MI vs RR Live Score, IPL 2022 Highlights: મુંબઈની રાજસ્થાન સામે 23 રનથી હાર, ઈશાન કિશન અને તિલક વર્માના પ્રયાસ નિષ્ફળ રહ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 7:34 PM

MI vs RR, Live Score in gujarati Highlights : મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પ્રથમ મેચ જીતી હતી

MI vs RR Live Score, IPL 2022 Highlights: મુંબઈની રાજસ્થાન સામે 23 રનથી હાર, ઈશાન કિશન અને તિલક વર્માના પ્રયાસ નિષ્ફળ રહ્યા
mumbai indians vs rajasthan royals live score ipl 2022 match scorecard online

IPL 2022માં આજે મુંબઈ ઈન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. મુંબઈએ અગાઉ એક મેચ રમી હતી જેમાં તેને દિલ્હી કેપિટલ્સ સામે હાર મળી હતી. બીજી તરફ રાજસ્થાનની ટીમ પોતાનો જીતનો ક્રમ જાળવી રાખવા માંગશે. પ્રથમ મેચમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી હતી. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ હાલમાં 2 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે જ્યારે મુંબઈની ટીમનો એક પણ પોઈન્ટ નથી અને તે નવમા સ્થાને છે.

રાજસ્થાન રોયલ્સ : જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, દેવદત્ત પડ્ડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, પ્રસિદ્ધ ક્રિષ્ણા

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઇશાન કિશન, અનમોલપ્રીત સિંહ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઇમલ મિલ્સ, બેસિલ થમ્પી

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Apr 2022 07:21 PM (IST)

    મુરુગન અશ્વિન રન આઉટ

    મુરુગન અશ્વિન 19મી ઓવરના અંતિમ બોલ પર રન દોડવા જતા આઉટ થયો હતો.

  • 02 Apr 2022 07:21 PM (IST)

    પોલાર્ડની બાઉન્ડરી

    પ્રસિદ્ધ કૃષ્ણાની 19મી ઓવર લઈને આવ્યો હતો, આ દરમિયાન પોલાર્ડે ઓવરના 5 બોલને બાઉન્ડરી માટે મોકલ્યો હતો.

  • 02 Apr 2022 07:14 PM (IST)

    પોલાર્ડનો છગ્ગો અને ચોગ્ગો

    ટ્રેન્ટ બોલ્ટ લઈને આવેલ 18મી ઓવરમાં પોલાર્ડે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં મુંબઈને 11 રન મળ્યા હતા.

  • 02 Apr 2022 07:08 PM (IST)

    મુરુગનની બાઉન્ડરી

    પ્રસિદ્ધ કૃષ્ણા 17મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં મુંબઈએ 7 રન મેળવ્યા હતા. ઓવરના 5માં બોલ પર મુરુગન અશ્વિને બાઉન્ડરી મેળવી હતી.

  • 02 Apr 2022 07:07 PM (IST)

    16 મી ઓવર મુંબઈ માટે મુશ્કેલ બની

    યુઝવેન્દ્ર ચહલ લઈને આવેલ 16મી ઓવરમાં મુંબઈ એક બાદએક સળંગ બે વિકેટ ગુમાવી દીધી હતી. ચહલ હેટ્રીકના મોકા પર આવી ચુક્યો હતો. ચહલે ઓવરના ટીમ ડેવિડને આઉટ કર્યો હતો. ત્યાર બાદ બીજા બોલે ડેનિયલ સેમ્સને ગોલ્ડન ડક આઉટ કર્યો હતો.

  • 02 Apr 2022 07:00 PM (IST)

    ટિમ ડેવિડ આઉટ થતાં મુંબઈની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

  • 02 Apr 2022 06:57 PM (IST)

    ચહલે મેચને રોમાંચક બનાવી દીધી

    લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે મેચને રોમાંચક બનાવી દીધી છે. 16મી ઓવરના પહેલા બોલ પર તેણે ટિમ ડેવિડને એક રન પર આઉટ કર્યો હતો. મુંબઈને 29 બોલમાં 59 રનની જરૂર છે અને 5 વિકેટ બાકી છે.

  • 02 Apr 2022 06:52 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈએ છેલ્લી 5 ઓવરમાં 58 રન બનાવવાના છે

    અશ્વિને 15મી ઓવરમાં 7 રન આપીને તિલક વર્માની વિકેટ લીધી હતી. મુંબઈને છેલ્લી 5 ઓવરમાં 58 રન બનાવવાના છે અને 6 વિકેટ બાકી છે. પોલાર્ડ 0 અને ટિમ ડેવિડ 1 રન પર રમી રહ્યા છે.

  • 02 Apr 2022 06:49 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: અશ્વિને ચોથો ઝટકો આપ્યો

    આર અશ્વિને મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો આપ્યો હતો. તિલક વર્મા 33 બોલમાં 61 રન બનાવીને અશ્વિનના હાથે બોલ્ડ થયો હતો. તેણે 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ટીમે હજુ 34 બોલમાં 59 રન બનાવવાના છે.

  • 02 Apr 2022 06:48 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score : તિલક વર્માએ આઈપીએલ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી

    તિલક વર્માએ તેની IPL કારકિર્દીની પ્રથમ અડધી સદી પૂરી કરી છે. તેણે 28 બોલમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. તે IPLમાં મુંબઈ માટે અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો છે.

  • 02 Apr 2022 06:46 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: ઈશાન બાદ તિલકની અડધી સદીથી ટીમે 120 રન પૂરા કર્યા

    ચહલે 14મી ઓવર નાખી. તિલકે પ્રથમ બોલ પર એક રન લીધો હતો. પોલાર્ડ બીજા બોલ પર એક રન. ત્રીજા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ચોથા બોલ પર ચાર. 5મા બોલ પર એક રન. છઠ્ઠા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. આ ઓવરમાં 8 રન બનાવ્યા હતા. 3 વિકેટે 129 રન બનાવ્યા. તિલક 55 અને પોલાર્ડ 0 રન પર રમી રહ્યા છે.

  • 02 Apr 2022 06:43 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈ ઈન્ડિયન્સને મેચ જીતવા માટે 42 બોલમાં 73 રનની જરૂર

    મુંબઈ ઈન્ડિયન્સને મેચ જીતવા માટે 42 બોલમાં 73 રનની જરૂર છે. તિલક વર્મા 49 રને અને પોલાર્ડ શૂન્ય પર રમી રહ્યા છે.

  • 02 Apr 2022 06:39 PM (IST)

    ઈશાન તેની અડધી સદી ચોગ્ગા સાથે પૂરી કરી આઉટ થયો

    ટ્રેન્ટ બોલ્ટે 13મી ઓવર નાખી. પ્રથમ બોલ પર એક રન. બીજા બોલ પર તિલકે એક રન લીધો. ત્રીજા બોલ પર ઈશાન કિશને ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ચોથા બોલ પર એક રન. 5મા બોલ પર તિલકે એક રન લીધો. છેલ્લા બોલ પર ઈશાન આઉટ. આ ઓવરમાં 9 રન બનાવ્યા હતા. 3 વિકેટે 121 રન બનાવ્યા. ઈશાન 54 રન બનાવીને આઉટ થયો હતો. તિલક 49 રન પર રમી રહ્યો હતો.

  • 02 Apr 2022 06:36 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: ઇશાન કિશને IPL કરિયરની 11મી ફિફ્ટી ફટકારી

    ઈશાન કિશને IPL કરિયરની 11મી ફિફ્ટી પૂરી કરી છે. આ સિઝનમાં આ તેની સતત બીજી ફિફ્ટી છે.

  • 02 Apr 2022 06:35 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score : રાયન પરાગે 11 રન આપ્યા

    લેગ સ્પિનર ​​રેયાન પરાગે 12મી ઓવર ફેંકી હતી. ઈશાને પ્રથમ બોલ પર 2 રન લીધા હતા. બીજા બોલ પર એક રન. ત્રીજા બોલ પર તિલકે એક રન લીધો હતો. ચોથા બોલ પર એક રન. તિલકે 5માં બોલ પર સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ઓવરમાં 11 રન આવ્યા હતા. 2 વિકેટે 112 રન. ઈશાન 48 અને તિલક 47 રને રમી રહ્યા છે.

