એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે શાનદાર મેચ જોવા મળી હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ભારતીય હોકી ટીમ પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી હતી. જો કે આ મેચમાં ગરમાગરમ વાતાવરણ પણ જોવા મળ્યું હતું. રમતના છેલ્લા ક્વાર્ટરમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ અમ્પાયરોએ વચ્ચે પડી મામલો શાંત કરવો પડયો હતો.
બંને ટીમો વચ્ચેની મેચના છેલ્લા ક્વાર્ટરમાં ગરમાગરમ વાતાવરણ જોવા મળ્યું હતું. વાસ્તવમાં મેચમાં પાછળ પડ્યા બાદ પાકિસ્તાને વળતો હુમલો કર્યો હતો. પરંતુ ત્યારપછી ભારતીય ટીમમાં પાકિસ્તાનના ખેલાડી અશરફ રાણાએ જાણીજોઈને જુગરાજને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ જુગરાજ ડઘાઈ ગયો અને પડી ગયો. ત્યારબાદ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ ઘટના બાદ વિડિયો રેફરીએ પાકિસ્તાની ખેલાડી અશરફ રાણાને ભારતીય સર્કલની અંદર જુગરાજ સામેના કઠોર વર્તન માટે યલો કાર્ડ આપવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે પાકિસ્તાને પાંચ મિનિટ સુધી માત્ર 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું. ભારતીય ખેલાડી મનપ્રીત સિંહને પણ રમતની છેલ્લી મિનિટોમાં યલો કાર્ડ આપવામાં આવ્યો હતો. જેના કારણે ભારતીય ટીમે પણ પાંચ મિનિટ સુધી માત્ર 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું.
Serious Misconduct by Pakistan Player, He pushed a Indian player in circle
He got a Yellow Card , Out for 10 minutes #IndvPak pic.twitter.com/sio9JHr7Nq
— The Khel India (@TheKhelIndia) September 14, 2024
ભારતીય હોકી ટીમે આ મેચમાં પણ પાકિસ્તાન પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને 2-1થી જીત મેળવી હતી. આ મેચમાં પાકિસ્તાને સાતમી મિનિટે જ ગોલ નોંધાવ્યો હતો. પરંતુ આ પછી ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમમાં જોરદાર વાપસી કરી હતી. તેણે કુલ 2 ગોલ કર્યા, જે ટીમની જીત માટે પૂરતા સાબિત થયા. રમતની 13મી મિનિટે ભારતે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને બરાબરી કરી લીધી. આ પછી હરમનપ્રીતે બીજા ક્વાર્ટરની શરૂઆતમાં વધુ એક ગોલ કર્યો હતો. છેલ્લા બે ક્વાર્ટરમાં કોઈ ગોલ જોવા મળ્યો ન હતો, જેના કારણે ટીમ ઈન્ડિયાએ મેચ 2-1થી જીતી લીધી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી.
આ પણ વાંચો: Asian Champions Trophy: ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવી સતત પાંચમી જીત હાંસલ કરી
Published On - 3:43 pm, Sat, 14 September 24