AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australian Open: નોવાક જોકોવિચને મોટી રાહત, કોર્ટે વિઝા રદ કરવાનો આદેશ નકારી કાઢ્યો

સર્કિટ કોર્ટના જજ એન્થોની કેલીએ સરકારને આદેશ આપ્યો કે, ચુકાદાની 30 મિનિટની અંદર જોકોવિચને મેલબોર્નની ક્વોરેન્ટાઇન હોટેલમાંથી બહાર લઈ જવામાં આવે.

Australian Open: નોવાક જોકોવિચને મોટી રાહત, કોર્ટે વિઝા રદ કરવાનો આદેશ નકારી કાઢ્યો
Novak Djokovic
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 6:07 PM
Share

નોવાક જોકોવિચે (Novak Djokovic) કોરોનાની રસી લીધી નથી. આ પછી ઓસ્ટ્રેલિયાની સરકારે તેના વિઝા રદ કરી દીધા હતા. જેના કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ( Australian Open) રમવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાના એક ન્યાયાધીશે વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી (Tennis player)નોવાક જોકોવિચ (Novak Djokovic)ના વિઝા પુનઃસ્થાપિત કર્યા છે.

સર્કિટ કોર્ટના જજ એન્થોની કેલીએ સરકારને આદેશ આપ્યો કે, ચુકાદાની 30 મિનિટની અંદર જોકોવિચને મેલબોર્નની ક્વોરેન્ટાઇન હોટેલમાંથી બહાર લઈ જવામાં આવે. કોરોનાની રસી ન લેવાને કારણે ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા પહોંચતા જ નોવાક જોકોવિચના વિઝા રદ કરવામાં આવ્યા હતા.

આ પછી ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવા માટે સંકટ વધુ ઘેરી બન્યું હતું. જો કે કોર્ટના તાજેતરના આદેશથી જોકોવિચ (Novak Djokovic) ને મોટી રાહત મળી છે. આ સાથે જ તેના ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાનો રસ્તો પણ ખુલ્લો છે. પરંતુ હજુ મામલો સંપૂર્ણ રીતે પૂર્ણ થયો નથી.

સરકારી વકીલ ક્રિસ્ટોફર ટ્રાને ન્યાયાધીશને જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન, સિટીઝનશિપ, ઇમિગ્રેશન સેવાઓ અને બહુસાંસ્કૃતિકવાદ વિભાગના પ્રધાન એલેક્સ હોક વિઝા રદ કરવા માટે તેમની વ્યક્તિગત અધિકારોનો ઉપયોગ કરવો કે કેમ તે નક્કી કરશે. આનો અર્થ એ થયો કે જોકોવિચને ફરીથી રેલિગેશનનો સામનો કરવો પડી શકે છે અને તે 17 જાન્યુઆરીથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઈ શકે છે.

જોકોવિચે તેના દેશનિકાલ અને વિઝા રદ કરવાને ફેડરલ સર્કિટ એન્ડ ફેમિલી કોર્ટ ઓફ ઓસ્ટ્રેલિયામાં પડકાર્યો હતો. ઓસ્ટ્રેલિયન સરકારે બુધવારે મેલબોર્ન પહોંચતાની સાથે જ તેના વિઝા રદ કરી દીધા કારણ કે, તે કોરોના રસીકરણ નિયમોમાં મેડિકલ મુક્તિના માપદંડોને પૂર્ણ કર્યા ન હતા.

કોર્ટમાં શું થયું

જોકોવિચે કહ્યું કે, તેણે રસીકરણનો પુરાવો આપવાની જરૂર નથી કારણ કે તેની પાસે પુરાવા છે કે તે ગયા મહિને કોરોના ચેપનો શિકાર હતો. જોકોવિચના કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો કહે છે કે તેને રસી આપવામાં આવી નથી. ઓસ્ટ્રેલિયાના તબીબી વિભાગે છ મહિનાની અંદર કોરોના ચેપનો ભોગ બનેલા લોકોને રસીકરણની અસ્થાયી માફી આપી છે.

સર્કિટ કોર્ટના જજ કેલીને કે, જોકોવિચે મેલબોર્ન એરપોર્ટ પર ટેનિસ ઓસ્ટ્રેલિયા દ્વારા તેને આપવામાં આવેલી તબીબી મુક્તિ અંગેના દસ્તાવેજો સત્તાવાળાઓને સોંપ્યા હતા. જજે જોકોવિચના વકીલ નિક વૂડને પૂછ્યું, ‘પ્રશ્ન એ છે કે તે બીજું શું કરી શક્યો હોત.’

સુનાવણી દરમિયાન આવી સમસ્યાઓ

જોકોવિચના વકીલે કબૂલ્યું હતું કે, તે બીજું કંઈ કરી શકે તેમ નથી. તેણે કહ્યું કે, જોકોવિચે સત્તાવાળાઓને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે, તેણે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા માટે જે કરી શકતો હતો તે કર્યું. કેસની વર્ચ્યુઅલ સુનાવણી ઘણી વખત વિક્ષેપિત થઈ હતી કારણ કે વિશ્વભરના હજારો લોકોએ તેને જોવાનો પ્રયાસ કર્યો હતો. એક તબક્કે કોર્ટની લિંક હેક કરવામાં આવી હતી. જોકોવિચે 20 વખત ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે અને એક ટાઇટલ સાથે તે રોજર ફેડરર અને રાફેલ નડાલને પાછળ છોડી દેશે. તે નવ વખત ઓસ્ટ્રેલિયા ઓપન જીતી ચૂક્યો છે.

આ પણ વાંચો: IPL 2022 પર પણ કોરોના વાઈરસની નજર, સતત ત્રીજા વર્ષે દેશની બહાર થશે આયોજન! BCCI જલ્દી જ લેશે નિર્ણય

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">