  • 02 Apr 2022 06:32 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: ઈશાન કિશનનો કેચ રાજસ્થાનની ટીમ માટે ભારે પડી શકે છે

    ઈશાન કિશન અને તિલક વર્માએ સાથે મળીને બે વિકેટે મુંબઈનો સ્કોર 100ની પાર પહોંચાડ્યો હતો. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે ઈશાન કિશનનો મુશ્કેલ કેચ છોડ્યો હતો. આ કેચ રાજસ્થાનની ટીમ માટે ભારે પડી શકે છે. જો જયસ્વાલે આ કેચ પકડ્યો હોત તો તેની ટીમ ચોક્કસપણે આ મેચમાં આગળ આવી શકી હોત.

  • 02 Apr 2022 06:30 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: 11મી ઓવરમાં 7 રન આવ્યા

    11મી ઓવર ઓફ સ્પિનર ​​આર અશ્વિને ફેંકી હતી. પ્રથમ બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ઈશાને બીજા બોલ પર એક રન લીધો હતો. ત્રીજા બોલ પર 2 રન. ચોથા બોલ પર તિલકે એક રન લીધો. 5મા બોલમાં 2 રન. છેલ્લા બોલ પર એક રન. આ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. 2 વિકેટે 101 રન. ઈશાન 44 અને તિલક 40 રન પર રમી રહ્યા હતા.

  • 02 Apr 2022 06:28 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈનો સ્કોર 100 રનને પાર

    ઈશાન કિશન અને તિલક વર્માએ સાથે મળીને બે વિકેટે મુંબઈનો સ્કોર 100ની પાર પહોંચાડ્યો હતો. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે.

  • 02 Apr 2022 06:26 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: તિલકે સિક્સ ફટકારી

    ચહલે ઇનિંગની 10મી ઓવર ફેંકી હતી. તિલકે પ્રથમ બોલ પર એક રન લીધો હતો. બીજા બોલ પર ઈશાને એક રન બનાવ્યો હતો. ત્રીજા બોલ પર તિલકે સિક્સર ફટકારી હતી. ચોથા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. 5માં બોલ પર ચાર. છઠ્ઠા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. આ ઓવરમાં 12 રન બનાવ્યા હતા. 2 વિકેટે 94 રન. ઈશાન 40 અને તિલક 37 રને રમી રહ્યા છે.

  • 02 Apr 2022 06:24 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: ઈશાન કિશન પર મહત્વની જવાબદારી

    જો રાજસ્થાનને અહીં વધુ એક કે બે વિકેટ મળી જશે તો મુંબઈ માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ બની જશે. ઈશાન કિશનને અહીં શાનદાર બેટિંગ કરવાની જરૂર છે

  • 02 Apr 2022 06:18 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: નવદીપ સૈનીએ 15 રન આપ્યા

    ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ ઇનિંગની 9મી ઓવર નાખી. તિલકે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલ પર એક રન. ઈશાને ત્રીજા બોલ પર 2 રન લીધા હતા. ચોથા બોલ પર એક રન. તિલકે 5માં બોલ પર સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલ પર એક રન. આ ઓવરમાં 15 રન બનાવ્યા હતા. 9 ઓવર પછી સ્કોર 2 વિકેટે 82 રન હતો. ઈશાન 39 અને તિલક 26 રને રમી રહ્યા છે.

  • 02 Apr 2022 06:16 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score:હજુ 127 રનની જરૂર છે

    મુંબઈ ઈન્ડિયન્સને 12 ઓવરમાં 127 રન બનાવવાના છે. એટલે કે રનરેટ 10થી ઉપર છે. ઈશાન કિશન પર ફરી એકવાર મોટી જવાબદારી આવશે.

  • 02 Apr 2022 06:16 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: ચહલે માત્ર 6 રન આપ્યા

    લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે 8મી ઓવરમાં નાખી. ઈશાને પ્રથમ બે બોલ પર એક રન બનાવ્યો હતો. ત્રીજા બોલ પર તિલકે 2 રન લીધા હતા. ચોથા બોલ પર એક રન. ઈશાને 5માં બોલ પર એક રન બનાવ્યો હતો. છેલ્લા બોલ પર એક રન. 8 ઓવર પછી સ્કોર 2 વિકેટે 67 રન હતો. ઈશાન 36 અને તિલક 14 રને રમી રહ્યા હતા.

  • 02 Apr 2022 06:15 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score : હજુ 127 રનની જરૂર છે

    મુંબઈ ઈન્ડિયન્સને 12 ઓવરમાં 127 રન બનાવવાના છે. એટલે કે રનરેટ 10થી ઉપર છે. ઈશાન કિશન પર ફરી એકવાર મોટી જવાબદારી આવશે.

  • 02 Apr 2022 06:13 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score:તિલક અને કિશન વચ્ચે સારી ભાગીદારી

    તિલક અને કિશન વચ્ચે સારી ભાગીદારી રોહિત અને અનમોલપ્રીતના આઉટ થયા બાદ ઈશાન કિશને તિલક વર્મા સાથે સારી ભાગીદારી કરી છે. બંને સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે અને ધીમે ધીમે પોતાની ટીમને લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યા છે.

  • 02 Apr 2022 06:11 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: ચહલે પોતાની ઓવરમાં 00 રન આપ્યા

    લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે 8મી ઓવરમાં નાખી. ઈશાને પ્રથમ બે બોલ પર એક રન બનાવ્યો હતો. ત્રીજા બોલ પર તિલકે 2 રન લીધા હતા. ચોથા બોલ પર એક રન. ઈશાને 5માં બોલ પર એક રન બનાવ્યો હતો. છેલ્લા બોલ પર એક રન. 8 ઓવર પછી સ્કોર 2 વિકેટે 67 રન હતો. ઈશાન 36 અને તિલક 14 રને રમી રહ્યા હતા.

  • 02 Apr 2022 06:09 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: તિલકે સિક્સ ફટકારી

    અશ્વિને 7મી ઓવર નાખી. પ્રથમ બોલ પર ઈશાન અને બીજા બોલ પર તિલક એક રન લીધો હતો. ત્રીજા બોલ પર એક રન. ચોથા બોલ પર તિલકે એક રન બનાવ્યો હતો. ઈશાને 5માં બોલ પર એક રન લીધો હતો. તિલકે છઠ્ઠા બોલ પર સિક્સર ફટકારી હતી. 7 ઓવર પછી સ્કોર 2 વિકેટે 61 રન હતો. ઈશાન 34 અને તિલક 10 રને રમી રહ્યા છે.

  • 02 Apr 2022 06:05 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈના 50 રન પૂરા થયા

    ફાસ્ટ બોલર કૃષ્ણાએ ઇનિંગની છઠ્ઠી ઓવર નાખી. ઈશાને પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ત્રીજા બોલ પર પણ રન નહીં. ચોથા બોલ પર એક રન. 5માં અને  છેલ્લા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. 6 ઓવર પછી સ્કોર 2 વિકેટે 50 રન હતો. ઈશાન 2 અને તિલક 31 રન પર રમી રહ્યા હતા.

  • 02 Apr 2022 06:00 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: આર અશ્વિને ઇનિંગની પાંચમી ઓવર નાંખી

    આર અશ્વિને ઇનિંગની પાંચમી ઓવર ફેંકી હતી. પ્રથમ 2 બોલમાં 2 રન. ત્રીજા બોલ પર તિલક વર્મા રન બનાવી શક્યો નહોતો. ચોથા બોલ પર એક રન. 5મા અને 6ઠ્ઠા બોલ પર એક-એક રન. 5 ઓવર પછી સ્કોર 2 વિકેટે 45 રન હતો. ઈશાન 26 અને તિલક 2 રને રમી રહ્યા છે.

