AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Photoshoot : ધોનીના એક ફોટોશૂટે મચાવી સોશિયલ મીડિયા પર ચર્ચા, શું માહીની આ IPLની અંતિમ સીઝન હતી?

IPL 2026ની ગઈ કાલે (18મે) રમવામાં આવેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની હાર થઈ છે. આ હાર સાથે CSKનું પ્લેઓફ માટેનું ગણિત પણ બગડ્યું છે. બીજી તરફ, મહેન્દ્ર સિંહ ધોનીના ફોટોશૂટથી નિવૃત્તિની ચર્ચાઓ શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી એમ એસ ધોનીની નિવૃત્તિની ચર્ચાઓ ચાલી રહી હતી.

MS Dhoni Photoshoot : ધોનીના એક ફોટોશૂટે મચાવી સોશિયલ મીડિયા પર ચર્ચા, શું માહીની આ IPLની અંતિમ સીઝન હતી?
MS Dhoni PhotoshootImage Credit source: X
| Updated on: May 19, 2026 | 7:54 AM
Share

IPL ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સફળ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ સત્તાવાર રીતે ક્યાંય કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ ચેપોક સ્ટેડિયમમાં થયેલા ફોટોશૂટને કારણે આ ચર્ચાઓ વધુ તેજ બની છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચ વખત ટાઇટલ જીતી ચૂક્યું છે. વર્ષ 2021થી મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિની ચર્ચા થઈ રહી હતી. તેએ કહ્યું હતું કે ચેપોકમાં તેની છેલ્લી મેચ રમવાની ઇચ્છા છે. ઈજાને કારણે તે શરૂઆતથી જ IPL 2026 ટુર્નામેન્ટમાં રમી શક્યા નથી.

ચેન્નાઈ vs હૈદરાબાદ મેચ

ઈશાન કિશનની ધમાકેદાર અડધી સદીએ હૈદરાબાદને ચેન્નાઈને 5 વિકેટથી હરાવીને IPL પ્લે-ઓફમાં પહોંચવામાં મદદ કરી. ચેન્નાઈને 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા. હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટે 181 રન બનાવ્યા. અભિષેક શર્મા 21 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. આ પછી કિશને હેનરિક ક્લાસેન સાથે 41 બોલમાં 75 રનની પાર્ટનરશીપ કરી. ક્લાસેન 15મી ઓવરમાં 26 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 47 રન બનાવીને આઉટ થયો. જોકે, કિશને હૈદરાબાદનો વિજય સુનિશ્ચિત કર્યો.

હંમેશા અલગ રહ્યો છે ધોનીનો અંદાજ

ગઈકાલે (18મે) રમવામાં આવેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સની 19મી સીઝનની ઘરઆંગણે છેલ્લી મેચ હોવાથી મહેન્દ્ર સિંહ ધોની ફોટોશૂટને કારણે મેદાન પર આવ્યા હતા. આ મેચ પહેલા, આર. અશ્વિન અને મોહમ્મદ કૈફે આગાહી કરી હતી કે આ મેચ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે. જોકે આ મેચ બાદ પણ ધોનીએ કોઈ નિવૃત્તિની જાહેરાત કરી નહોતી. ધોનીનો અંદાજ હંમેશા અલગ રહ્યો છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ અચાનક નિવૃત્તિ જાહેર કરી હતી. તેથી હવે IPLમાંથી નિવૃત્તિ અંગે ધોની કોઈ મોટો નિર્ણય જાહેર કરે છે કે નહીં, તેની રાહ ક્રિકેટ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોનીનું IPL કરિયર

મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં 278 મેચ રમી છે. તેણે 38.3 ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે. ધોનીએ તેની ક્રિકેટ કારકિર્દીમાં 24 અડધી સદી ફટકારી છે. તેણે 264 છગ્ગા પણ ફટકાર્યા છે. મહેન્દ્ર સિંહ ધોની અત્યાર સુધી 18 સીઝનમાં રમી ચૂક્યો છે. પરંતુ તે 19મી સીઝનમાં મેદાનમાં ઉતરી શક્યો નથી. મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું.

આ પણ વાંચો, Breaking News: ઋતુરાજ ગાયકવાડ IPL 2026 નો સૌથી ધીમો બેટ્સમેન, પાવરપ્લેમાં સૌથી ઓછી સ્ટ્રાઈક રેટ

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">