IND vs SA, Virat Kohli PC: મોહમ્મદ સિરાજ ફિટ નથી, જાણો પંતના શૉટ સિલેક્શન પર શું કહ્યું

IND vs SA, Virat Kohli PC: મોહમ્મદ સિરાજ ફિટ નથી, જાણો પંતના શૉટ સિલેક્શન પર શું કહ્યું
Virat Kohli Press Conference

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ (Virat Kohli Press Conference) કરી. વિરાટે મીડિયાને માહિતી આપી કે મોહમ્મદ સિરાજ ત્રીજી ટેસ્ટ માટે ફિટ નથી અને રહાણે-પૂજારાની જોડીનો બચાવ કર્યો હતો, રિષભ પંત વિષે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે તેના શૉટ સિલેક્શન ઉપર વાત કરી છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 10, 2022 | 3:59 PM

ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચેની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ (Third test) કેપટાઉનમાં (Cape Town) આવતીકાલ 11 જાન્યુઆરીથી રમાશે અને આ મેચથી જ ટેસ્ટ સિરીઝના વિજેતા નક્કી થશે.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ (Virat Kohli Press Conference) કરી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 જાન્યુઆરીથી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે અને તે પહેલા આજે કોહલી મીડિયાને સંબોધિત કરી.

ટીમમાં ખેલાડીઓની ઇજાઓ વિશે કોહલીએ કહ્યું કે અમે ફિટ રહેવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે અમે વધુ ક્રિકેટ રમી રહ્યા છીએ. હું મોટે ભાગે ફિટ છું. હું લાંબા સમયથી IPL અને ત્રણેય ફોર્મેટ રમી રહ્યો છું. જાડેજા પણ તેમાંથી એક છે. આ ઇજાઓ કુદરતી છે. અમે એવા વાતાવરણમાં જીવીએ છીએ જ્યાં પ્રતિબંધો છે તેથી અમે તેના વિશે વાત કરી શકીએ છીએ. આ બધી બાબતોનું મેનેજ કરવું મહત્વપૂર્ણ છે કારણ કે તમે તમારા મુખ્ય ખેલાડીઓને ગુમાવવા માંગતા નથી.

હું ટીમ માટે મારાથી બનતું શ્રેષ્ઠ કરવામાં વિશ્વાસ રાખું છું અને તે સતત કરવાનો પ્રયાસ કરું છું. આ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કરવાથી હું ખુશ છું. મારો શ્રેષ્ઠ પ્રયાસ ટીમ માટે સારું કરવાનો છે. મારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી.

ઝડપી બોલરોની કરી પ્રશંસા

મને યાદ છે કે જ્યારે હું ટેસ્ટ કેપ્ટન બન્યો ત્યારે ટીમ સાતમા નંબર પર હતી. પરંતુ હવે અમારી સ્થિતિ ખૂબ જ મજબૂત છે. જો તમે જોશથી નહીં રમો તો તમારા માટે આ પ્રકારની સફળતા મેળવવી મુશ્કેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં આપણને આ જ જુસ્સાની જરૂર છે. અમારી પાસે ઘણા ફાસ્ટ બોલરો છે. દરેક મેચ પહેલા ટીમ મૂંઝવણમાં હોય છે કે આપણે કોની સાથે રમવું જોઈએ. અમને આ વાતનો ગર્વ છે. આ ઝડપી બોલર્સની મહેનતનું પરિણામ છે. મેં હંમેશા કહ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં અમારી સફળતાનું મોટું રહસ્ય આ ઝડપી બોલરો છે જેમણે સખત મહેનત કરી છે.

મોહમ્મદ સિરાજ સંપૂર્ણ રીતે ફિટ નથી

વિરાટ કોહલીએ જણાવ્યું કે હું સંપૂર્ણપણે ફિટ છું. જોકે, મોહમ્મદ સિરાજ(Mohammed Siraj) મેચ ફિટ નથી. પ્રેસ કોન્ફરન્સમાં ભારતના મિડલ ઓર્ડરનો બચાવ કર્યો હતો. વિરાટે કહ્યું કે પૂજારા (Pujara) અને રહાણેએ (Rahane) છેલ્લી ટેસ્ટમાં સારી બેટિંગ કરી હતી. તેમનો અનુભવ અમારા માટે મૂલ્યવાન છે. તેમણે સાઉથ આફ્રિકા સિરીઝમાં પોતાની જાતને સાબિત કર્યા અને ઓસ્ટ્રેલિયામાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેઓ ટીમને જ્યારે જરૂર હોય છે ત્યારે મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી છે.

વિરાટ કોહલીએ કહ્યું કે ટીમ મેનેજમેન્ટે ઋષભ પંત (Rishabh Pant) સાથે વાત કરી છે. પ્રેક્ટિસ દરમિયાન તેની સાથે વાત કરી. આપણે બધા ભૂલો કરીએ છીએ. પણ એ ભૂલોમાંથી શીખવાની જરૂર છે. કયો શોટ રમવો ક્યારે જરૂરી છે તે સમજવું જરૂરી છે પણ ઋષભ પોતે પણ આ વાત સમજે છે. વિરાટ કોહલીએ બીજી ટેસ્ટમાં કેએલ રાહુલની (KL Rahul) કેપ્ટનશિપની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે રાહુલે ટીમને જીત અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ દક્ષિણ આફ્રિકાએ સારો ચેઝ કર્યો હતો.

કોહલીને ધોનીની સલાહને યાદ કરી

વિરાટ કોહલીએ ઋષભ પંતના શોટ સિલેક્શન વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ધોની (MS Dhoni) પાસેથી શીખેલા પાઠને યાદ કર્યો. કોહલીના જણાવ્યા મુજબ ધોનીએ કહ્યું હતું કે બે ભૂલો વચ્ચે ઓછામાં ઓછું છ-સાત મહિનાનું અંતર હોવું જોઈએ. આ રીતે કારકિર્દી આગળ વધે છે

આ પણ વાંચોઃ

IND vs SA: કેપટાઉનમાં ભારતીય બોલરોના પ્રદર્શનનું રિપોર્ટ કાર્ડ, જાણો કોણે લીધી સૌથી વધુ વિકેટ

આ પણ વાંચોઃ

IND vs SA: દક્ષિણ આફ્રિકાનો આ દિગ્ગજ જસપ્રિત બુમરાહની બોલીંગનો ‘આશિક’ છે , ખોલ્યા જસ્સીની સફળતાના રાઝ!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati