Ahmedabad: ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે મેડલ એનાયત કર્યા
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023 શુક્રવારે પૂર્ણ થઈ હતી. પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે પોલીસ લોન ટેનિસ વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપીને રમતગમત ક્ષેત્રે લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમજ દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023 શુક્રવારે પૂર્ણ થઈ હતી. પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે પોલીસ લોન ટેનિસ વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપીને રમતગમત ક્ષેત્રે લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમજ દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા છે.
આ પણ વાંચોઃ હિંમતનગર અને વડાલીના નાગરીક પુરવઠા ગોડાઉનના ચણાના સેમ્પલ ફેલ, કાર્યવાહીની તજવીજ
ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ લોન ટેનિસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, તે સરાહનીય છે. આ ઉપરાંત આવી સ્પર્ધાઓથી વિવિધ રાજ્યના પોલીસ કર્મચારીઓને એકબીજા સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. સારા સ્વાસ્થ્ય માટે રમતગમત ખૂબ જ અનિવાર્ય છે. પોલીસની નોકરીમાં શારીરિક અને માનસિક બંને પ્રકારનો સ્ટ્રેસ રહેતો હોય છે. સ્ટ્રેસવાળી પોલીસની નોકરીમાં રમતગમત અને યોગ જેવી પ્રવૃત્તિઓ ફિટ રહેવા માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે.
CM અને DGP એ અભિનંદન પાઠવ્યા
ગુજરાત પોલીસે પહેલી વખત આ ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરી છે, જે માટે સમગ્ર રાજ્ય ગૌરવ અનુભવે છે. મુખ્યમંત્રીએ આ સફળ આયોજન બદલ DGP વિકાસ સહાય અને ગુજરાત પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડ દ્વારા થતી આવી ઉમદા કામગીરી ભવિષ્યમાં પણ આ રીતે યોજાતી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ટૂર્નામેન્ટ વિશે જાણો
આજે અમદાવાદ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપની ફાઈનલ યોજાઈ હતી. 17 થી 20 ઓક્ટોબર દરમ્યાન યોજાયેલ ઓલ ઇન્ડિયા લોન ટેનિસ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં દેશના અલગ અલગ રાજ્યોના પોલીસકર્મીઓ અને અધિકારીઓ ભાગ લેતા હોય છે. આ સ્પર્ધા 1998 નાં વર્ષમાં કર્ણાટક માં પ્રથમ વખત યોજાઈ હતી. આ વર્ષે ગુજરાત માં પ્રથમ વખત આયોજન થયુ હતુ, એટલે કે ગુજરાત યજમાન બન્યું હતુ. આ સ્પર્ધા ઓલ ઇન્ડિયા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે.
અમદાવાદમાં 2 અલગ અલગ જગ્યાઓ પર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 અલગ અલગ કેટેગરીમાં સ્પર્ધા નું આયોજન થયું હતું. આ ઉપરાંત ખાસ રિટાયર્ડ પોલીસ અધિકારી ની પણ અલગ કેટેગરીના સ્પર્ધા યોજાઇ હતી. ગુજરાત સ્ટેટ ટેનિસ એસો. દ્વારા પણ આ સ્પર્ધામાં ખાસ યોગદાન આપવામાં આવ્યું. આ સ્પર્ધામાં 1998 પ્રથમ સ્પર્ધા થઈ તેમાં ભાગ લીધો હતો તેવા 3 નિવૃત્ત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અખિલ ભારતીય પોલીસ સ્પોર્ટ્સ નિયંત્રણ બોર્ડ ના ડિરેક્ટર રાહુલ રસગોત્રા પણ ખાસ હાજર રહ્યા હતા. અત્યાર સુધીની સ્પર્ધાઓમાં વર્ષ 1998 અને 2016 નાં વર્ષમાં બે વખત જ ગુજરાત સ્પર્ધા જીતી છે.
ITBP વિજેતા
મહત્વનું છે કે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં વેટરન્સ ડબલ્સ, વેટરન્સ સિંગલ્સ, ઓપન ડબલ્સ, ઓપન સિંગલ્સ, ટીમ ઇવેન્ટ ચેમ્પિયનશિપ તેમજ રોલિંગ ટ્રોફી ચેમ્પિયન જેવી વિવિધ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રોલિંગ ટ્રોફી ચેમ્પિયનમાં ટીમ મેનેજર રાહુલ બલિયાન – એસપી, આઇ.ટી.બી.પી ને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. આ સિવાય ઓપન ડબ્લસ ચેમ્પિયનમાં ગુજરાત તરફથી રવિરાજસિંહ જાડેજા વિજેતા રહ્યા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલ કુલ 22 પોલીસ લોન ટેનિસ ટીમની રમતનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.