2021 T20 World Cup Final : ઓસ્ટ્રેલિયા T20નું નવું ચેમ્પિયન બન્યું, ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇતિહાસ રચ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 10:58 PM

NZ vs AUS Live Score in gujarati: New Zealand ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ઑસ્ટ્રેલિયા બીજી વખત ફાઇનલમાં પોતાનો દાવો રજૂ કરી રહી છે.

2021 T20 World Cup Final :  ઓસ્ટ્રેલિયા T20નું નવું ચેમ્પિયન બન્યું, ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇતિહાસ રચ્યો
New zealand vs Australia

ICC T20 World Cup 2021 :  ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની તોફાની ઇનિંગ્સના બળે T20 વર્લ્ડ કપ 2021 પર કબજો કર્યો. ન્યૂઝીલેન્ડના 173 રનના પડકારને હાંસલ કરવામાં ઓસ્ટ્રેલિયાને વધારે મુશ્કેલી ન પડી. માર્શ અને વોર્નરની શાનદાર અડધી સદીએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. ઓસ્ટ્રેલિયાની જીતમાં ફાસ્ટ બોલર જોશ હેઝલવુડનો પણ મહત્વનો ભાગ હતો. હેઝલવુડે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે જ એન્ડમ ઝમ્પાએ પણ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને શાનદાર ઇનિંગ રમી હતી. વિલિયમસને 48 બોલમાં 85 રન બનાવ્યા હતા પરંતુ વોર્નર અને માર્શની સામે તેની ઈનિંગ્સ બેફામ સાબિત થઈ હતી. વોર્નર અને માર્શે બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડની જીતની તક છીનવી લીધી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેનો કેપ્ટન એરોન ફિંચ માત્ર 5 રનના  સ્કોર પર ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. આ પછી મિશેલ માર્શ ક્રિઝ પર આવ્યો અને તેણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાનો ઈરાદો બતાવી દીધો. માર્શ આવતાની સાથે જ ડેવિડ વોર્નરે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. બંને બેટ્સમેનોએ માત્ર 35 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 10 ઓવરમાં 82 રન બનાવ્યા હતા અને આ દરમિયાન ડેવિડ વોર્નરે 34 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. વોર્નર અડધી સદી ફટકારતાની સાથે જ 53 રનના અંગત સ્કોર પર બોલ્ટનો શિકાર બન્યો હતો, પરંતુ માર્શ ક્રિઝ પર જ રહ્યો હતો.

માર્શે તેની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી અને માત્ર 31 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. મિશેલ માર્શ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ જ મેચમાં 32 બોલમાં અડધી સદી ફટકારનાર કેન વિલિયમ્સનનો રેકોર્ડ તોડ્યો હતો. ગ્લેન મેક્સવેલે પણ માર્શ સાથે શાનદાર ઇનિંગ રમી અને સાથે મળીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ T20 વર્લ્ડ કપ જીત અપાવી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Nov 2021 10:54 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયા આઠ વિકેટે જીત્યું

  • 14 Nov 2021 10:51 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 11 રનની જરૂર છે

    18 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાને 149 રન છે. મિચેલ માર્શ 71 અને ગ્લેન મેક્સવેલ 23 રન બનાવીને રમી રહ્યા છે.

  • 14 Nov 2021 10:49 PM (IST)

  • 14 Nov 2021 10:48 PM (IST)

    NZ vs AUS Final Live:બોલ્ટે કેચ છોડ્યો

    મેચ ન્યૂઝીલેન્ડની પકડમાંથી નીકળી ગઈ છે, પરંતુ ટીમને વિકેટની તક હતી, જે બોલ્ટે જવા દીધી હતી. 17મી ઓવરમાં, મેક્સવેલે બોલ્ટનો છેલ્લો બોલ બોલર તરફ રમ્યો અને બોલ્ટના હાથમાં કેચ આવ્યો, પરંતુ કિવી બોલરે આ સરળ તક ગુમાવી દીધી.

  • 14 Nov 2021 10:47 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયા જીત તરફ આગળ વધી રહ્યું છે

    ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરના અંતે બે વિકેટે 159 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 69 અને ગ્લેન મેક્સવેલ 22 રન બનાવીને રમી રહ્યા છે.

  • 14 Nov 2021 10:44 PM (IST)

    View this post on Instagram

    A post shared by ICC (@icc)

  • 14 Nov 2021 10:40 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 149/2

    16 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાને 149 રન છે. મિચેલ માર્શ 61 અને ગ્લેન મેક્સવેલ 21 રન બનાવીને રમી રહ્યા છે.

  • 14 Nov 2021 10:39 PM (IST)

    NZ vs AUS Final Live:ગ્લેન મેક્સવેલે સિકસ ફટકારી

  • 14 Nov 2021 10:35 PM (IST)

    NZ vs AUS Final Live: છેલ્લી 5 ઓવર બાકી છે

    ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 30 બોલમાં 37 રનની જરૂર છે અને તેની 8 વિકેટ બાકી છે.

  • 14 Nov 2021 10:31 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 125/2

    14 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાને 125 રન છે. મિશેલ માર્શ 60 અને ગ્લેન મેક્સવેલ 1 રન બનાવીને રમી રહ્યા છે.

  • 14 Nov 2021 10:29 PM (IST)

    NZ vs AUS Final Live:માર્શની તોફાની અડધી સદીએ વિલિયમસનનો રેકોર્ડ તોડ્યો

    આ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બની ગયો છે.

  • 14 Nov 2021 10:27 PM (IST)

    NZ vs AUS Final Live:મિચેલ માર્શે T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છઠ્ઠી ફિફ્ટી ફટકારી

    મિચેલ માર્શે 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છઠ્ઠી ફિફ્ટી છે.

  • 14 Nov 2021 10:25 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ 13મી ઓવરના બીજા બોલ પર પડી

    ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ 13મી ઓવરના બીજા બોલ પર પડી. ડેવિડ વોર્નરને ટ્રેન્ટ બોલ્ટે બોલ્ડ કર્યો હતો. વોર્નરે 38 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી.

  • 14 Nov 2021 10:24 PM (IST)

    NZ vs AUS Final Live:માર્શ ચોગ્ગો ફટકાર્યો

    ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરમાં 100 રન પૂરા કર્યા છે.સાથે જ ઓસ્ટ્રેલિયાને ટાર્ગેટ તરફ મક્કમતાથી લઈ જઈ રહ્યું છે.

  • 14 Nov 2021 10:21 PM (IST)

    NZ vs AUS Final Live:ન્યુઝીલેન્ડને બીજી સફળતા મળી

  • 14 Nov 2021 10:16 PM (IST)

    NZ vs AUS Final Live: વોર્નરે શાનદાર અડધી સદી ફટકારી

    ડેવિડ વોર્નરે 34 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. 11 ઓવર પછી AUS સ્કોર - 97/1

  • 14 Nov 2021 10:09 PM (IST)

    NZ vs AUS Final Live:મિશેલ માર્શ 11મી ઓવરના પ્રથમ બોલ પર સિક્સ ફટકારી

  • 14 Nov 2021 10:08 PM (IST)

    NZ vs AUS Final Live: 10 ઓવર પૂર્ણ થઈ

    10 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુકસાને 82 રન છે. ડેવિડ વોર્નર 45 અને મિચેલ માર્શ 30 રન બનાવીને રમી રહ્યા છે.

  • 14 Nov 2021 10:07 PM (IST)

    NZ vs AUS Final Live:ન્યુઝીલેન્ડને બીજી વિકેટની જરૂર છે

    9 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુકસાને 77 રન છે. ડેવિડ વોર્નર 42 અને મિશેલ માર્શ 28 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે અત્યાર સુધી 62 રનની ભાગીદારી થઈ છે.

  • 14 Nov 2021 10:01 PM (IST)

    NZ vs AUS Final Live: ડેવિડ વોર્નરે સિકસ ફટકારી

  • 14 Nov 2021 09:58 PM (IST)

    NZ vs AUS Final Live: ડેવિડ વોર્નરે ચોગ્ગો ફટકાર્યો

  • 14 Nov 2021 09:57 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાએ 50 રન પૂરા કર્યા

    7 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુકસાને 50 રન છે. ડેવિડ વોર્નર 24 અને મિશેલ માર્શ 19 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 09:54 PM (IST)

    NZ vs AUS Final Live:મિશેલ માર્શ સિકસ ફટકારી

  • 14 Nov 2021 09:53 PM (IST)

    NZ vs AUS Final Live: પાવરપ્લેમાં 43 રન

    છ ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 43 રન છે. ડેવિડ વોર્નર 19 અને મિચેલ માર્શ 17 રન બનાવીને રમી રહ્યા છે.

  • 14 Nov 2021 09:44 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 30/1

    ચાર ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુકસાને 30 રન છે. મિશેલ માર્શ 15 અને ડેવિડ વોર્નર 10 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 09:33 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી

    ન્યુઝીલેન્ડને ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર પ્રથમ સફળતા મળી હતી. એરોન ફિંચ (5) ડેરીલ મિશેલના હાથે ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. ત્રણ ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 15/1

  • 14 Nov 2021 09:32 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાનો સ્કોર -11/0

    બે ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના નુકશાન 11 રન છે. ડેવિડ વોર્નર 10 અને કેપ્ટન એરોન ફિન્ચ 1 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 09:27 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ,

    ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 173 રનના લક્ષ્યનો પીછો કરવા ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી મેદાનમાં આવી છે. ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિન્ચની છે.

  • 14 Nov 2021 09:14 PM (IST)

    NZ vs AUS Final Live: ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 173 રનનો ટાર્ગેટ આપ્યો

  • 14 Nov 2021 09:11 PM (IST)

    NZ vs AUS Final Live:નીશમે સિક્સ ફટકારી

    ન્યુઝીલેન્ડ માટે 19મી ઓવર પણ સારી હતી અને તેમાં જીમી નીશમના શ્રેષ્ઠ સિક્સરનું યોગદાન હતું. કમિન્સે તેની છેલ્લી ઓવર કરી, ત્રીજો બોલ ઓફ-સ્ટમ્પની બહાર ધીમો ફેંક્યો પરંતુ નીશમે બેટને લાંબું ચલાવીને સીધી બાઉન્ડ્રીની બહાર 6 રન લીધા.

  • 14 Nov 2021 09:09 PM (IST)

  • 14 Nov 2021 09:06 PM (IST)

    NZ vs AUS Final Live: 19 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 162 રન

    19 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 162 રન છે. જીમી નીશમ 11 અને ટિમ સેફર્ટ બે રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 08:59 PM (IST)

    NZ vs AUS Final Live: વિલિયમસન 85 રન બનાવીને આઉટ થયો

    જોશ હેઝલવુડે 18મી ઓવરના પાંચમા બોલ પર ન્યૂઝીલેન્ડને ચોથો ઝટકો આપ્યો છે. કેન વિલિયમસન 85 રન બનાવીને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. વિલિયમસને 48 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. 18 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર - 149/4. જિમી નીશમ બીજો શૂન્ય અને ટિમ સેફર્ટ સ્કોર કરીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 08:55 PM (IST)

    NZ vs AUS Final Live: ન્યુઝીલેન્ડનો સ્કોર બે વિકેટે 144 રન

    17 ઓવર પૂરી થઈ. હાલમાં ન્યુઝીલેન્ડનો સ્કોર બે વિકેટે 144 રન છે. કેન વિલિયમસન 81 અને ગ્લેન ફિલિપ્સ 18 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 08:50 PM (IST)

    NZ vs AUS Final Live: વિલિયમસનની શાનદાર બેટિંગ

    16 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર બે વિકેટના નુકસાને 136 રન છે. કેન વિલિયમસન 77 અને ગ્લેન ફિલિપ્સ 15 રન બનાવીને ક્રિઝ પર છે. સ્ટાર્કની આ ઓવરમાં વિલિયમસને ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી.

  • 14 Nov 2021 08:45 PM (IST)

    NZ vs AUS Final Live:15મી ઓવરમાં ફિલિપ્સે સિક્સ ફટકારી

    15મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાના પહેલા જ બોલ પર ફિલિપ્સે સીધી બાઉન્ડ્રી તરફ રમીને 6 રન લીધા હતા.

  • 14 Nov 2021 08:43 PM (IST)

    NZ vs AUS Final Live: ન્યૂઝીલેન્ડનો સ્કોર - 114/2

    15 ઓવર પૂરી થઈ. હાલમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર બે વિકેટના નુકસાને 114 રન છે. કેન વિલિયમસન 55 અને ગ્લેન ફિલિપ્સ 15 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 08:42 PM (IST)

    T20 World Cup Final: વિશ્વકપ ફાઇનલ પહેલા દુબઈમાં જોરદાર ભૂકંપ સ્ટેડિયમ હચમચી ગયું,

    T20 World Cup 2021ની ફાઈનલ પહેલા દુબઈમાં ત્યારે ગભરાટનો માહોલ હતો જ્યારે અચાનક આખું ક્રિકેટ સ્ટેડિયમ ધ્રૂજવા લાગ્યું. વાસ્તવમાં, ફાઈનલ પહેલા દુબઈમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના પછી દરેક લોકો ડરના માર્યા ઘર, ઓફિસ અને ઓફિસની ઈમારતોમાંથી બહાર આવી ગયા હતા.

    આ પણ વાંચો : વિશ્વકપ ફાઇનલ પહેલા દુબઈમાં જોરદાર ભૂકંપ સ્ટેડિયમ હચમચી ગયું, લોકોમાં ગભરાટ

  • 14 Nov 2021 08:38 PM (IST)

    NZ vs AUS Final Live:ન્યુઝીલેન્ડનો સ્કોર 100 રને પાર કરી ગયો

    14 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર બે વિકેટના નુકસાન પર 102 રન છે. કેન વિલિયમસન 54 અને ગ્લેન ફિલિપ્સ 4 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 08:36 PM (IST)

    NZ vs AUS Final Live:વિલિયમસનનો કેચ છોડવો ભારે પડ્યો

    View this post on Instagram

    A post shared by ICC (@icc)

  • 14 Nov 2021 08:25 PM (IST)

    NZ vs AUS Final Live:ન્યુઝીલેન્ડની બીજી વિકેટ પડી

    ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ 12મી ઓવરના પહેલા બોલ પર પડી હતી. માર્ટિન ગુપ્ટિલ એડમ ઝમ્પાને માર્કસ સ્ટોઈનિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગુપ્ટિલે 35 બોલમાં 28 રનની ધીમી ઇનિંગ રમી હતી. કેન વિલિયમસન અને ગ્લેન ફિલિપ્સ હાલમાં ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 08:24 PM (IST)

    NZ vs AUS Final Live: સ્ટાર્કની ઓવરમાં 19 રન

    11 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 76 રન છે. અને કેપ્ટન કેન વિલિયમસન 35 અને માર્ટિન ગુપ્ટિલ 28 રન બનાવીને ક્રિઝ પર છે. વિલિયમસને આ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 14 Nov 2021 08:20 PM (IST)

    NZ vs AUS Final Live: વિલિયમ્સનનો શાનદાર ચોગ્ગો

  • 14 Nov 2021 08:18 PM (IST)

    NZ vs AUS Final Live:હેઝલવુડની ચુસ્ત બોલિંગ

  • 14 Nov 2021 08:16 PM (IST)

    NZ vs AUS Final Live:10 ઓવર પૂરી

    10 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 57 રન છે. માર્ટિન ગપ્ટિલ 27 અને કેપ્ટન કેન વિલિયમસન 18 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 08:12 PM (IST)

    NZ vs AUS Final Live: ન્યુઝીલેન્ડનો સ્કોર 50 રન

    9 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 51 રન છે. માર્ટિન ગપ્ટિલ 24 અને કેન વિલિયમસન 15 રન બનાવીને ક્રિઝ પર છે. માર્શની આ ઓવરમાં 11 રન આવ્યા હતા.

  • 14 Nov 2021 08:09 PM (IST)

    NZ vs AUS Final Live:ન્યુઝીલેન્ડની ધીમી બેટિંગ

    કિવી ટીમે આઠ ઓવરમાં માત્ર 40 રન બનાવ્યા છે. માર્ટિન ગપ્ટિલ 22 અને કેન વિલિયમસન 6 રને ક્રિઝ પર છે

  • 14 Nov 2021 08:09 PM (IST)

    NZ vs AUS Final Live: NZ સ્કોર - 37/1

    7 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 37 રન છે. માર્ટિન ગપ્ટિલ 20 અને કેન વિલિયમસન 5 રન બનાવીને ક્રીઝ પર છે

  • 14 Nov 2021 08:08 PM (IST)

    NZ vs AUS Final Live:ગપ્ટિલને જીવનદાન મળ્યું

    View this post on Instagram

    A post shared by ICC (@icc)

  • 14 Nov 2021 08:07 PM (IST)

    NZ vs AUS Final Live:પાવરપ્લેમાં માત્ર 32 રન

    છ ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 32 રન છે. માર્ટિન ગપ્ટિલ 17 અને કેન વિલિયમસન 3 રન બનાવીને ક્રિઝ પર છે. આ ઓવરમાં જોશ હેઝલવુડને બે રન મળ્યા હતા.

