Breaking News : હાર્દિક પંડ્યાની ઈજાને લઈને મોટું અપડેટ આવ્યુ સામે, આ દેશના ડોક્ટર્સ કરશે સારવાર
બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ આ દર્દ આખી ભારતીય ટીમને પહોંચી ગયું છે.ઈજાના કારણે પંડ્યા માટે આગામી મેચમાં રમવું મુશ્કેલ બની ગયું છે. એવા અહેવાલ છે કે હાર્દિક પંડ્યાની સારવાર હવે ઈંગ્લેન્ડના નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવશે. પંડ્યાને પુણેથી સીધા બેંગલુરુ મોકલવામાં આવ્યા છે.
Team India : હાર્દિક પંડ્યાની (Hardik Pandya) ઈજાથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. તેનું કારણ તેનું ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચમાંથી બહાર થવું છે. આ મેચ 22મી ઓક્ટોબરે ધર્મશાલામાં રમાશે. પરંતુ, હાર્દિક પંડ્યા આમાંથી દૂર રહેશે. તેની ઈજાની તપાસ બેંગલુરુમાં NCAમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી.
બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ આ દર્દ આખી ભારતીય ટીમને પહોંચી ગયું છે.ઈજાના કારણે પંડ્યા માટે આગામી મેચમાં રમવું મુશ્કેલ બની ગયું છે. એવા અહેવાલ છે કે હાર્દિક પંડ્યાની સારવાર હવે ઈંગ્લેન્ડના નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવશે. પંડ્યાને પુણેથી સીધા બેંગલુરુ મોકલવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર કરવામાં આવશે.
આ પણ વાંચો : Viral Video : મિસ્ટ્રી બોય સાથે જોવા મળી સારા તેંડુલકર, લોકોએ પૂછયુ હવે શુભમન ગિલનું શું ?
ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ પુણેથી ધર્મશાલા માટે ઉડાન ભરી ગયા છે, જ્યાં તેમને 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવાની છે.હવે સવાલ એ છે કે શું હાર્દિક પંડ્યા આગામી મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે?
તેથી સામે આવી રહેલા અહેવાલો અનુસાર, તેના માટે ધર્મશાલામાં યોજાનારી મેચમાં રમવું મુશ્કેલ છે. મતલબ કે તે આ સ્પર્ધામાંથી બહાર રહી શકે છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો.
પંડ્યાને બાંગ્લાદેશ સામે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી
બાંગ્લાદેશની ઇનિંગની 9મી ઓવર ચાલી રહી હતી. આ ઓવર હાર્દિક પંડ્યા ફેંકી રહ્યો હતો. હાર્દિક પંડ્યા એ જ ઓવરના ત્રીજા બોલ પર ફોલો થ્રુમાં બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. પંડ્યાએ મેદાનની બહાર ન જવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઈજા બાદ તે બોલિંગમાં અસહાય અનુભવવા લાગ્યો હતો અને તેને મેદાનની બહાર જવાની ફરજ પડી હતી.
ઈજાની તપાસ બેંગલુરુમાં થશે, ઈંગ્લિશ ડોક્ટરે રિપોર્ટ જોયો
બીસીસીઆઈના એક અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, હાર્દિક પંડ્યા બેંગલુરુમાં NCA જશે. મેડિકલ ટીમે તેના ડાબા પગની ઘૂંટીની તપાસ કરી છે. ઈન્જેક્શન બાદ તેની હાલત સારી છે. બીસીસીઆઈએ પંડ્યાની ઈજાને લઈને ઈંગ્લેન્ડના નિષ્ણાત ડોક્ટરનો પણ સંપર્ક કર્યો છે. તેણે એમ પણ કહ્યું કે ઈન્જેક્શન ફાયદાકારક રહ્યું છે. જોકે, પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહીં રમે.
લખનૌમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની શક્યતા
હાર્દિક પંડ્યા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હવે સીધો જ લખનૌમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે, જ્યાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરવાનો છે. ટૂર્નામેન્ટમાં ભારતની આ છઠ્ઠી મેચ હશે.
આ પણ વાંચો : AUS vs PAK: વોર્નર અને માર્શે પાકિસ્તાની બોલર્સની કરી જબરદસ્ત ધુલાઈ, ઓસ્ટ્રેલિયાએ 368 રનનુ વિશાળ લક્ષ્ય ખડક્યુ