IND vs SL 3rd T20I : સૂર્યકુમાર યાદવએ ફટકારી ત્રીજી સદી, ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને આપ્યો 229 રનનો ટાર્ગેટ

રંગીલા રાજકોટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવર બાદ ભારતીય ટીમે 5 વિકેટના નુકશાન સાથે 228 રન બનાવ્યા છે.

IND vs SL 3rd T20I : સૂર્યકુમાર યાદવએ ફટકારી ત્રીજી સદી, ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને આપ્યો 229  રનનો ટાર્ગેટ
IND vs SL 3rd T20I Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 8:56 PM

રંગીલા રાજકોટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવર બાદ ભારતીય ટીમે 5 વિકેટના નુકશાન સાથે 228 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવે આ મેચમાં ધમાકેદાર સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે પોતાના કરિયરની ત્રીજી સદી રાજકોટની ધરતી પર ફટકારી હતી. ભારતીય ટીમ માટે આ ‘કરો યા મરો’ની મેચ છે. વર્ષ 2023ની પ્રથમ ટી20 સીરીઝ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાની સામે રમી રહી છે. શ્રીલંકા સામેની આ રોમાંચક ટી20 સીરીઝમાં બંને ટીમોએ 1-1 મેચ જીતી છે, એટલે કે સીરીઝ 1-1થી બરાબરી પર છે અને સીરીઝ જીતવા માટે બંને ટીમોએ આ મેચમાં જીત મેળવી જરુરી છે.

સૂર્યકુમાર યાદવની ધમાકેદાર સદી

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

આજની મેચમાં ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની બેટિંગને કારણે 228 રન બનાવી શકી હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 45 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. આ સાથે તેણે ટી20માં ઝડપી સદી મારનાર ખેલાડીઓની લિસ્ટમાં પણ સ્થાન મેળ્યુ હતુ. તેણે પોતાના કરિયરમાં ટી20માં ત્રીજી સદી આ ફટકારી હતી. 20 ઓવરના અંતે તેણે 51 બોલમાં 112 રન માર્યા હતા. તેણે આ મેચમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

ભારતીય ટીમનું પ્રદર્શન

આજની મેચમાં શુભમન ગિલ પોતાની પ્રથમ ઈન્ટરનેશનલ અર્ધ સદી ચૂકી ગયો હતો. તેણે સૂર્યકુમાર સાથે 50 રનની પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમને મજબૂત સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી. આજની મેચમાં ઈશાન કિશન માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. શુભમિન ગિલ 46 રન, રાહુલ ત્રિપાઠી 35 રન, કેપ્ટન પંડયા 4 રન, દીપક હુડ્ડા 4 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે અક્ષર પટેલ 21 રન અને સૂર્ય કુમાર યાદવે 112 રન બનાવીને શ્રીલંકા સામે 229 રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો.

ભારત અને શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

શ્રીલંકાઃ દાનુસા શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિથા અસલંકા, ધનંજય ડી સિલ્વા, વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહિષ તિક્ષાના આવિષ્કા ફર્નાન્ડો, કાસુન રચિતા, દિલશાન મધુશંકા.

ભારતઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">