2 રન પર જ ઈંગ્લેન્ડની અડધી ટીમ થઈ ગઈ આઉટ, આ ખેલાડીએ તો અંગ્રેજોની બેન્ડ વગાડી દીધી!

Kunjan Shukal

Kunjan Shukal | Edited By: TV9 WebDesk8

Updated on: Mar 04, 2019 | 5:35 PM

વેસ્ટઈન્ડિઝના આ ઘાતક બોલરે 21 રન આપીને 5 વિકેટ મેળવી હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમ 113 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી.  વેસ્ટઈન્ડિઝે છેલ્લી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટથી હરાવીને સીરીઝને 2-2થી બરાબર કરી છે. આ મેચનો હિરો રહેલા ઓશેન થોમસે 21 રન આપીને 5 વિકેટ લઈને અંગ્રેજોની બેટિંગને પુરી રીતે ધ્વસ્ત કરી દીધી. આ મેચમાં […]

2 રન પર જ ઈંગ્લેન્ડની અડધી ટીમ થઈ ગઈ આઉટ, આ ખેલાડીએ તો અંગ્રેજોની બેન્ડ વગાડી દીધી!

વેસ્ટઈન્ડિઝના આ ઘાતક બોલરે 21 રન આપીને 5 વિકેટ મેળવી હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમ 113 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 

વેસ્ટઈન્ડિઝે છેલ્લી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટથી હરાવીને સીરીઝને 2-2થી બરાબર કરી છે. આ મેચનો હિરો રહેલા ઓશેન થોમસે 21 રન આપીને 5 વિકેટ લઈને અંગ્રેજોની બેટિંગને પુરી રીતે ધ્વસ્ત કરી દીધી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા 28.1 ઓવરમાં 113 રન કરીને ઓલઆઉટ થઈ હતી. ઈંગ્લેન્ડનો વન-ડેમાં વેસ્ટઈન્ડિઝ સામે અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. મેચમાં ઈંગ્લેન્ડની 111 રન પર 5 વિકેટ પડી હતી પણ થોમસની ઘાતક બોલિંગ દ્વારા ટીમ તેમના સ્કોરમાં 2 રન જ કરી શકી હતી અને 113 રન પર ઓલઆઉટ થઈ હતી.

ઈંગ્લેન્ડની 111 રન પર છઠ્ઠી વિકેટ પડી હતી. આ સ્કોર પર ટીમે તેમની સાતમી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ટીમ 2 રન કરીને 113 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ગેઈલે 27 બોલમાં 5ફોર અને 9 સિકસરથી 77 રન બનાવ્યા હતા. 12.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 115 રન બનાવીને સરળતાથી જીત મેળવી હતી. ક્રિસ ગેઈલને સીરીઝમાં 39 સિકસરની સાથે 424 રન બનાવવા માટે મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati