સપ્ટેમ્બરે વારાણસીના લોકોને એક મોટી ભેટ આપી છે. વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને આ ક્ષણના સાક્ષી બનવા માટે ઘણા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ક્રિકેટ (Cricket) જગત સાથે સંકળાયેલા ચહેરાઓ છે.

10 ક્રિકેટરો સ્ટેડિયમના શિલાન્યાસના સાક્ષી બન્યા

BCCI પ્રમુખ રોજર બિન્ની સહિત 10 ક્રિકેટરો વારાણસીમાં બનાવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસના સાક્ષી બન્યા હતા. આ સિવાય BCCI સેક્રેટરી જય શાહ અને BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. 1983માં વર્લ્ડ કપ જીતનાર ટીમના કેપ્ટન કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાસ્ત્રી અને ગુંડપ્પા વિશ્વનાથ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. 1983ની વિશ્વ વિજેતા ટીમના સભ્યો ઉપરાંત અન્ય ક્રિકેટરોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં સચિન તેંડુલકર, કરસન ઘાવરી અને ગોપાલ શર્મા જેવા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના 4 ક્રિકેટર્સ એકસાથે વારાણસી પહોંચ્યા

મુંબઈથી ચાર દિગ્ગજ ક્રિકેટરો એકસાથે એક જ ફ્લાઇટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસના સાક્ષી બનવા વારાણસી પહોંચ્યા હતા. રવિ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જે ફોટોમાં રવિ શાસ્ત્રીની સાથે સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને દિલીપ વેંગસરકર વારાણસીની ફ્લાઈટમાં સાથે જોવા મળ્યા હતા. આ ચારેય ક્રિકેટરો મુંબઈના છે. તેવી જ રીતે અન્ય રાજ્યના ક્રિકેટરો પણ વારાણસી પહોંચ્યા હતા.

આ પણ વાંચો : સચિન-કપિલ દેવ-ગાવસ્કર સહિત દિગ્ગજ ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા, જુઓ Video

વારાણસીનું ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાસ હશે

ભગવાન શિવ થીમ પર બનવા જઈ રહેલ આ ક્રિકેટ સ્ટેડિયમ 30 એકરમાં બનવાનું છે. તેને બનાવવામાં રૂ. 450 કરોડનો ખર્ચ થશે, જેમાંથી રૂ. 330 કરોડ BCCI જ્યારે રૂ. 120 કરોડ યુપી સરકારના હશે. સ્ટેડિયમના નિર્માણ બાદ અહીં આંતરરાષ્ટ્રીય મેચો સિવાય IPLની મેચો પણ રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">