  • 02 Apr 2022 05:57 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈને બીજો ફટકો, અનમોલપ્રીત પેવેલિયન પરત ફર્યો

    મેચની ચોથી ઓવરમાં ઈશાન કિશને સારી રમત બતાવી હતી. તેણે ઝડપી બોલર નવદીપ સૈનીની ઓવરમાં એક છગ્ગા અને બે ચોગ્ગા સહિત 16 રન બનાવ્યા હતા. પરંતુ અનમોલપ્રીત સિંહ છેલ્લા બોલ પર 5 રન બનાવીને આઉટ થયો હતો. 2 વિકેટે 40 રન.

  • 02 Apr 2022 05:56 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈને પાવરપ્લેમાં ઝડપી બેટિંગ કરવાની જરૂર છે

    ટ્રેન્ટ બોલ્ટે ફરી ત્રીજી ઓવર કરી, આ વખતે તેણે પાંચ રન આપ્યા. ઈશાનને ફરી એકવાર અહીં જવાબદારી નિભાવવી પડશે કારણ કે ટીમની સામે એક મોટું લક્ષ્ય છે. મુંબઈએ પાવર પ્લેમાં આક્રમક રમત બતાવવી પડશે

  • 02 Apr 2022 05:49 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: ટ્રેન્ટ બોલ્ટની શાનદાર બોલિંગ

    ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની શાનદાર બોલિંગ ચાલુ છે. તેણે બીજી ઓવરમાં માત્ર 5 રન આપ્યા. 3 ઓવર પછી સ્કોર એક વિકેટે 24 રન હતો. ઈશાન 8 અને અનમોલપ્રીત 5 રન બનાવીને રમી રહ્યા છે.

  • 02 Apr 2022 05:47 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: બીજી ઓવરમાં 19 રન

    મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બે ઓવરમાં એક વિકેટે 19 રન બનાવ્યા છે. ઈશાન કિશન 4 અને અનમોલપ્રીત સિંહ પણ 4 રને રમી રહ્યા છે.

  • 02 Apr 2022 05:46 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: રોહિત આઉટ

    રોહિત શર્માએ બીજી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણા હતો. પ્રથમ બોલ પર 2 રન બનાવ્યા હતા. ત્રીજા બોલ પર ફરીથી 2 રન બનાવ્યા. ચોથા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. 5માં બોલે રોહિત 10 રન બનાવીને આઉટ થયો હતો.

  • 02 Apr 2022 05:44 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score : ઈશાન કિશને બાઉન્ડ્રી ફટકારી

    રાજસ્થાન રોયલ્સ માટે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ડે પ્રથમ ઓવર ફેંકી હતી. તેણે પ્રથમ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. ઈશાન કિશને બાઉન્ડ્રી ફટકારી.

  • 02 Apr 2022 05:38 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈની બેટિંગ શરૂ થઈ

    194 રનના ટાર્ગેટને પુરો કરવા માટે  મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ક્રિઝ પર હાજર છે. પ્રથમ ઓવરમાં મુંબઈએ વિના નુકશાને ચાર રન બનાવ્યા હતા.

  • 02 Apr 2022 05:18 PM (IST)

    મુંબઈ સામે 194 રનનો ટાર્ગેટ

    રાજસ્થાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 193 રન બનાવી શકી હતી. હવે મુંબઈ સામે 194 રનનો ટાર્ગેટ છે. મેચના છેલ્લા બોલ પર રિયાન પરાગે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન ટિમ ડેવિડે ડીપ મિડ-વિકેટ પર શાનદાર કેચ પકડ્યો. આ સાથે રાજસ્થાનની ટીમ આઠ વિકેટે 193 રન જ બનાવી શકી હતી.રાજસ્થાન તરફથી જોસ બટલરે સૌથી વધુ 100 રન બનાવ્યા હતા. તેના સિવાય શિમરોન હેટમાયર 35 અને કેપ્ટન સંજુ સેમસને 30 રન બનાવ્યા હતા. મુંબઈ માટે જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ટીમલ મિલ્સે પણ ત્રણ વિકેટ લીધી હતી.

  • 02 Apr 2022 05:15 PM (IST)

    રાજસ્થાનની સાતમી વિકેટ પડી

    ટાઇમલ મિલ્સે રાજસ્થાનને સાતમો ઝટકો આપ્યો છે. તેણે નવદીપ સૈનીને વિકેટકીપર ઈશાન કિશનના હાથે કેચ કરાવ્યો. નવદીપ બે રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રિયાન પરાગ અને ટ્રેન્ટ બોલ્ટ હવે ક્રિઝ પર છે. જો કે રાજસ્થાનના 200ને પાર જવાની આશા ઠગારી નીવડી છે.

  • 02 Apr 2022 05:11 PM (IST)

    રાજસ્થાન રોયલ્સની 6ઠ્ઠો ઝટકો,19મી ઓવરમાં ત્રણ બેટ્સમેન આઉટ

    રાજસ્થાનને   200થી વધુ સ્કોર કરવાના સપનાને તોડી નાખ્યું છે. હેટમાયર બાદ તેણે બટલરને પણ યોર્કર બોલ પર આઉટ કર્યો હતો.  જસપ્રિત બુમરાહે 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે માત્ર ત્રણ રન આપ્યા અને બે સેટમાં બેટ્સમેનોને આઉટ કર્યા. આ સાથે જ એક બેટ્સમેન પણ રનઆઉટ થયો હતો.

  • 02 Apr 2022 05:07 PM (IST)

    જોશ બટલર IPL 2022ની પ્રથમ સદી ફટકારી આઉટ

    જોશ બટલરે IPL 2022ની પ્રથમ સદી ફટકારી છે. આ તેની આઈપીએલ કારકિર્દીની બીજી સદી છે.

  • 02 Apr 2022 05:06 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: જોશ બટલરે સદી પૂરી કરી

    જોશ બટલરે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્દ પોતાની સદી પૂરી કરી છે

  • 02 Apr 2022 05:03 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: રાજસ્થાનનો સ્કોર 182 ને પાર

    જોશ બટલર અને શિમરોન હેટમાયરએ રાજસ્થાનના સ્કોરને ત્રણ વિકેટે 182 ની પાર પહોંચાડી દીધો હતો. રાજસ્થાનનો સ્કોર ત્રણ વિકેટે 182 રનને પાર કરી ગયો છે.જોશ બટલર સદીથી માત્ર એક રન દુર છે

  • 02 Apr 2022 04:58 PM (IST)

    શિમરોન હેટમાયરની શાનદાર સિક્સ

    શિમરોન હેટમાયરે 18મી ઓવરના પહેલા બોલ પર  શાનદાર સિક્સ ફટકારી હતી

  • 02 Apr 2022 04:53 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: શિમરોન હેટમાયરે સિક્સ ફટકારી

    શિમરોન હેટમાયરે 17મી ઓવરના પહેલા અને બીજા બોલ પર સિકસ ફટકારી . 17મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પાંચમો બોલ વાઈડ ગયો હતો. છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો

  • 02 Apr 2022 04:43 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score:પોલાર્ડે રાજસ્થાનને ત્રીજો ઝટકો આપ્યો

    પોલાર્ડે રાજસ્થાનને ત્રીજો ઝટકો આપ્યો છે. તેણે કેપ્ટન સંજુ સેમસનને તિલક વર્માના હાથે કેચ કરાવ્યો.બટલર તેની સદીની નજીક છે.સેમસને ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.15 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર ત્રણ વિકેટે 138 રન છે.

  • 02 Apr 2022 04:40 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: સંજુ સેમસન આઉટ

    જોશ બટલર 89 અને સંજુ સેમસન 30 રન બનાવી ક્રિઝ પર છે, રાજસ્થાને 14મી 6 રન આવ્યા હતા

  • 02 Apr 2022 04:32 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: રાજસ્થાનનો સ્કોર બે વિકેટના નુકસાને 100ને પાર

    રાજસ્થાનનો સ્કોર બે વિકેટના નુકસાને 100ને પાર કરી ગયો છે. સંજુ સેમસન અને જોશ બટલર વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે.

  • 02 Apr 2022 04:30 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: બટલર અને સેમસનની બેટિંગ

    જોશ બટલર અને સંજુ સેમસન હવે આક્રમક રીતે બેટિંગ કરી રહ્યા છે. બટલરે પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. સાથે જ સેમસન પણ ઝડપી રમી રહ્યો છે. જોશ બટલર 77 સંજુ સેમસન 27 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે

  • 02 Apr 2022 04:26 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: જોશ બટલરની તોફાની બેટિંગ

    જોશ બટલર  તોફાની બેટિંગ કરી રહ્યો છે 11 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 108 રન છે. બટલર 76 અને સેમસન 21 રન બનાવીને રમી રહ્યા છે.

  • 02 Apr 2022 04:23 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: બટલરે IPL કારકિર્દીની 12મી ફિફ્ટી ફટકારી

    રાજસ્થાનના ઓપનર જોશ બટલરે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. આ તેની આઈપીએલ કારકિર્દીની 12મી અડધી સદી છે. તે હવે કેપ્ટન સંજુની મદદથી પોતાની ટીમને આગળ લઈ જવા માંગશે. 10 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 87 રન છે. બટલર 64 અને સેમસન 14 રન બનાવીને રમી રહ્યા છે.

  • 02 Apr 2022 04:19 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: જોસ બટલરનો શાનદાર ચોગ્ગો

  • 02 Apr 2022 04:18 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: રાજસ્થાન રોયલ્સનો સ્કોર 9 ઓવર બાદ 74/2

    રાજસ્થાન રોયલ્સનો સ્કોર 9 ઓવર બાદ 74/2  છે બટલર 57 અને સંજુ 8 રન બનાવી રમી રહ્યા છે

  • 02 Apr 2022 04:10 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score:જોસ બટલરે ચોગ્ગો ફટકાર્યો

    જોસ બટલરે ચોગ્ગા સાથે  અડધી સદી પૂર્ણ કરી છે

  • 02 Apr 2022 04:06 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: પાવરપ્લેમાં રાજસ્થાનનો સ્કોર 48/2

    પાવરપ્લે પુરો થયો અને રાજસ્થાને બે વિકેટના નુકસાને 48 રન બનાવી લીધા છે. જોસ બટલરે ચોથી ઓવરમાં 26 રન બનાવ્યા, જેનાથી મુંબઈ મુશ્કેલીમાં મુકાઈ ગયું પરંતુ મિલ્સ અને એમ અશ્વિને છેલ્લી બે ઓવરમાં સારી બોલિંગ કરી. ઓવરના છેલ્લા બોલ પર મિલ્સે દેવદત્ત પડ્ડિકલને પેવેલિયન પરત મોકલ્યો હતો.

  • 02 Apr 2022 03:59 PM (IST)

    રાજસ્થાનને બીજો ફટકો, દેવદત્ત પડિકલ આઉટ

    રાજસ્થાનના ખેલાડી દેવદત્ત પડ્ડિકલ 7 રન બનાવી આઉટ થયો . તેની જગ્યાએ ક્રિઝ પર સંજુ સેમસન આવ્યો છે

  • 02 Apr 2022 03:55 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: 5 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 47

    મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ચોથી ઓવર બાસિલ થમ્પીને આપી હતી, . બટલરે થમ્પીની ઓવરમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા અને 26 રન બનાવ્યા.

  • 02 Apr 2022 03:48 PM (IST)

    જોસ બટલરે સિક્સ ફટકારી

    જોસ બટલરે ચોથી ઓવરમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. રાજ્સ્થાનનો સ્કોર 4 ઓવર બાદ  43 રનમાં 1 વિકેટનું નુકસાન છે.

  • 02 Apr 2022 03:46 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: જોસ બટલરે ચોગ્ગો ફટકાર્યો

    જોસ બટલરે ઉપરા ઉપરી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. જોસ બટલર 17 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે.