  • 14 Nov 2021 08:01 PM (IST)

    NZ vs AUS Final Live: પાંચ ઓવરના અંતે NZ સ્કોર - 30/1

    પાંચ ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 30 રન છે. માર્ટિન ગુપ્ટિલ 17 અને કેન વિલિયમસન 1 રન બનાવીને રમી રહ્યા છે.

  • 14 Nov 2021 07:50 PM (IST)

    NZ vs AUS Final Live:ફાઈનલમાં ન્યુઝીલેન્ડને પહેલો ફટકો લાગ્યો, હેઝલવુડે મિશેલને આઉટ કર્યો

  • 14 Nov 2021 07:48 PM (IST)

    NZ vs AUS Final Live:ત્રીજી ઓવરમાં ન્યુઝીલેન્ડનો સ્કોર 23

    ત્રણ ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર વિના નુકશાન 23 રન છે. માર્ટિન ગુપ્ટિલ અને ડેરિલ મિશેલ બંને 11-11 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 07:45 PM (IST)

    NZ vs AUS Final Live: ગપ્ટિલનો શાનદાર ચોગ્ગો

  • 14 Nov 2021 07:43 PM (IST)

    View this post on Instagram

    A post shared by ICC (@icc)

  • 14 Nov 2021 07:42 PM (IST)

    NZ vs AUS Final Live: બીજી ઓવર NZ સ્કોર -13/0

    બે ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર વિના નુકશાન 13 રન છે. માર્ટિન ગપ્ટિલ 10 અને ડેરિલ મિશેલ ત્રણ રન બનાવીને ક્રિઝ પર છે. જોશ હેઝલવુડની આ ઓવરમાં ચાર રન બન્યા હતા.

  • 14 Nov 2021 07:40 PM (IST)

    NZ vs AUS Final Live:ગપ્ટિલની પ્રથમ ઓવરમાં જ ચોગ્ગો

    માર્ટિન ગપ્ટિલને પહેલી જ ઓવરમાં બાઉન્ડ્રી મળી હતી. સ્ટાર્કની ઓવરના બીજા જ બોલ પર, ગપ્ટિલે કવર ડ્રાઇવ કરી અને કવર-પોઇન્ટની વચ્ચેથી ચોગ્ગો મેળવ્યો. ન્યુઝીલેન્ડ માટે પ્રથમ ઓવર સારી હતી અને તેમાંથી 9 રન આવ્યા હતા.

    1 ઓવર, NZ- 9/0; ગુપ્ટિલ - 6, મિશેલ - 3

  • 14 Nov 2021 07:39 PM (IST)

    NZ vs AUS Final Live:પ્રથમ ઓવરમાં 9 રન

    પ્રથમ ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર વિના નુકશાન નવ રન છે. માર્ટિન ગુપ્ટિલ 6 અને ડેરિલ મિશેલ ત્રણ રન બનાવીને ક્રિઝ પર છે.

  • 14 Nov 2021 07:38 PM (IST)

    NZ vs AUS Final Live:ફાઈનલ માટેનો જંગ શરૂ થયો, ક્રીઝ પર ન્યુઝીલેન્ડના ગુપ્ટિલ-મિશેલ

    ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. માર્ટિન ગુપ્ટિલ અને ડેરિલ મિશેલ ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે

  • 14 Nov 2021 07:33 PM (IST)

    NZ vs AUS Final Live: ન્યુઝીલેન્ડની બેટિંગ શરૂ થઈ

  • 14 Nov 2021 07:13 PM (IST)

  • 14 Nov 2021 07:13 PM (IST)

    NZ vs AUS Final Live: ઓસ્ટ્રેલિયા ટીમમાં કોઈ ફેરફાર નથી

    ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, એરોન ફિંચ, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, પેટ કમિંસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝેમ્પા, જોશ હેઝલવુડ

  • 14 Nov 2021 07:11 PM (IST)

    NZ vs AUS Final Live:NZ ન્યુઝીલેન્ડની ટીમમાં ફેરફાર

    ન્યુઝીલેન્ડ: માર્ટિન ગુપ્ટિલ, ડેરિલ મિચેલ, કેન વિલિયમ્સન, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઈફર્ટ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉદી, ઈશ સોઢી, ટ્રેંટ બોલ્ટ.

