સાઈના નેહવાલ પર વાંધાજનક ટિપ્પણીથી ફસાયો અભિનેતા, મહિલા આયોગે FIRનો કર્યો આદેશ

સાઈના નેહવાલ પર વાંધાજનક ટિપ્પણીથી ફસાયો અભિનેતા, મહિલા આયોગે FIRનો કર્યો આદેશ
Actor Siddharth, Saina Nehwal

NCW એ ટ્વિટરને આ ટ્વીટ હટાવવા અને અભિનેતા વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ કહ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે મુંબઈ પોલીસ (Mumbai Police)ના ડીજીપી અને ટ્વિટર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 10, 2022 | 5:10 PM

આ મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે ટ્વિટરને અભિનેતા સિદ્ધાર્થ (Siddharth) ના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે, સાઈના નેહવાલ (Saina Nehwal) 2012 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ, 2015 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને 2017માં બ્રોન્ઝ મેડલ વિજેતા રહી ચૂકી છે. બોલિવૂડ અને સાઉથ ફિલ્મોના એક્ટર સિદ્ધાર્થ (Actor Siddharth)રાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી અને બીજેપી નેતા સાઈના નેહવાલ (Saina Nehwal) પર વાંધાજનક ટિપ્પણી કરીને ખરાબ રીતે ફસાઈ ગયા છે. આ મામલાની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે સિદ્ધાર્થ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે.

ટ્વીટ પર લોકોએ વાંધો ઉઠાવ્યો અને મહિલા આયોગને ફરિયાદ કરી

NCW એ ટ્વિટરને આ ટ્વીટ હટાવવા અને અભિનેતા વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ કહ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે મુંબઈ પોલીસ (Mumbai Police)ના ડીજીપી અને ટ્વિટર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્માએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, આયોગ આ મામલે કાર્યવાહી કરી રહ્યું છે.સાઈનાએ ટ્વિટ કર્યું હતું કે, જો વડાપ્રધાનની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવે તો તે દેશ પોતાને સુરક્ષિત નહીં કહી શકે. હું પંજાબમાં બનેલી ઘટનાની સખત નિંદા કરું છું. સાઈના નેહવાલના આ ટ્વિટ પર અભિનેતા સિદ્ધાર્થે ટ્વિટ કર્યું હતું. તેણે ડબલ અર્થનો ઉપયોગ કર્યો અને આગળ લખ્યું કે શેમ ઓન યુ રીહાન્ના. જે બાદ આ બાબતે વિવાદ સર્જાયો હતો. અભિનેતા સિદ્ધાર્થના આ ટ્વીટ પર લોકોએ વાંધો ઉઠાવ્યો અને મહિલા આયોગને ફરિયાદ કરી.

વિવાદ બાદ સિદ્ધાર્થે પણ સ્પષ્ટતા કરી અને કહ્યું કે, તેમની વાત ખોટી રીતે લેવામાં આવી રહી છે, કોઈનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે, સાઈના નેહવાલ દેશની જાણીતી બેડમિન્ટન ખેલાડી (Badminton player)છે. તેણી 2012 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા (Olympic bronze medalist), 2015 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ વિજેતા અને 2017 માં બ્રોન્ઝ મેડલ વિજેતા રહી છે.

આ પણ વાંચોઃ

IND vs SA, Virat Kohli PC: મોહમ્મદ સિરાજ ફિટ નથી, જાણો પંતના શૉટ સિલેક્શન પર શું કહ્યું

આ પણ વાંચોઃ

Australian Open: નોવાક જોકોવિચને મોટી રાહત, કોર્ટે વિઝા રદ કરવાનો આદેશ નકારી કાઢ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati