AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR IPL 2026 : પ્લેઓફની રેસમાં KKRની વાપસી, દિલ્હીને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં લગાવી છલાંગ!

IPL 2026ની પોઇન્ટ્સ ટેબલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 2 અંકનો ફાયદો થયો છે. તેનાથી તે 1 સ્થાન અજી આગળ વધી છે. KKRએ DCને હરાવી પ્લેઓફની આશાઓને હજી જીવંત રાખી છે. બીજી તરફ દિલ્હી વધુ નીચે સરકી ગઈ છે.

KKR IPL 2026 : પ્લેઓફની રેસમાં KKRની વાપસી, દિલ્હીને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં લગાવી છલાંગ!
KKR Playoff ChanceImage Credit source: PTI
| Updated on: May 09, 2026 | 10:22 AM
Share

ગઈકાલે 08મી મે 2026ના દિવસે રમાયેલા IPLના 51માં મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું. જેનાથી પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ફાયદો કોલકાતા નાઇટ રાઇડર્સને થયો છે. આ જીત સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ હવે પ્લેઓફની રેસમાં પાછી આવી ગઈ છે. જોકે દિલ્હી કેપિટલ્સ માટે પ્લેઓફનો રસ્તો લગભગ સમાપ્ત થતો જોવાઈ રહ્યો છે. જો દિલ્હી કેપિટલ્સ તેમની બાકીની મેચો જીતી લે, તો પણ તેમને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.

KKR પોઈન્ટ ટેબલમાં લગાવી છલાંગ

કોલકાતા નાઈટ રાઈડર્સે 10 મેચમાં 4 જીત મેળવી છે. તે લોકોની એક મેચ વરસાદને કારણે ધોવાઈ હતી, જેના કારણે તે લોકો પાસે હાલમાં 9 પોઈન્ટ સાથે 7માં સ્થાન પર છે. જોકે કોલકાતા નાઈટ રાઈડર્સનો નેટ રન રેટ -0.169 રહ્યો છે. જે તે લોકો માટે એક મોટી ચિંતાનો વિષય રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્લેઓફની આશા જીવંત રાખી છે. 4 મેચ બાકી હોવાથી, KKR પાસે 17 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. દરમિયાન બીજી તરફ દિલ્હી કેપિટલ્સનો 11 મેચમાં સાતમો પરાજય થયો જેના કારણે તેઓ આઠ પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સનો નેટ રન રેટ -1.154 છે. તેથી જો દિલ્હી કેપિટલ્સ તેમની બાકીની ત્રણેય મેચ જીતી લે તો પણ તેઓ ફક્ત 14 પોઈન્ટ સુધી પહોંચી શકશે. દરમિયાન ટોચની ચાર ટીમો પહેલાથી જ 12 કે તેથી વધુ પોઈન્ટ મેળવી ચૂકી છે.

આ ટીમો ટોચના ચારમાં પ્રભુત્વ ધરાવે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ 11 મેચમાંથી 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દરમિયાન પંજાબ કિંગ્સ 10 મેચમાંથી 13 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ પણ 12 પોઈન્ટ સાથે ટોપ ચારમાં છે. ગુજરાત ટાઇટન્સના પણ 10 મેચમાં 12 પોઈન્ટ છે અને તે પાંચમા સ્થાને છે. તેમના ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. દરમિયાન મુંબઈ અને લખનૌ 6-6 પોઈન્ટ સાથે તળિયે છે.

કેપ્ટન અક્ષર પટેલે નિરાશા વ્યક્ત કરી

મેચ બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે ટીમે મહત્વના ક્ષણોમાં ઘણી ભૂલો કરી. તેણે જણાવ્યું કે સ્પિનરોએ પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી અને ટીમે વચ્ચેના ઓવરમાં જ લય ગુમાવી દીધી હતી. અક્ષરે વધુમાં કહ્યું કે સતત વિકેટો પડવાથી બેટિંગ દબાણમાં આવી ગઈ હતી અને નવા બેટ્સમેન માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. તેણે સ્વીકાર્યું કે આ પ્રકારની ભૂલો મોટી મેચોમાં ભારે પડે છે.

આ પણ વાંચો, Breaking News: Mother’s Day પર IPL 2026 માં થશે ટ્રીપલ ધમાકો, ધોની-વિરાટ અને રોહિતની ટીમો મેદાનમાં

Follow Us
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
g clip-path="url(#clip0_868_265)">