  • 02 Apr 2022 03:43 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઝટકો યશસ્વી જયસ્વાલ આઉટ

    રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઝટકો ત્રીજી ઓવરમાં લાગ્યો હતો.રાજસ્થાનને પહેલો ઝટકો બુમરાહે આપ્યો, યશસ્વી જયસ્વાલ આઉટ થયો

  • 02 Apr 2022 03:40 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: 2 ઓવર બાદ રાજસ્થાન રોયલ્સનો સ્કોર 12 રન

    2 ઓવર બાદ રાજસ્થાન રોયલ્સનો સ્કોર 12 રન થયો છે

  • 02 Apr 2022 03:36 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: બટલરે શાનદાર સિક્સ ફટકારી

    બટલરે બીજી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર સિક્સ ફટકારી

  • 02 Apr 2022 03:35 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: પહેલી ઓવરમાં રાજસ્થાનનો સ્કોર 4/0

    રાજસ્થાન રોયલ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે જસપ્રીત બુમરાહ મુંબઈ માટે બોલિંગની શરૂઆત કરી હતી.   રાજસ્થાન રોયલ્સનો સ્કોર પ્રથમ ઓવરમા કોઈપણ નુકસાન વગર 4 રન થયો છે.

  • 02 Apr 2022 03:29 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: સંજુ સેમસનની 200મી T20 મેચ

    રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની આ 200મી T20 મેચ છે. તેણે ટી20માં અત્યાર સુધીમાં 3 સદી અને 31 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઇક રેટ 131 છે.

  • 02 Apr 2022 03:25 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: આજે 2 મેચ રમાવાની છે

    આઈપીએલની 15મી સિઝનમાં શનિવારે 2 મેચો રમાવાની છે. સાંજે 7.30 વાગ્યાથી રમાનારી બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. બંને ટીમોએ પોતાની પ્રથમ મેચ જીતી છે.

  • 02 Apr 2022 03:24 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ સારો છે

    રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ સારો છે. બંને વચ્ચેના IPL રેકોર્ડ પર નજર કરીએ તો મુંબઈએ રાજસ્થાન સામે 13 મેચ જીતી છે. બીજી તરફ રાજસ્થાનની ટીમ માત્ર 11 મેચ જીતવામાં સફળ રહી છે. ગત સિઝનની બંને મેચમાં મુંબઈની જીત થઈ હતી.

  • 02 Apr 2022 03:13 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ-11

  • 02 Apr 2022 03:09 PM (IST)

    Mumbai vs Rajasthan, LIVE Score: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો,રાજસ્થાન પ્રથમ બેટિંગ કરશે

    મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે.

  • 02 Apr 2022 03:05 PM (IST)

    પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ બીજા નંબર પર

    પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ હાલમાં 2 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે જ્યારે મુંબઈની ટીમનો એક પણ પોઈન્ટ નથી અને તે નવમા સ્થાને છે.

  • 02 Apr 2022 03:01 PM (IST)

    ટૉસ થોડી વારમાં થશે

    બંને ટીમો મેદાન પર વોર્મ અપ કરી રહી છે અને હવે થોડીવારમાં ટોસ થશે.

  • 02 Apr 2022 03:00 PM (IST)

    હૈદરાબાદે જીત સાથે શરૂઆત કરી હતી

    રાજસ્થાનની વાત કરીએ તો કેપ્ટન સંજુ સેમસન પર ફરીથી મોટી જવાબદારી આવશે. તેણે છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ટીમે લીગની પ્રથમ મેચ 61 રને જીતી હતી.

  • 02 Apr 2022 02:59 PM (IST)

    મુંબઈ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો

    મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે મુંબઈમાં મેચ રમાઈ રહી છે. હાર સાથે શરૂઆત કરનાર મુંબઈ આજે સિઝનની પ્રથમ જીત મેળવવા ઈચ્છે છે.

Published On - Apr 02,2022 2:56 PM

Follow Us:
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">