ધનશ્રી વર્મા અને શ્રેયસ ઐયરનો ડાન્સ વિડીયો થયો વાયરલ, હાર્દિક પંડ્યાએ કરી કોમેન્ટ

ધનશ્રી વર્મા અને શ્રેયસ ઐયરનો ડાન્સ વિડીયો થયો વાયરલ, હાર્દિક પંડ્યાએ કરી કોમેન્ટ
વિડીયોમાં ઐયર જીમમાં વર્ક આઉટ ડ્રેસીંગમાં છે.

ભારતીય ટીમના ખેલાડી શ્રેયસ ઐયર (Shreyas Iyer) પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઇકના કંઇક શેર કરતો રહે છે. હાલમાં જ તેણે એક વિડીયો શેર કર્યો છે.

Avnish Goswami

| Edited By: Utpal Patel

Feb 12, 2021 | 4:01 PM

ભારતીય ટીમના ખેલાડી શ્રેયસ ઐયર (Shreyas Iyer) પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઇકના કંઇક શેર કરતો રહે છે. હાલમાં જ તેણે એક વિડીયો શેર કર્યો છે. જેમાં શ્રેયસને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ની પત્નિ ધનશ્રી વર્મા (Dhanshree Verma) ને સાથે ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ બંનેનો આ વિડીયો ફેંસને ખૂબપસંદ પણ પડી રહ્યો છે, તેમનો ડાંસ જોઇને તેમના સ્ટેપને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યા છે. હવે આ દરમ્યાન ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડરે પણ આ વિડીયોને જોઇને પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ વિડીયોની સરાહના કરી છે.

શ્રેયસે જે વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્રારા શેર કર્યો છે, જેને 8 લાખ લોકો એ લાઇક પણ કર્યો છે. આ વિડીયોમાં ઐયર જીમમાં વર્ક આઉટ ડ્રેસીંગમાં છે. તેણે વર્ક આઉટ ડ્રેસમાં જીમમાં જ ધનશ્રી સાથે પોતાનો ડાંસ વિડીયો શુટ કર્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ વિડીયો જોઇને લખી દીધુ કે, ખૂબ સરસ છે ભાઇ. હાર્દિક ઉપરાંત સ્પિનર રવિચંદ્રન અશ્વિનની પત્નિ પ્રિથી નારાયણએ પણ વિડીયોને પસંદ કર્યો હતો.અને તેણે પણ વિડીયોને ખૂબ સરસ બતાવ્યો હતો.

View this post on Instagram

A post shared by Shreyas Iyer (@shreyas41)

ધનશ્રી વર્મા એક ડાંસ કોરિયોગ્રાફર છે અને તે મોટેભાગે પોતાના સોશિયલ મિડીયા પર નવા ડાંસ વિડીયો અપલોડ કરતી રહે છે. જેને દર્શકો પણ ખૂબ પસંદ કરે છે. ધનશ્રી વર્માના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલીયન ફોલોઅર અને યુ ટ્યુબ પર પણ તેના 2 મિલીયન થી વધારે સબક્રાઇબર છે. હાલમાં જ તેણે ખૂબ જબરદસ્ત વિડીયો શેર કર્યા છે. જેમાં તેના ડાંસને ખૂબ સરાહના કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યા બાદ તેને પ્રશંસકોની સંખ્યા ખૂબ વધી ગઇ છે. બંને એ ગત વર્ષ ડિસેમ્બરમાં જ લગ્ન કર્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati