Ashes: ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, નાથન લાયન એશિઝથી થયો બહાર, પેટ કમિન્સે આપી જાણકારી
Nathan Lyon ruled out of Ashes: એશિઝ સિરીઝથી નાથન લાયન બહાર થવા મજબૂર બન્યો છે અને આ અંગેની જાણકારી ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આપી છે. તેના સ્થાને હવે ભારતમાં ટેસ્ટ શ્રેણી દરમિયાન સારુ પ્રદર્શન કરનારા ટોડ મર્ફીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈંગ્લેડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં એશિઝ સિરીઝ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસે છે. જ્યાં બંને વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. જેમાંથી પ્રથમ બંને ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી છે. જોકે બીજી ટેસ્ટ સમાપ્ત થવા સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાઈ સ્ટાર બોલર નાથન લાયન બહાર થયો છે. તે સંપૂર્ણ સિરીઝથી બહાર થવા માટે મજબૂર બન્યો છે.
ઓસ્ટ્રેલિયાઈ સ્ટાર ખેલાડી નાથન લાયન બહાર થવાનુ કારણ ઈજા બતાવવામાં આવી રહી છે. લોર્ડઝમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન તેને ઈજા પહોંચી હતી. ઈજાને લઈ તે પિડા અનુભવી રહ્યો હોવાનુ નજર આવી રહ્યો હતો. નાથન પિડામાં હોવાનુ મેદાનમાં રમત દરમિયાન જોવા મળી રહ્યો હતો. મેચ બાદ તે સિરીઝથી બહાર થયો હોવાનુ જાહેર થયુ છે. તે હવે એશિઝ સિરીઝની બાકીની ત્રણેય મેચમાં નહીં રમે.
Fair play Nathan Lyon 👏 #EnglandCricket | #Ashes pic.twitter.com/ZiqstQkU16
— England Cricket (@englandcricket) July 1, 2023
પેટ કમિન્સ રિપ્લેસમેન્ટની આપી જાણકારી
લોર્ડઝમાં રમાયેલી બીજી ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે આ અંગેની જાણકારી આપી હતી. નાથન લાયનની ઈજાને લઈ કેપ્ટને અપડેટ આપ્યુ હતુ સાથે જ બતાવ્યુ હતુ કે, હવે તે આગળની બાકી રહેલી મેચ નહીં રમી શકે. આ સાથે જ એ પણ બતાવ્યુ હતુ કે આગળની ત્રણ ટેસ્ટ માટે હવે તેના માટે રિપ્લેસમેન્ટ કોણ હશે. કમિન્સે બતાવ્યુ હતુ કે, નાથન લાયનની ગેરહાજરીમાં ટોડ મર્ફી છે. જેણે ભારતમાં રમેલી પોતાની ડેબ્યૂ ટેસ્ટ સિરીઝમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ.
Nathan Lyon is padded up to bat at No 11 despite the injury 🙌❤️#AUSvENG #Ashes #Ashes2023 #Ashes23 pic.twitter.com/7X98TuVaJN
— Irosh Bohara (@iroshbohara) July 2, 2023
મર્ફીએ બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં ડેબ્યૂ કર્યુ હતુ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી આ વર્ષે દરમિયાન રમાઈ હતી. આ દરમિયાન ભારતમાં ટોડ મર્ફીએ ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ઓસ્ટ્રેલિયા વતી મર્ફીએ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ દરમિયાન તેણે 4 ટેસ્ટ મેચમાં રમીને 14 વિકેટ ઝડપી હતી. જેની અડધી વિકેટ એટલે કે 7 વિકેટ તો તેણે એક જ ઈનીંગમાં ઝડપી હતી. આમ તેણે ધમાલ મચાવતી બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયા માટે તેણે ચર્ચા બનાવી દઈ પ્રભાવિત કર્યા હતા.