AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : India vs Pakistan મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવી એશિયન ગેમ્સમાં ક્રિકેટનું ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. ભારતે પહેલા બેટિંગ કરીને પાકિસ્તાન સામે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતના સ્કોરને મજબૂત બનાવવામાં અભિષેક શર્મા અને તિલક વર્માની આક્રમક બેટિંગનો મહત્વનો ફાળો રહ્યો.

Breaking News : India vs Pakistan મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવી એશિયન ગેમ્સમાં ક્રિકેટનું ગોલ્ડ મેડલ જીત્યો
| Updated on: Oct 03, 2026 | 1:56 PM
Share

એશિયન ગેમ્સ 2026માં પુરુષોની T20 ક્રિકેટનો ગોલ્ડ મેડલ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 6 વિકેટે 211 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો.

ભારત માટે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ઝડપી શરૂઆત કરી હતી. બંનેએ શરૂઆતની ઓવરોમાં રનગતિ ઝડપી રાખી હતી. જોકે, વૈભવ સૂર્યવંશી 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક શર્માએ આક્રમક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 28 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

અભિષેકના આઉટ થયા બાદ ભારતીય મિડલ ઓર્ડર પર દબાણ આવ્યું હતું. સંજુ સેમસન 2 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયરે 24 બોલમાં 21 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પણ 18 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું.

જોકે, અંતિમ ઓવરોમાં તિલક વર્મા અને શિવમ દુબેએ ઝડપી રન બનાવીને ભારતનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો હતો. તિલક વર્માએ માત્ર 22 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા, જ્યારે શિવમ દુબેએ 15 બોલમાં 27 રન નોંધાવ્યા હતા. પરિણામે ભારતે 20 ઓવરમાં 211/6નો સ્કોર કર્યો અને પાકિસ્તાન સામે 212 રનનો ટાર્ગેટ મૂક્યો હતો.

નવાઝે તણાવ પેદા કર્યો, પછી ટીમ ઈન્ડિયા જીતી ગઈ

બીજી તરફ, પાકિસ્તાનની શરૂઆત પણ ખૂબ સારી ન હતી, તેણે ફક્ત 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. આમાંથી બે વિકેટ અક્ષર પટેલ (2/29) એ લીધી, જ્યારે વોશિંગ્ટન સુંદર (2/29) ને એક સફળતા મળી. પરંતુ પછી હસન નવાઝે ભારતીય બોલરો પર હુમલો કર્યો, ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. જોકે, વૈભવ સૂર્યવંશીએ તેની ઇનિંગની શરૂઆતમાં જ એક કેચ છોડી દીધો જ્યારે તે 4 રન પર હતો. આનો ફાયદો ઉઠાવીને, નવાઝે 28 બોલમાં તેની અડધી સદી પૂરી કરી અને ટીમને લક્ષ્ય તરફ આગળ વધતી રાખી.

નવાઝે સેમ અયુબ સાથે મળીને 87 રનની ભાગીદારી સાથે પાકિસ્તાનને મેચમાં પાછો ખેંચી લીધો. શિવમ દુબેએ અયુબને આઉટ કરીને આ ભાગીદારી તોડી, પરંતુ ભારતની મુશ્કેલીઓનો અંત આવ્યો નહીં. ત્યારબાદ 18મી ઓવરમાં સુંદર અને 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહએ ફક્ત 19 રન આપ્યા, જેના કારણે પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 33 રનની જરૂર હતી. દુબે (2/33) એ એવું થવા દીધું નહીં અને છેલ્લા બોલ પર નવાઝને 96 (51 બોલ, 7 છગ્ગા, 5 ચોગ્ગા) પર આઉટ કરીને પાકિસ્તાનને 192 રનમાં રોકી દીધું.

હથિયારો વડે આતંક ફેલાવનાર આતંકી દેશ પાકિસ્તાને હિંસક રમત PUBG માં જીત્યો મેડલ, એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ

Follow Us
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
g clip-path="url(#clip0_868_265)">