AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, સુરત-વાપી રૂટના લોન્ચિંગ માટે શેડ્યુલ જાહેર કર્યું

મુંબઈ-અમદાવાદ સ્ટેશન Bullet Trainથી પ્રથમ રૂટના લોન્ચિંગ માટે શેડ્યુલ જાહેર કર્યું છે. આ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો સુરત-વાપી રૂટ આવતા વર્ષના અંત સુધીમાં ખુલવાની આશા છે.

Bullet Train : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, સુરત-વાપી રૂટના લોન્ચિંગ માટે શેડ્યુલ જાહેર કર્યું
Image Credit source: AI
| Updated on: Nov 23, 2026 | 2:45 PM
Share

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે કે, દેશની પહેલી બુલેટ ટ્રેન 2027ના અંતમાં શરુ થશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રુટનો સુરતથી વાપસી સુધીનું પહેલું સેક્શન 2027માં ખુલશે. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર તૈયાર હશે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર સુધીમાં, 456 કિલોમીટરના થાંભલાનું કામ અને 371 કિલોમીટરના પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. વૈષ્ણવે લખ્યું છે કે 299 કિલોમીટરના રૂટ પર 600,000 નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે.

8 સ્ટેશનો પર સિવિલ વર્ક પૂર્ણ

206 કિલોમીટરના પુલ પર 9,300 OHE પાવર પોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. ચાર પર્વતીય ટનલનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં 21 કિલોમીટર લાંબી ટનલનો 5 કિલોમીટરનો ભાગ પર્વતીય ટનલનો ઉપયોગ કરીને ખોદવામાં આવ્યો હતો. 8 સ્ટેશનો પર સિવિલ વર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે આર્કિટેક્ચરલ ફિનિશંગનું કામ ચાલી રહ્યું છે. સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન, સુરત અને થાણેમાં 3 કેન્દ્રો પર કામ ચાલી રહ્યું છે. સમુદ્ધની નીચે બનનારી સુરંગ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મહારાષ્ટ્રમાં આ હાઈ સ્પીડ રેલવે કોરિડર 21 કિમી લાંબી સુરંગથી પસાર થશે.

View this post on Instagram

બુલેટ ટ્રેનના કુલ 12 સ્ટેશ

તમને જણાવી દઈએ કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પોજેક્ટ દેશનો પહેલો હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બની રહેલા આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે. આ પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન હશે. આ 12 સ્ટેશનોમાં સાબરમતી, અમદાવાદ, આણંદ,વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા,વાપી,બોઈસર, વિરાર ,થાણે અને મુંબઈ સ્ટેશનના નામ સામેલ છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કેટલા સ્ટેશન છે?

  • મુબઈ (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ)
  • થાણે
  • વિરાર
  • બોઈસર
  • વાપી
  • ગુજરાત
  • બીલીમોરા
  • સુરત
  • ભરૂચ
  • વડોદરા
  • આણંદ
  • અમદાવાદ (કાલુપુર)
  • સાબરમતી

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ,સાબરમતી, સુરત અને થાણેમાં બનાવવામાં આવી રહેલા ત્રણ ટ્રેનના મેન્ટેનસ માટે બનાવવામાં આવી રહેલા ડેપોનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું બાંધકામ ચાલી રહ્યું છે.હવે લોકો પણ બુલેટ ટ્રેન ક્યારે શરુ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Bullet Train : હાઈ સ્પીડ બુલેટ ટ્રેનને વીજળી ક્યાંથી મળશે? જાણો અહી ક્લિક કરો

Follow Us
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
g clip-path="url(#clip0_868_265)">