  • 14 Nov 2021 07:05 PM (IST)

    NZ vs AUS Final Live:ઓસ્ટ્રેલિયાએ અંતિમ ટોસ જીત્યો, ન્યુઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરશે

  • 14 Nov 2021 06:45 PM (IST)

    NZ vs AUS Final Live:વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર્સ

    જ્યાં સુધી ઓસ્ટ્રેલિયાની વાત છે તો કાંગારૂ ટીમ માટે રનની જવાબદારી અનુભવી ઓપનર ડેવિડ વોર્નરે લીધી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ખરાબ ફોર્મમાં રહેલા વોર્નરે 148ના સ્ટ્રાઈક રેટ સાથે 47ની એવરેજ સાથે 2 અર્ધશતકની મદદથી 6 ઇનિંગ્સમાં 236 રન બનાવ્યા છે.

    ટીમ માટે, વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાના ખાતામાં આવી છે. ઝમ્પાએ 6 ઇનિંગ્સમાં 10.91ની એવરેજ અને 11.5ની સ્ટ્રાઇક રેટ સાથે 12 વિકેટ લીધી છે. તે જ સમયે, તેણે માત્ર 5.69ની ઇકોનોમી સાથે રન ખર્ચ્યા છે.

  • 14 Nov 2021 06:27 PM (IST)

    NZ vs AUS Final Live: વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનો સ્ટાર

    આ T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રનની વાત કરીએ તો વિલિયમસન કે ગુપ્ટિલ જેવા દિગ્ગજોના નામ નહીં પરંતુ ડેરીલ મિશેલ જેવા નવા ખેલાડીનું નામ છે. મિશેલે ન્યૂઝીલેન્ડ માટે 6 ઇનિંગ્સમાં 197 રન બનાવ્યા છે. મિશેલે 140ના સ્ટ્રાઈક રેટ અને 39ની એવરેજથી આ રન બનાવ્યા છે, જેમાં અડધી સદીનો સમાવેશ થાય છે.

    આ સાથે જ ટીમના અનુભવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને બોલિંગના નામે સૌથી વધુ સફળતા મળી છે. ડાબા હાથના ઝડપી બોલર બોલ્ટે 6 ઇનિંગ્સમાં 14ની એવરેજ, 12.9ના સ્ટ્રાઇક રેટ અને 6.54ના ઇકોનોમી રેટ સાથે 11 વિકેટ લીધી છે.

  • 14 Nov 2021 06:09 PM (IST)

    NZ vs AUS Final Live: T20 વર્લ્ડ કપમાં કિવી અને કાંગારૂઓનો ઈતિહાસ

    બંને ટીમો 2007માં પ્રથમ વર્લ્ડ કપથી સતત ટુર્નામેન્ટનો ભાગ રહી છે અને ટોચની ટીમ હોવાને કારણે તમામ 7 ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. જો કે, બંનેએ ક્યારેય ટાઇટલ સફળતા હાંસલ કરી ન હતી અને ઘણીવાર નોકઆઉટ રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા.

  • 14 Nov 2021 06:07 PM (IST)

    NZ vs AUS Final Live: રેકોર્ડ કેવો છે?

    ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 ક્રિકેટની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ. આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય મેચોની શરૂઆત 2005માં બંને વચ્ચેની મેચથી થઈ હતી. જો કે, આ હોવા છતાં, છેલ્લા 16 વર્ષમાં બંને ટીમો વચ્ચે માત્ર 14 મેચ રમાઈ છે અને અહીં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે

  • 14 Nov 2021 06:06 PM (IST)

    NZ vs AUS Final Live:કેવી રહી બંને ટીમની સફર?

    ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આજે ચોક્કસપણે ફાઈનલમાં છે, પરંતુ તેમને અહીં સુધી પહોંચવા માટે કઠિન સ્પર્ધામાંથી પસાર થવું પડ્યું હતું. ગ્રૂપમાં બંનેની સ્થિતિ લગભગ સમાન હતી અને બંનેએ સેમિફાઇનલમાં ટાઇટલના બે સૌથી મોટા દાવેદારોને હરાવ્યા હતા.

Published On - Nov 14,2021 6:04 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">