AUS vs PAK Breaking News : કાંગારુઓ સામે પાકિસ્તાનની ટીમ ઓલઆઉટ, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાની 62 રનથી મેળવી જીત
એડમ ઝમ્પા અને માર્કસ સ્ટોઈનિસે મજબૂત બોલિંગ વડે પોતાની ટીમ માટે પુનરાગમન કર્યું અને પાકિસ્તાનને ફરીથી વર્લ્ડ રેકોર્ડ બનાવતા રોકી દીધું. ચાર મેચોમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે.આ સાથે કાંગારૂ ટીમે ટૂર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરી છે. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પાકિસ્તાનને ભારત સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
Bengaluru : વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત બીજી મેચ જીતી છે. પેટ કમિન્સની (Pat Cummins) આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે બેંગલુરુમાં પાકિસ્તાનને 62 રને હરાવીને તેની પુનરાગમન યાત્રા ચાલુ રાખી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની વિસ્ફોટક સદીના આધારે 368 રન બનાવ્યા હતા.
પાકિસ્તાને આનો જોરદાર જવાબ આપ્યો પરંતુ એડમ ઝમ્પા અને માર્કસ સ્ટોઈનિસે મજબૂત બોલિંગ વડે પોતાની ટીમ માટે પુનરાગમન કર્યું અને પાકિસ્તાનને ફરીથી વર્લ્ડ રેકોર્ડ બનાવતા રોકી દીધું. ચાર મેચોમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે.આ સાથે કાંગારૂ ટીમે ટૂર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad: ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે મેડલ એનાયત કર્યા
Australia overcome the Pakistan challenge in Bengaluru to make it two in two at #CWC23 #AUSvPAK : https://t.co/TAoZkxKoHP pic.twitter.com/OdCVA0ldbl
— ICC (@ICC) October 20, 2023
આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પાકિસ્તાનને ભારત સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ ચાર ટીમોમાં સામેલ થઈ ગઈ છે.આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને ડેવિડ વોર્નરના 163 રન અને મિચેલ માર્શના 121 રનની મદદથી 367 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.
David Warner entertained the Chinnaswamy crowd with his fireworks
He wins the @aramco #POTM for his scintillating 163 ⚡#CWC23 | #AUSvPAK pic.twitter.com/yQubQ4VGZ5
— ICC (@ICC) October 20, 2023
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ પાંચ અને હરિસ રઉફે ત્રણ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 400 રન સુધી પહોંચતા અટકાવ્યું હતું. તે જ સમયે, ઇમામ ઉલ હકે 70 રન અને અબ્દુલ્લા શફીકે 64 રન બનાવીને પાકિસ્તાન માટે સારી શરૂઆત કરી હતી, પરંતુ આ પછી કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ ચાર, પેટ કમિન્સ અને માર્કસ સ્ટોઇનિસે બે-બે વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 62 રનથી મેચ હારી ગઈ હતી.
આ પણ વાંચો : Breaking News : હાર્દિક પંડ્યાની ઈજાને લઈને મોટું અપડેટ આવ્યુ સામે, આ દેશના ડોક્ટર્સ કરશે સારવાર