IPL 2021: આજે મુંબઈ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ બંનેએ બેટીંગમાં સુધાર સાથે મેદાને ઉતરવુ પડશે

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) આજે શુક્રવારે આઈપીએલમાં પંજાબ કિંગ્સ (Punjab Kings)નો સામનો કરવા માટે મેદાનમાં ઉતરશે. મુંબઈએ તેના બેટીંગ વિભાગમાં સુધાર કરવા સાથે પોતાના પ્રદર્શનમાં નિરંતરતા હાંસલ કરવી પડશે તો પંજાબની ટીમનો પ્રયાસ પણ ટીમને જીતના પાટે ગાડી ચઢાવવાના પ્રયાસ રુપ રહેશે.

IPL 2021: આજે મુંબઈ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ બંનેએ બેટીંગમાં સુધાર સાથે મેદાને ઉતરવુ પડશે
Mumbai vs Punjab
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 23, 2021 | 4:59 PM

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) આજે શુક્રવારે આઈપીએલમાં પંજાબ કિંગ્સ (Punjab Kings)નો સામનો કરવા માટે મેદાનમાં ઉતરશે. મુંબઈએ તેના બેટીંગ વિભાગમાં સુધાર કરવા સાથે પોતાના પ્રદર્શનમાં નિરંતરતા હાંસલ કરવી પડશે તો પંજાબની ટીમનો પ્રયાસ પણ ટીમને જીતના પાટે ગાડી ચઢાવવાના પ્રયાસ રુપ રહેશે. રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાનીવાળી મુંબઈની ટીમે બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને લઈને દિલ્હી કેપિટલ્સ સામે રમેલી અંતિમ મેચ ગુમાવવી પડી હતી.

મુંબઈએ તે હારને ભૂલી જઈને પરત ફરવુ પડશે. કેપ્ટને પોતે પણ સારી બેટીંગ કરી હતી, પરંતુ અન્ય બેટ્સમન ચાલી શક્યા નહોતા. મધ્યમક્રમ બેટીંગમાં નહીં ચાલવો એ મુંબઈને માટે સૌથી મોટી ચિંતાનું કારણ છે. મુંબઈના બોલર્સ શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવતા રહ્યા છે. જોકે દિલ્હીની સામે તે એમ ના કરી શક્યા. ટીમ તેના બેટ્સમેનોથી મોટા સ્કોરની આશા કરી રહ્યુ છે, જેનાથી તેમનું કામ આસાન થઈ જાય.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ સામે ખૂબ સારી લયમાં જોવા મળ્યો હતો. જોકે સિઝન 2020ના સફળ વિજય અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવનાર સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન મેચ જીતાડી શકે તેવુ યોગદાન હજુ નથી આપી રહ્યા. જે વાતને લઈને મુંબઈને નુકશાન પહોંચ્યુ છે. આ ઉપરાંત કિરોન પોલાર્ડ અને પંડ્યા બ્રધર્સ પણ અપેક્ષિત પ્રદર્શન કરી શક્યા નથી. આ વર્ષે આઈપીએલમાં હજુ શરુઆતનો તબક્કો ચાલી રહ્યો છે. જોકે મુંબઈ ઈન્ડીયન્સ ઈચ્છશે કે તેના ખેલાડીઓ પંજાબ સામે ફોર્મ હાંસલ કરે.

પંજાબે જીતથી શરુઆત કરી હતી, પરંતુ ત્યારબાદ તેની ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. ગત બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદની સામે તે 120 રન જ સ્કોર ખડકી શકી હતી. કે એલ રાહુલની આગેવાનીવાળી ટીમ યોગ્ય સંયોજન સ્થાપવામાં નિષ્ફળ રહી છે. પંજાબની બેટીંગ લાઈન મજૂબત છે. જો કે રાહુલ અને મયંક અગ્રવાલને છોડીને કોઈ અન્ય બેટ્સમેન નથી ચાલી શક્યો. તેના બોલર્સ પણ અપક્ષિત પ્રદર્શન નથી કરી રહ્યા.

યુનિવર્સ બોસ ક્રિસ ગેઈલનું બેટ પણ નબળુ ચાલી રહ્યુ છે. જ્યારે વેસ્ટઈન્ડીઝનો તેનો સાથી ખેલાડી નિકોલસ પૂરણ પણ નથી ચાલી રહ્યો. સતત ત્રણ હારને લઈને પંજાબનું મનોબળ પણ નિશ્વિત રુપે નબળુ પડ્યુ હશે. ટીમે હવે તરત જ તેનાથી બહાર આવવુ પડશે. નહિંતર પ્લેઓફની આશા ધૂંધળી બની જશે.

કે એલ રાહુલે અત્યાર સુધીમાં ચાર મેચમાં બે અર્ધશતક લગાવ્યા છે. પરંતુ તેને બીજા છેડેથી સાથ યોગ્ય રીતે મળી રહ્યો નથી. તેની કેપ્ટનશીપ ખેલાડીઓને પ્રેરિત કરી નથી કરી શકતી. ટીમની પસંદગીમાં તેનામાં રહેલા અનુભવની કમી ટીમને ભારે પડી રહી છે. દિપક હુડ્ડાએ પોતાના ઓલરાઉન્ડ દેખાવની ક્ષમતાને દેખાડી છે. પરંતુ તેણે પોતાના પ્રદર્શનને નિરંતરતામાં લાવવુ જરુરી છે. ઓસ્ટ્રેલીયાના ઝાય રિચાર્ડસ અને રિલે મેરેડિથ એ ટીમને નિરાશ કર્યા છે. પંજાબ હવે મુરુગન અશ્વિનના સ્થાને રવિ બિશ્નોઈનને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

આ પણ વાંચો: IPL 2021: ટુર્નામેન્ટમાં 6 હજાર રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન થયો આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">